વિશ્વ ની પ મી અથવ્યવસ્થા
૨૦૧૪ માં ભારત માં થયેલા સત્તા પરિવર્તન અને મોદી સરકાર ના આગમન બાદ ભારત વિકાસ અને પ્રગતિ ના પંથે અગ્રેસર બનતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક પછી એક ઉચ્ચ આયામો પ્રાપ્ત કરી રહ્યું છે. હવે બ્રિટનને પણ પાછળ છોડી ને ભારત વિશ્વ ની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુક્યુ છે. હાલ માં દેશ માં જ્યારે વિપક્ષ કોંગ્રેસ મોદી સરકાર ની અર્થવ્યવસ્થા ને નિષ્ફળ ગણાવી કોસે છે ત્યારે સત્ય અને વાસ્તવિકતા એ તેના જ ગાલ ઉપર તેનું જ ચૂંટણી ચિહ્ન અંકિત કરી દીધું છે. હકીકત તો એ છે કે ૨૦૧૨ માં અર્થાત કે આજ થી ૧૦ વર્ષ અગાઉ જ્યારે ૨૦૦૪ થી ‘૧૪ સુધી કોંગ્રેસ ની આગેવાની હેઠળ ની યુપીએ સરકાર નું શાસન હતું ત્યારે વિશ્વ ની સૌથી મોટી અર્થવ્યવસ્થા ની યાદી માં ભારત ૧૧ મા સ્થાને હતું જ્યારે બ્રિટન પા‘ચમા સ્થાને હતું. જ્યારે મોદી સરકાર ના ૭ વર્ષો ના શાસનકાળ માં ભારત આ યાદી માં આગળ વધતા હવે પાંચમા સ્થાને પહોંચી અને હવે બ્રિટન ને છઠ્ઠા સ્થાને ધકેલ્યું છે. હાલ માં જ ભારતે ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ક્વાર્ટર માં અર્થાત કે એપ્રિલ-મે-જૂન ના પ્રથમ ત્રિમાસિક ક્વાર્ટર માટે જીડીપી ના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ ઉપર થી એ સાબિત થાય છે કે હાલ માં ભારત વિશ્વભરમાં સૌથી ઝડપી આર્થિક વૃધ્ધિ પ્રાપ્ત કરતી અર્થવ્યવસ્થા છે. ચાલુ નાણાંકીય વર્ષ ના પહેલા ક્વાર્ટર માં જીડીપી નો વૃદ્ધિદર ૧૩.૫ ટકા રહ્યો છે. જે ગત એક વર્ષ માં વિશ્વભર માં સર્વાધિક છે. ભારત ના આર્થિક વિકાસ દર ૧૩.૫ ટકા સર્વાધિક હોવા ઉપરાંત વિશ્વભર માં ભારત કટ્ટર પ્રતિસ્પર્ધી ચીન ક્યાંય ભારત ની આ પાસ પણ નથી. ચીન નો આર્થિક વિકાસ દર માત્ર ૦.૪ ટકા જ રહેવા પામ્યો છે. આમ જ્યાં ચીન નો આર્થિક વિકાસ દર અડધો ટકો પણ નથી ત્યારે ભારત ૧૩.૫ ટકા દર ધરાવે છે. જો કે એક સમયે જેના શાસન માં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો તેમ કહેવાતું તેવા ગ્રેટ બ્રિટન માટે લાંબા સમય સુધી વિશ્વ ની પાંચમી મોટી અર્થવ્યવસ્થા હતી ત્યાં થી ૧ ક્રમાંક પાછા ધકેલાતા વિશ્વ ની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બનતું તે બેશક એક આંચકા સમાન બાબત રહેશે. આ ઉપરાંત અત્યારે બ્રિટન માં જ્યાં તેના નવા પ્રાઈમ મિનિસ્ટર પસંદ કરવા ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તેમના માટે મોટા ઝટકા સમાન આ સમાચાર હતા. હવે આવનારી નવી સરકાર માટે મોંઘવારી અને સુસ્ત ઈકોનોમી સૌથી મોટો અને ગંભીર પડકાર હશે.