સમાચારો સંક્ષિપ્તમાં
– જ્યાં કોંગ્રેસમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે મંથન ચાલી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી ફરી અધ્યક્ષપદ સંભાળવા તૈયાર નથી. શ્રીમતિ સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતના પગલે અશોક ગેહલોતને અધ્યક્ષપદ સંભાળવાની ઓફર કરી ચુક્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આગામી લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી સુધી સોનિયા ગાંધીને જ અધ્યક્ષ તરીકે યથાવત રહેવા માટે અપીલ કરી હતી. આ નેતાઓ એ તર્ક આપ્યો હતો કે ગાંધી પરિવાર સિવાય કોઈ પાર્ટીને એકજૂટ રાખી શકશે નહીં. – યુ.પી.ના રાજકારણમાં ગુન્હાખોરી અને બાહુબલીઓના પ્રભાવ એ કોઈ નવી વાત નથી. આવા જ સમાજવાદી પાર્ટીના વિધાયક અને બાહુબલી રમાકાંત યાદવ કે જે હાલમાં આઝમગઢ જેલમાં બંધ છે તેમની અખિલેશ યાદવે કરેલી મુલાકાત ઉપર આગબબુલા બનેલા બસપાના સુપ્રિમો માયાવતીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ જ દર્શાવે છે કે સ.પા. ગુન્હાખોરીની આશ્રયદાતા છે. – વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ની પ્રાચિર ઉપર થી આઝાદી ના અમૃત મહોત્સવ પર્વ ઉપર ગુલામીના તમામ પ્રતિકોમાંથી પણ મુક્ત થવાની કરેલી જાહેરાત અનુસાર હવે પાટનગરી નવી દિલ્હીના રાજપથ નું નામ બદલીને કર્તવ્ય પથ કરાયું છે. રાજપથ અને સેન્ટ્રલવિસ્ટા લેન નું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ નેશનલ સ્ટોક એક્સચેંજ ના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારીની કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ, એનએસ-છ કર્મચારીઓની ગેરકાયદેસર જાસુસી અને મની લોન્ડરીંગ મામલે ધરપકડ કરી હતી. રવિ નારાયણ એપ્રિલ-૧૯૯૪ થી ૩૧ માર્ચ- નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી) ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ૨૦૨૧ માં પેન્ડીંગ કેસોની સંખ્યા ૨૩,૩૫,૦૨૯ હતી જે આખા દેશમાં સર્વાધિક છે. માત્ર ત્રણ વર્ષ પહેલા અર્થાત કે ૨૦૧૯ માં પેન્ડિંગ કેસોની સંખ્યા ૧૦,૪૪,૭૩૨ કેસો હતા અને અત્યારે મહારાષ્ટ્ર પેન્ડિંગ કેસોના મામલે પ્રથમ સ્થને અને ગુજરાત પાંચમા સ્થાને હતું. જો કે ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીમાં જ ગુજરાતમાં પેન્ડિંગ કેસોમાં લગભગ અઢી ગણો થયેલો વધારો ચોંકાવનારો અને ચિંતાજનક છે. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે જ્યારે મુંબઈની મુલાકાતે ગયા હતા ત્યારે બોલિવુડના ૩ કોમેડી અને સ્ટંટ ફિલ્મોના ફળતમ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે મુલાકાત અને મંત્રણા કરી હતી. આ અગાઉ પણ ભાજપાના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સાઉથ ગયા હતા ત્યારે ત્યાંના સુપરસ્ટાર જુનિયર એનટીઆર ના ઘરે તેમની મુલાકાત કરીને તેમને ત્યાં ભોજન પણ કર્યું હતું. – બિહારના પલ્લુરામ હવે રાજ્યમાં તેમના ઘટતા જતા જનાધારને કારણે બિહાર છોડીને રાષ્ટ્રીય રાજકારણમાં સંભાવનાઓ શોધવા દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત, મંત્રણા કર્યા બાદ મંગળવારે સિતરામ યેચુરીને મળ્યા હતા. વિપક્ષોને એક કરવાનો રાગ છોડી પલ્લુરામ કેજરીવાલ, અખિલેશ યાદવ, શરદ પવાર તેમજ ઉદ્ધવ ઠાકરેને પણ મળવાના છે. હાલમાં તો તેઓ પોતાને વડાપ્રધાન બનાવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ વિપક્ષી એકતા સધાય તો ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપાને હરાવી શકાય તેમ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી) ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ૨૦૨૧ માં પેન્ડીંગ કેસોની સંખ્યા ૨૩,૩૫,૦૨૯ હતી જે આખા દેશમાં સર્વાધિક છે. માત્ર ત્રણ વર્ષ પહેલા અર્થાત કે ૨૦૧૯ માં પેન્ડિંગ કેસોની સંખ્યા ૧૦,૪૪,૭૩૨ કેસો હતા અને અત્યારે મહારાષ્ટ્ર પેનિંગ કેસોના મામલે પ્રથમ સ્થને અને ગુજરાત પાંચમા સ્થાને હતું. જો કે ૨૦૧૯ થી ૨૦૨૧ સુધીમાં જ ગુજરાતમાં પેન્ડિંગ કેસોમાં લગભગ અઢી ગણો થયેલો વધારો ચોંકાવનારો અને ચિંતાજનક છે. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે જ્યારે મુંબઈની મુલાકાતે ગયા હતા ત્યારે બોલિવુડના કોમેડી અને સ્ટંટ ફિલ્મોના ફળતમ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે મુલાકાત અને મંત્રણા કરી હતી. આ અગાઉ પણ ભાજપાના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે સાઉથ ગયા હતા ત્યારે ત્યાંના સુપરસ્ટાર જુનિયર એનટીઆર ના ઘરે તેમની મુલાકાત કરીને તેમને ત્યાં ભોજન પણ કર્યું હતું. – બિહારના પલ્લુરામ હવે રાજ્યમાં તેમના ઘટતા જતા જનાધારને કારણે બિહાર છોડીને રાષ્ટ્રીય રાજકારણમાં સંભાવનાઓ શોધવા દિલહીની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત, મંત્રણા કર્યા બાદ મંગળવારે સિતરામ યેચુરીને મળ્યા હતા. વિપક્ષોને એક કરવાનો રાગ છોડી પલ્લુરામ કેજરીવાલ, અખિલેશ યાદવ, શરદ પવાર તેમજ ઉદ્ધવ ઠાકરેને પણ મળવાના છે. હાલમાં તો તેઓ પોતાને વડાપ્રધાન બનાવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ વિપક્ષી એકતા સધાય તો ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપાને હરાવી શકાય તેમ છે તેમ જણાવી વિપક્ષી એકતા ના નામે સૌને મળી રહ્યા છે. તેઓ યોજના બતાવી રહ્યા છે તેવુ બનવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી છે, પરંતુ જો એક ટકા સંભાવના એ પણ આમ થાય તો આખરી સમયમાં આ પલ્લુરામ ગમે તેની સાથે દગો કરીને ખુદ ગાદીએ બેસી જશે તે સંભાવના સર્વાધિક છે. ૨૦૨૦ માં ૪૩ સિટો માત્ર જીત્યા હોવા છતા પ્રથમ ૭૪ સિટો જીતેલા ભાજપા સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી રહ્યા બાદ અઢી વર્ષ બાદ ઓગષ્ટ ૨૦૨૨ માં ભાજપા સાથે દગો કરી ૭૫ બેઠકો ધરાવતા આરજેડી સાથે ગઠબંધન કરી પલ્ટરામે મુખ્યમંત્રીપદ જાળવી રાખ્યું હતું. આમ ખરા સમયે દગો કરવાની તેમની આદત છે. – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કેલિફોર્નિયા સ્થિત સેન્સહોકને ૩૨ મિલિયન ડોલરમાં તેનો બહુમત હિસ્સો હસ્તગત કરવા સમજૂતિ કરી હતી. સેન્સહોક ૧૫ થી વધુ દેશોમાં ૧૪૦ થી વધુ કંપનીઓ તેમની સોલાર એનર્જીની ૬00 થી વધુ સાઈટ્સ અને ૧૦૦ થી વધુ ગીગાવોટ્સ ની એસેટ્સ માટે નવી ટેકનોલોજી અપનાવવામાં મદદ કરે છે. રિલાયન્સ અને સેન્સહોક આ જોડાણથી ખૂબ આશાવંત છે. – પાકિસ્તાન અત્યારે ત્યાં આવેલા ભારે પૂરથી ભારે વિનાશ નો તારાજી ભોગવી રહ્યું છે. પાકિસ્તાનનો લગભગ ત્રીજો ભાગ પૂર ના પાણીમાં ગરકાવ છે. અત્યાર સુધીમાં ૧૪૦૦ લોકોના મોત નિપજવા ઉપરાંત લાખો લોકો નિરાશ્રિત બન્યા છે. સ્થિતિ એવી ભયાવહ છે કે મૃતદેહોને દફનાવવા કબ્રસ્તાનમાં પણ સૂકી જગ્યા નથી, પાણીમાં ડૂબેલા છે. આથી લોકોને પોતાના ઘરે જ મૃતદેહને દફનાવવા જણાવી દેવાયું છે.