અમેરિકા એ પાકિસ્તાન ને ૩.૫૮ હજાર કરોડ આપ્યા
પાકિસ્તાન ની આર્થિક હાલત આખા વિશ્વ માં નાદારી ના મારે ઉભેલા રાષ્ટ્ર ની છે. જેની ઉપર એફએટhએફ ના ગ્રે લિસ્ટ માં સામેલ હોવા ઉપરtત આતંકવાદ ની ફેક્ટરી મનાય છે. આ બધી વાસ્તવિકતાઓ છતા અમેરિકા એ પાકિસ્તાન ને ૩.૫૮ હજાર કરોડ ની આર્થિક સહાય કરી છે જે ભારત ની પીઠ માં ખંજર ભોંકવા સમાન મનાય છે. હજુ થોડા સમય અગાઉ જ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર એ માલદીવ્સ અંગે ની ચર્ચા માં બોલતા જણાવ્યું હતું કે દૂર સુદૂરનાદેશો (અમેરિકા અને યુરોપિયન દેશો) કરતા નજીક ના પાડોશીઓ વધુ ભરોસાપાત્ર હોય છે. દૂર ના દેશો ગમે ત્યારે પાના ફેરવી નાંખતા હોય છે. ભારતીય વિદેશમંત્રી ની વાત ને ચરિતાર્થ કરતા અમેરિકા એ ભારત ની પીઠ માં ખંજર ઉતારતા પાકિસ્તાન ને જંગી સહાય કરી છે. જો કે અમેરિકા એ આ પૈસા આપતા એવી સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન એરફોર્સને અપાયેલા ફાઈટ જેટ એફ-૧૬ ને અપગ્રેડ કરવા માટે આ સહાય આપવા માં આવી છે. જો કે ભારત માટે આ વાત જોખમી એટલા માટે છે કે ફાયટર જેટ એફ-૧૬ ના અપગ્રેડ બાદ પાકિસ્તાન ની હવાઈ શક્તિ માં વધારો થશે. આ અપગ્રેડેશન થી એફ ૧૬ ની રડાર અને ફાયરિંગ ક્ષમતા માં વધારો થશે. આ અગાઉ ૨૦૧૮ માં તત્કાલિન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ પાકિસ્તાન ની ૧૬ હજાર કરોડ ની સુરક્ષા સહાય કરી હતી. ત્યારે કારણ એમ આપ્યું હતું કે પાકિસ્તાન ની તાલિબાન અને હક્કાની નેટવર્ક જેવા આતંકવાદી સંગઠનો ને ખતમ કરવા માં નિષ્ફળ પૂરવાર થયેલ છે. જો કે ચાર વર્ષ બાદ બાયડન પ્રશાસને ફરી એક વાર પાકિસ્તાન ની આતંકવાદ વિરોધી ક્ષમતાઓ ને વધારવા અને સંરક્ષણ સહયોગ સારું કરવા ની જાહેરાત કરી હતી. પાકિસ્તાન પાસે ૮૫ એફ-૧૬ અમેરિકી ફાયટર જેટ પ્લેન્સ છે. જે પાછલા ઘણા વર્ષો થી ભારતીય વાયુસેના માટે કોઈ ચિંતાજનક બાબત ન હતી કારણ કે ૩૯ વર્ષ જૂની ટેકનલોજી અપગ્રેડેશન વગર કોઈ મહત્વ ના રહ્યા ન હતા. પરંતુ હવે આર્થિક સહાય થી અપગ્રેડેશન બાદ આ ફાયટર જેટ ની લડાયક ક્ષમતા માં અદ્વિતિય વધારો થઈ જશે જે ભારત માટે ચિંતાજનક બાબત છે. આથી જ અમેરિકા ના આ નિર્ણય ઉપર ભારત સરકારે કહ્યું હતું કે આનાથી બન્ને દેશો ની ક્ષમતા માં અસહજતા આવશે. ભારત સરકાર ને આશા છે કે યુ.એસ. ભારત ના સુરક્ષા હિતોનું ધ્યાન રાખશે.