અક્કી ઉપર એક વધુ પનોતી

કહેવાય છે કે સમય સમય બલવાન હે આ કહેવત અક્કી ઉર્ફે અક્ષયક_માર માટે પૂર્ણરુપે સાચી પૂરવાર થાય છે. જ્યારે સમય બળવાન હતો ત્યારે લાગલગાટ વર્ષો સુધી સફળ ફિલ્મો આપ્યા બાદ હવે સમય પલ્ટાતા લાગલગાટ અડધો ડઝન ફિલ્મો નિષ્ફળ | જવા ઉપરાંત તાજેતર માં તેની એક જાહેરતિ પણ ભારે વિવાદ સર્યો છે. અક્ષયકુમાર માટે તો જાણે ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ સર્જાયો છે. આજ કાલે બોલિવુડ સ્ટાર્સ ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રોડક્ટસ એડ માં થી પણ જંગી કમાણી કરતા હોય છે. પંરતુ અહીં જે અક્કી ની વિવાદીત એડ ની વાત કરીએ છીએ તે એડ તો ભારત સરકાર ની રાષ્ટ્રીય સડક સુરક્ષા અંગે ની છે, અને આ જ એડ માટે હાલ માં ખૂબ વિવાદ ચાલી રહ્યો છે અને સોશ્યિલ મિડીયા માં અક્કી ને ખૂબટ્રોલ કરાઈ રહ્યો છે. આ વિડીયો સો.મિડીયા માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી એ પોસ્ટ/શેર કર્યો હતો. હાલ માં કેન્દ્ર સરકાર લોકો ની સલામતી માટે ગાડી માં લઘુત્તમ છ એરબેગ હોવાને પ્રોત્સાહન આપી રહી છે. આ એડ માં અક્કી પોલિસવાળો બન્યો છે. કન્યા વિદાય પ્રસંગે પિતા એ ભેટ માં આપેલી કાર માં વિદાય વખતે કન્યા અને તેના પિતા બન્ને રડતા હોય છે ત્યારે અક્ષય કન્યા ના પિતા ને કહે છે કે ભેટ માં આપેલી કાર માં છ એરબેગ તો નથી, દિકરી તો રડશે જ. ત્યાર બાદ દિકરી ના પિતા ૬ એરબેગ વાળી ગાડી આપે છે અને દિકરી હસતા હસતા વિદાય લે છે. આ વિડીયો શેર કરતા નીતિન ગડકરી એ ટિવટ કર્યું હતું કે ૬ એરબેગવાળી ગાડી માં મુસાફરી કરી ને જિંદગી ને સુરક્ષિત બનાવો. જો કે આ જાહેરાત મુકતા જ તેની ઉપર સો.મિડીયા માં જોરદાર પ્રતિભાવો આવવા ના શરુ થઈ ગયા હતા. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી એ આ જાહેરાત દ્વારા કેન્દ્ર સરકાર સલામતી ના નામે દહેજ ની બદી ને પ્રોત્સાહન આપી રહી હોવા નો આરપ લગાવ્યો હતો. જ્યારે તૃણમુલ પ્રવક્તા સાકેત ગોયલ એ પણ કેન્દ્ર સરકાર ઉપર દહેજ ની બદી ને પ્રમોટ કરવા નો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ઘણા નામી-અન| મી સોશ્યિલ મિડીયા યુઝર્સો દ્વારા પણ આ જાહેરાત ને બકવાસ ગણાવતા દહેજ પ્રથા ને ઉત્તેજન આપતી આવી જાહેરાત ઉપર આપત્તિ વ્યક્ત કરતા સવાલ કર્યો હતો કે શું સરકાર પાસે રોડ સલામતિ અંગે વાત કરવા અન્ય બીજો કોઈ યોગ્ય રસ્તે ન હતો ?

Leave a Reply

Your email address will not be published.