અમેરિકા માં વકરતો જાતિવાદ
વિશ્વ આખા ને જાતિભેદ, વર્ણભેદ, રંગભેદ અને ધર્મનિરપેક્ષતા ઉપર ન માત્ર વ્યાખ્યાન આપતા પરંતુ અનેક નાના મોટા દેશો ની આંતરીક બાબતો માં આવા બહાના બતાવી ચંચૂપાત કરતા અમેરિકા માં જ દર વર્ષે કેટલાય ભારતીયો ને ભારતીય મૂળના અમેરિકનો આ જ દુષણો નો શિકાર બને ભારતીય મૂળ ના અમેરિકી કોંગ્રેસ વુમન (સા‘સદ) પ્રમિલા જયપાલ ને અશ્લિલ અને અભદ્ર ભાષા માં મોકલાયેલા આવા એક બે નહીં પરંતુ પાંચ-પાંચ ઓડિયો મેસેજ ખુદ પ્રમિલા એ જ શેર કર્યા છે. આવા મેસેજ મોકલનાર વ્યક્તિ મહિલા સાંસદ ને પોતાના વતન ભારત પરત ચાલ્યા જવા ની ધમકી આપી હતી. ગુરુવારે આ અમેરિકી કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલ એ પોતાના સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ઉપર આવા પાંચ મેસેજીસ શેર કર્યા હતા. ઓડિયો મેસેજ મોકલનાર અત્યંત અશ્લિલ અને અભદ્ર ભાષાપ્રયોગ કરતા વતન ભારત પરત ચાલ્યા જવા નહીતર ગંભીર પરિણામો ભોગવવા ની ધમકીઓ આપી રહ્યો હતો. અને સ્પષ્ટ રીતે ભારત વતન પરત જતા રહેવા ની ધમકીઓ આપતો હતો. આ ઓડિયો મેસેજ શેર કરતા
કરેલા ટિવટ માં પ્રમિલા જયપાલે લખ્યું મેં અહીં આ કરવા નું પસંદ કર્યું કારણ કે અમે હિંસા નેસ્વિકારી શકતા નથી. અમે જાતિવાદ ને પણ સ્વિકારી શકતા નથી જે આ હિંસા માં જ કારણરૂપ છે અને તેને પ્રોત્સાહન આપે જો કે હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. આ અગાઉ એપ્રિલ માં સિએટલ માં કોંગ્રેસ વુમન ના નિવાસ સ્થાન ની બહાર ઉભેલી એક વ્યક્તિ એ પિસ્ટલ બતાવી હતી. આ વ્યક્તિ ની ઓળખ બ્રેટ ફોર્સેલ (૪૯) થઈ હતી. જેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા વિશ્વભર માં પોતાના નાગરિકો ની સુરક્ષા પ્રશ્ન ખુબ આક્રમક રહે છે અને ગમે તેવા નાના-મોટા દેશો ઉપર આરોપો અને પ્રતિબ”ધો મુકતા ખચકાતુ નથી. જ્યારે અમેરિકા માં જ જાતિવાદી હુમલા માં કેટલાય ભારતીયો | (ભારતીય મૂળ ના અમેરિકનો) જાતિવાદી હિંસા નો શિકાર બને છે. પ્રમિલા જયપાલ ની ઘટના એટલા માટે પણ ચોંકાવનારી છે કે જો અમેરિકા માં એક કોંગ્રેસ વુમન ઉપર પણ આ પ્રકાર ની જાતિવાદી હિંસાના હુમલા થતા હોય તો પછી સામાન્ય નાગરિક ની શું ઘલત થતી હશે. અમેરિકા આ બાબતે કોઈ જવાબ આપશે ખરું?