મોદી વિશ્વ ના સોથી લોકપ્રિય નેતા
ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માત્ર ભારત માં જ વિશાળ અને અમાપ લોકપ્રિય છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડંકો વગાડતા તેઓ વિશ્વ ના સૌથી લોકપ્રિય નેતા છે. તેમનું એપ્રુવલ રેટીંગ અન્ય દેશો ના વડાઓ થી સર્વાધિક ૭૫ ટકા સાથે પ્રથમ સ્થાને છે. વિશ્વ ના સૌથી લોકપ્રિય નેત ઓ ની યાદી માં ભારત ના વડાપ્રધાન મોદી એ વિશ્વના ૨૨ જાણીતા રાજનેત ઓ ને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અન્ય જાણિતા રાજનેતાઓ માં વિશ્વ ની એકમાત્ર મહાસત્તા અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાયડન આ યાદી માં ૧૧ મા ક્રમે જ્યારે બ્રિટન ના વિદાય લઈ રહેલા વડાપ્રધાન બોરિસ જહોન્સન ૨૦ મા ક્રમે સ્થાન પામ્યા છે. અમેરિકન ડેટા એજન્સી ફર્મ “ધ મોર્નિંગ કન્સલ્ટ’ ના સર્વે પ્રમાણે દરેક વડાપ્રધાન ની તેમણે મેળવેલા એપ્રુવલ રેટીંગ ના આધારે આ યાદી બનાવાઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી ૭૫ ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે પ્રથમ સ્થાને જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન ૪૧ ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે ૧૧ મા ક્રમે છે. આ યાદી ના અન્ય નેતાઓ માં દ્વિતિય સ્થાને ૬૩ ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે મેક્સિકો ના પ્રમુખ લોપેઝ ઓબ્રાડોર જ્યારે તૃતિય ક્રમે ૫૮ ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે ઓસ્ટ્રેલિયા ના વડાપ્રધાન એન્થોની અલ્બનેસ રહ્યા હતા. આ ઉપરાંત ચોથા સ્થાને ૫૪ ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે ઈટાલી ના વડાપ્રધાન મોરિચો ડ્રેગી અને પાંચમા સ્થાને પર ટકા ના એપ્રુવલ રેટીંગ સાથે સ્વિન્ઝર્લેન્ડ ના રાષ્ટપતિ ઈગ્રાજિયો કેસિસ સ્થાન મેળવેલ છે. જો કે મે ૨૦૨૦ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું એપ્રિવલ રેટીંગ સર્વાધિક ૮૪ ટકા હતું જ્યારે ભારત દેશ મોદી ના નેતૃત્વ હેઠળ કોરોના મહામારી માં થી બહાર આવી રહ્યો હતો. જો કે જૂન માં વડાપ્રધાન મોદી ના ૬૩ ટકા એપ્રુવલ રેટીંગ કરતા હાલ માં નવ અંક નો સુધારો જોવા મળ્યો હતો. સાથોસથ તેમનું ડિસએપ્રુવલ રેટીંગ પણ ઘણું નીચે આવી ગયું હતું.