કિંગ કોહલી ઈઝ બેક

ટીમ ઈન્ડિયા એશિયા કપ ની ફાયનલ માં પણ ના પહોંચી શકી. થોડા જ સમય માં રમાનારા ટી-૨૦વિશ્વકપ જીતવા ના સપના જોતી ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો માટે બેશક આ સમાચાર આઘાતજનક છે પરંતુ એક સારી બાબત એ પણ સામે આવી છે કે લાંબા સમય થી ફોર્મ માટે ઝઝુમતા વિરાટ કોહલી પરત ફોર્મ માં આવી ગયો છે. એશિયા કપ માં ધમાકેદાર બેટીંગ કરી ને ફરી ફોર્મ મેળવનાર ટીમ ઈન્ડિયા ના પૂર્વ કપ્તાન અને બેટ્સમેન વિરાટ કોહલી એ પોતાના બેટ દ્વારા પોતાના વિરોધીઓ ના મોં બંધ કરી દીધા છે. કોહલી એ ફોર્મ પરત મેળવતા જ આઈસ સી ની ટી-૨૦ રેન્કીંગમાં ૧૪ સ્થાનોનો મોટો કુદકો લગાવતા આ યાદી માં ૨૯ મા સ્થાને થી સીધો ૧૫ મા સ્થાને પહોચી ગયો છે. વિરાટ કોહલી એ એશિયા કપ ૨૦૨૨ માં કુલ ૨૭૬ રન ફટકારી ને ટીમ ઈન્ડિયા નો સર્વોચ્ચ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. એશિયા કપ માં વિરાટ ની શાનદાર, તેના જૂના ફોર્મ પ્રમાણે ની બેટીંગ અફઘાનિસ્તાન સામે ની મેચ માં જોવા મળી – આ મેચ માં તેણે માત્ર ૬ બોલ માં ૧૨ ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને ૨00 iNDIA રન ના સ્ટ્રાઈક રેટ થી ૧૨૨ રન ફટકાર્યા હતા. અફઘાનિસ્તાન સામે એશિયા કપ ની આ ઈન્ટરનેશનલ ક્રિકેટ માં વિરાટ કોહલી એ ફટકારેલી સેન્ચરી તેની ઈન્ટરનેશનલ ક્રિકેટ માં ૭૧ મી સેન્ચરી હતી. આજ સુધી માં વિરાટે આંતર રાષ્ટ્રીય ટેસ્ટહ માં ૨૭, વન-ડે માં ૪૩ અને ટી-૨૦ માં પ્રથમ સદી ફટકારી છે. આમ કોહલી એ ઓસ્ટ્રેલિયા ના પૂર્વ કપ્તાન રિકી પોન્ટીંગ ના આંતરરાષ્ટ્ર ય ૭૧ સદીઓ ફટકારવા ના રેકર્ડ ની બરાબરી કરી લીધી હતી. રિકી પોન્ટિંગ એ ટેસ્ટ માં ૪૧ અને વન-ડે ૩૦ માં સદી ફટકારી હતી. જો કે પોન્ટિગ એ આ કિર્તીમાન માટે ૬૬૮ ઈનિંગ્સ રમી હતી. જ્યારે કિંગ કોહલી એ આ કિર્તીમાન પેપર ઈનિંગ્સ રમી મેળવ્યો છે. હવે કોહલી થી આગળ માત્ર એક બેટ્સમેન છે. જેને ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખાય છે તેવા ભારત ના શાનદાર પૂર્વ ક્રિકેટર સચિને પોતાની કારકિર્દી માં ૧૦૦ ઈન્ટરનેશનલ સેન્યૂરી ફટકારી હતી જે પૈકી ટેસ્ટ માં ૫૧ સદી અને વન-ડે માં ૪૯ સદીઓ સામેલ છે. આ ઉપરાંત કોહલી એ ટિવટર ઉપર પણ અનોખો રેકર્ડ બનાવ્યો છે. ૫ કરોડ ફોલોઅર્સ ધરાવતો તે વિશ્વ નો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.