હેરાત વિસ્ફોટ માં ૧૪ ના મોત

અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંત માં શુક્રવાર ની નમાજ દરમ્યિાન જ ગાજાઘર શહેર ની મસ્જિદ માં થયેલા બે બોંબ વિસ્ફોટો માં તાલિબાન ના સૌથી મોટા ધર્મગુરુ પૈકી ના એક મુલ્લા મુજીબ -ઉર-રહેમાન અન્સારી સહિત ૧૪ જણા માયાં. ગયા હતા. ગયા મહિને પણ એક આતંકી હુમલા માં તાલિબાન નો એક મોટો નેતા માર્યો ગયો હતો. અફઘાનિસ્તાન ના સ્થાનિક મિડીયા રિપોર્ટ અનુસાર ગાજાઘર ની મસ્જિદ માં બે બોંબ વિસ્ફોટો થયા હતા. ગત શુક્રવાર ની નમાજ દરમ્યિાન આ આત્મઘાતી – ફિદાયીન હુમલો કરાયો હતો. તાલિબાન ના મોટા ધર્મગુરુ મુલ્લા મુજીબ આ મસ્જિદ ના મુખ્ય ઈમામ હતા. જ્યારે નમાજ પઢવા માં આવી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ તેમની આગલી હરોળ માં જ થયો હતો. આ હુમલા માં બે વ્યક્તિઓ સામેલ હતી. પ્રથમ વિસ્ફોટ બાદ જ્યારે અફરાતફરી મચી હતી અને લોકો દરવાજા તરફ ભાગી રહ્યા હતા ત્યારે જ બીજો વિસ્ફોટ કરાયો હતો. આ ઘટના ના થોડાક કલાકો અગાઉ જ હેરાત માં યોજાયેલી એક ઈસ્લામિક પરિબદ્ધ માં ભાગ લીધા બાદ મુલ્લા મુજીબ સીધા જ મસ્જિદ પહોંચ્યા હતા. તેઓ તાલિબાન ના સૌથી કૂર નેતા ગણાતા હતા. તે છોકરીઓ ના શિક્ષણ અને ઘરે થી બહાર નિકળવા ના સખ્ત વિરોધી હતા. અંદાજે બે માસ અગાઉ જ તેણે ફતવો બહાર પાડ્યો હતો કે જો કોઈ તાલિબાન શાસન નો વિરોધ કરશે અથવા તો તેના આદેશો નું પાલન નહીં કરે તો તેની સજા એ જ હશે કે સર તન સે જુદા. અથત કે તેનું માથું વાઢી નાંખવા માં આવશે. જો કે બાદ માં આ ફરમાન કે ફતવા ને તાલિબાન પ્રવકતા એ મુલ્લા મુજીબ નો અંગત અભિપ્રાય ગણાવી ને ફગાવી દીધો હતો. હાલ માં બુધવારે જ હેરાત માં આઈએસઆઈએસ ના ખુરાસાન ગૃપ કે જે આઈએસકેપી ના નામે ઓળખાય છે તેની અને તાલિબાન વચ્ચે ખૂની જંગ ખેલાયો હતો. આ હુમલા માં આઈએસકેપી ના ત્રણ આતંકવાદીઓ ને તાલિબાનો એ મોત ને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ ખુરાસ ન જૂથે જાહેર કર્યું હતું કે તેઓ આ મોત નો બદલો જરુર લેશે. બે દિવસ બાદ શુક્રવારે જ થયેલા મસ્જિદ ની અંદર ના ફિદાયીન હુમલા ના પાછળ આઈએસકેપી જ હોવાનું મનાય છે. આઈએસપી ને તાલિબાન સામે નો સૌથી મોટો ખતરો મનાય છે. અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંત સહિત ઘણા પ્રાંતો માં બન્ને જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.