સસ્કાચેવાન માં છૂરાબાજી
કેનેડા ના સંસ્કારોવાન પ્રાંત થી ગંભીર અને ચોંકાવનારા સમાચારો આવી રહ્યા છે. સંસ્કારોવાન પ્રાંત માં અલગ અલગ સ્થળો એ થયેલી છૂરાબાજી -ની ઘટના માં ૧૦ વ્યક્તિઓ ના કરૂણ મોત થયા હતા જ્યારે ૧૫ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. રોયલ કેનેડિયન માઉન્ટેન પોલિસ (આરસીએમપી) એ તેમને સસ્કારોવાન ના જેમ્સસ્મિથ ફી નેશન માં ચી છૂરાબાજી ના મળેલા ફોન કોલ બાદ આ જ રીત ના આ વિસ્તાર માં થી અન્ય ફોન કોલ્સ પણ મળતાં અને ઘટનાસ્થળે તપાસ બાદ આ વિસ્તાર માં ખતરનાક વ્યક્તિઓ માટે નું ક્ષેત્ર જાહેર કર્યું હતું. ઘટનાસ્થળે તપાસ દરમિયાન તેમને જ્ઞાન થયું હતું કે બે શંકાસ્પદ વ્યક્તિ ડેનિયન એન્ડરસન અને માઈલ્સ એન્ડરસને ઘટના -ને અંજામ આપ્યો હતો. જો કે થોડા સમય બાદ વેલ્ડન વિલેજ માં થી પણ આવા જ Qરાબાજી ના ફોન કોલ્સ આવતા બાદ માં ખતરનાક વ્યક્તિઓ માટે નું એલર્ટ જેમ્સ સ્મિથ ફી નેશન અને વેલ્ડન વિલેજ સુધી વિસ્તારાયુ હતું. આ બે શકમંદો ને પકડવા આર.સી.એમ.પી. એ આખા રાજય માં તેમની શોધખોળ માટે એલર્ટ પાઠવ્યું છે. જો કે આમ કરવા પાછળ આ શકમંદો નો હેતુ શું હતો તે હજુ જાણી શકાયું નથી. સસ્કા૨વાન ના આરસીએમપી આસિ. કમિશ્નર રોડા બ્લેકમોરે ના જણાવ્યા પ્રમાણે કેટલાક પિડીતો ને શકમંદો દ્વારા નિશાનો બનાવાયા હતા પરંતુ અન્ય લોકો ઉપર થયેલા હુમલા પાછળ નો હેતુ શું હતો તે હજુ જાણી શકાયું ન હતું. જો કે બ્લેકમોર ના જણાવ્યા પ્રમાણે જે કાંઈ બન્યુ તે ખૂબ ભયાનક હતું. ઘાયલો ની સંખ્યા હજુ વધી શકે તેમ છે. અમે આ હુમલાખોરો ને પકડવા માટે અમારા તમામ માધ્યમો સાથે વ્યાપક સર્ચ ઓપરેશન્સ ચલાવી રહ્યા છીએ. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે બે શંકાસ્પદ લોકો રજાયના માં આર્કોલા એવન્યુ પાસે થી મુસાફરી કરતા જણાયા હતા. રજાયના પોલિસ ના જણાવ્યા પ્રમાણે બન્ને શકમંદો રાત્રે ૧૧.૨૦ ના સમય ની આસપાસ જોવા મળ્યા હતા. જો કે શકમંદો હજુ ફરાર હોવા થી સત્તવાળાઓ એ સંસ્કારોવાન ઉપરાંત મેનિટબા અને આલ્બર્ટા પ્રાંત માં પણ એલર્ટ જાહેર કર્યું હતું.