મહિપ કપૂર મલાઈ કોફ્તા

ધમાં પ્રોડકશન્સ ના કરણ જોહર પોતાની ફિલ્મો ના પ્રમોશન્સ માં પણ પૈસા | બચાવી રહ્યો છે. પોતાની આવનારી ફિલ્મ નું પ્રમોશન તે પોતાના જ રિયાલિટી શૉ માં કરી રહ્યો છે. આ અગાઉ લાઈગર નું પ્રમોશન કૉફી વિથ કરણ માં કર્યા બાદ હવે પોતની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમકહાની નું પ્રમોશન રિયાલિટી શૉ ધ ફેબ્યુલસ લાઈસ ઓફ બોલિવુડ વાઈસ સિઝન-૨ ના ફિનાલે માં કર્યું હતું. ધ ફેબ્યુલસ… માં ચાર બોલિવુડ સેલિબ્રિટીઝ ની પત્નીઓ કેવી વૈભવી જીંદગી જીવી રહી છે તે દર્શાવ્યું છે. આ સિરીઝ માં ભાવના પાંડે (ચંકી પાંડે), મહિપ કપૂર (સંજય કપૂર), સીમા સચદેવ (સોહેલ ખાન) અને નિલમ કોઠારી (સમીર કોઠારી) ના જીવન ના ઉતાર ચઢાવ તેમની રહેણી-કરણી અને અનેકવિધ વિષયો ઉપર વાતચીત થાય છે. હવે આ શો ની સિઝન-૨ ના ફિનાલે ને રોમાંચક બનાવવા માટે આ ચારેય સ્ટાર પત્નીઓ ધમાં પ્રોડકશન ની જ ફિલ્મ રોકી એન્ડ રાની કી પ્રેમકહાની ના સેટ ઉપર પહોંચ્યા હતા. આ ફિલ્મ નો હિરો રણવીર સિંહ તેમને સેટ ઉપર આવકારે છે. જો કે પ્રોડયુસર કરણ જોહર આ ચારેય ને ફિલ્મ ના સેટ ઉપર લાવે છે. બાદ માં રણવીર સિંહ ખુલ્લા શર્ટ સાથે રુમ માં પ્રવેશે છે. તેના આ એન્ટ્રી થી ચારેય મહિલાઓ ખૂબ પ્રભાવિત થાય છે. ત્યાર બાદ કરનરણવીર નો પરિચય આ ચારેય મહીલાઓ | સાથે કરાવે છે. આ દરયિાન રણવીર સિંહ સંજય કપૂર ની પત્ની મહિપ કપૂર ને કહે છે કે તેનું પ્રિય ગીત નિગોડી કૈસી ‘જવાની હૈ છે. હું તમારો ફેન છું. નિગોડી એક કલ્ટ વિડીયો છે તે વિડીયો માં તે કેટલી હોટ લાગી રહી છે. એકદમ મલાઈ કોફતા. નિગોડી જવાની એક મ્યુઝિક વિડીયો છે. વર્ષો અગાઉ ના આ મ્યુઝીક વિડીયો માં મહિપ કપૂર એ અભિનય કર્યો હતો. હાલ માં મહિપ કપૂર અને સંયજ કપૂર ની પુત્રી શનાયા કપૂર પણ બોલિવુડ માં પ્રવેશવા ની તૈયારી કરી રહી છે જેને બેશક સ્ટાર કિસ ને લોંચ કરતા કરણ જોહર જ લોંચ કરશે. જયારે ભાવના પાંડે અને ચંકી પાંડે ની પુત્રી અનન્યા પાંડે કરણ જોહર ની જ ટુડન્ટ ઓફ ધ યર-૨ થી બોલિવુડ માં પ્રવેશ કરી ચૂકી છે. વાસ્તવિક જીવન માં પણ આ ચાર મહિલાઓ ખાસ સહેલીઓ છે.

Leave a Reply

Your email address will not be published.