શ્રીલંકા એ છ વિકેટે હરાવ્યા

ટીમ ઈન્ડિયા ની એશિયા કપ માં આગળ વધવા ની આશા ધૂંધળી થતી જાય છે. આઈપીએલ અને ત્યારબાદ સતત આટલા દેશ સામે મેચો ટી-૨૦ ની રમ્યા બાદ પણ પ્રથમ પાકિસ્તાન સામે શરમજનક પરાજય મેળવ્યા ના માત્ર એક દિવસ બાદ શ્રીલંકા સામે પણ છ વિકેટે પરાજય થયો હતો. શ્રીલંકા સામે ની મેચ માં પણ ઓપનર લોકેશ ‘ રાહુલ માત્ર છ રન બનાવી આઉટ થતા ટીમ ઈન્ડિયા નો સ્કોર ૧૧ રને ૧ વિકેટ થયો હતો. ત્યાર બાદ વન-ડાઉન આવેલા વિરાટ કોહલી શૂન્ય એ આઉટ થતા સ્કોર ૨ વિકેટે ૧૩ રન નો થયો હતો. ત્યારબાદ સૂર્યા અને રોહિતે સ્કોર આગળ વધાર્યો હતો પરંતુ સૂર્યા ૩૪ રન બનાવી આઉટ થતા તેમ જ રોહિત શર્મા પણ અંગત ૭૨ રને આઉટ થતા સ્કોર ૧૧૯ રને ચાર વિકેટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંત પણ અંગત ૧૩-૧૩ રન બનાવી આઉટ થતા સ્કોર ૧૪૯ રને ૫ વિકેટ થયો હતો. ત્યારબાદ હુફા ના ૩ રન, ભૂવી શૂન્ય જ્યારે આર. અશ્વિન ના ૧૫ અણનમ અને અર્શદિપ ૧ રને અણનમ ની મદદ થી ૨૦ ઓવરો માં ૮ વિકેટે ૧૭૩ રન થયો હતો. શ્રીલંકા તરફ થી મઘુશંકા-૩, શનાકા અને કરુણારત્ન ને ૨-૨ વિકેટો મળી હતી. શ્રીલંકા એ જીતવા માટે ૧૭૪ ના લક્ષ્યાંક નો પીછો કરતા નિશંકા અને મેન્ડીસે ઓપનીંગ કરતા ટીમ ને સુંદર શરૂઆત કરાવતા બન્ને ઓપનરો એ પોતપોતાની અડધી સદી ફટકારી હતી. જેમની સામે ભારતીય તમામ બોલરો નિઃસહાય પપુરવાર થયા હતા. આખરે નિશંકા અંગત પર રને આઉટ થતા સ્કોર ૯૩ રને ૧ વિકેટ થયો હતો. ત્યારબાદ ગુણાથિલકા પણ ૧ રને આઉટ થતા સ્કોર ૩ વિકેટે ૧૧૦ થયો હતો. ત્યારે જ ઓપનર મેન્ડિસ પણ અંગત ૫૩ રને આઉટ થતા સ્કોર ચાર વિકેટે ૧૨૦ રન થયો હતો. ત્યારબાદ રાજપક્ષે અણનમ ૨૫ રન અને શનાકા અણનમ ૩૩ રન સાથે વીસમી ઓવર ના પાંચમા બોલે ૧૭૪ રન ચાર વિકેટે બનાવી લેતાછ વિકેટે | વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી ચહલ-૩ અને અશ્વિન ને ૧ વિકેટ મળી હતી. જો કે પાકિસ્તાન સામે ની મેચ માં મુખ્ય કારણરુપ મનાતી ૧૯ મી ઓવર માં ભૂવી એ બે વાઈડ નાંખવા સાથે ૧૪ રન આપ્યા હતા અને વીસમી અંતિમ ઓવર અર્શદિપસિંગને આપી. જે પાકિસ્તાન સામે ની હારેલી મેચ નું પુનરાવર્તન માત્ર હતું તો મેચ ના પરિણામ માં પણ હાર નું પુનરાવર્તન જ થયું.

Leave a Reply

Your email address will not be published.