મતદાર યાદી જાહેર કરો
કોંગ્રેસી નેતા જયરામ રમેશે કરેલી જાહેરાત અનુસાર કોંગ્રેસ પાર્ટી માં ૧૭ મી ઓક્ટોબરે કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષપદ ની ચૂંટણી યોજાનારી છે. કોંગ્રેસ માં છેલ્લા લગભગ ૨૪ વર્ષો થી આ પદ ગાંધી પરિવાર માં મા-દિકરા પાસે અર્થાત કે રાહુલ અને સોનિયા ગાંધી જ સંભાળતા હતા. કે કોંગ્રેસ ના અધ્યક્ષપદ ની ચૂંટણી માં પારદર્શિતા નો અભાવ અને ગરબડ થવા ની આશંકા ખુદ કોંગ્રેસ ના જ અનેક નેતાઓ કરી ચુક્યા છે. કોંગ્રેસી નેતા શશી થરુર એ પણ અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓ ની માફક નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવા ની માંગ કરી હતી. હવે આ યાદી માં આસામ ના નવાગોંગ થી લોકસભા ના સભ્ય અને સાંસદ પ્રદ્યુત બોરહોલાઈ નું નામ પણ સામેલ થયું છે. તેમણે પણ અધ્યક્ષપદ ની ચૂંટણી માં અવ્યવસ્થા થવા ની આશંકા વ્યક્ત કરતા મતદાર યાદી જાહેર કરવા ની માંગ કરી હતી. તેમણે પાર્ટી પ્રેસિડેન્ટ ની ચૂંટણી માં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પાર્ટી ની મતદાર યાદી સાર્વજનિક કરવા અંગે કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરીટી(સીઈઈએ) ના વડા મધુસુદન મિસ્ત્રી ને પત્ર લખ્યો હતો. તેમણે પત્ર લખી ને તમામ આશંકા દૂર કરવા અને મુક્ત તેમ જ તટસ્થ ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા માં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદી જાહેર કરવા ની માંગ કરી | હતી. ૬૪ વર્ષીય આસામી નેતા ત્રણ વખત વિધાનસભા માં ચૂંટાઈ રાજ્ય મંત્રીમંડળ માં વિવિધ મંત્રાલયો સંભાળ્યા બાદ જ્યારે રાજ્ય માં થી કોંગ્રેસ પાસે થી સત્તા ચાલી ગયા બાદ ૨૦૧૯ થી લોકસભા ની ચૂંટણી જીતી ને રાષ્ટ્રીય રાજકારણ માં જોડાયા હતા. આ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણી લડવા નું વિચારી રહેલા શશિ થરુરે મધુસુદન મિસ્ત્રી ને પત્ર લખી ને મતદાર યાદી પ્રકાશિત કરવા ની માંગ કરી હતી. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા ની પ્રક્રિયા માં ઓછા માં ઓછા ૧૦ લોકો ની સંમતિ અનિવાર્ય છે કે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ – પીસીસી ના સભ્યો હોય. કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ના જણાવ્યા પ્રમાણે આ પ્રતિનિધિઓ વિષે જાણવું અત્યંત જરુરી છે કારણ કે એક વાર ઉમેદવારી પત્ર ભર્યા બાદ જો તેમના નામ અંતિમ સૂચિ માં ના હોય તો ઉમેદવારી રદ થઈ શકે છે. આથી ચૂંટણી સાથે સંબંધિત ઈલેક્ટોરલ કોલેજ સૂચિ સાર્વજનિક થવી આવશ્યક છે – જે કરાઈ નથી. આ જાહેર કરાયા થી ચૂંટણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક બને તે જરૂરી છે. આ માંગ સૌ પ્રથમ પીઢ નેતા મનિષ તિવારી અને ત્યાર બાદ કાર્તિ ચિદમ્બરમ પણ કરી ચૂક્યા છે.