કિમ ની ખુલ્લી ધમકી
વિશ્વ ના માટે ખતરારુપ બની ગયેલા નોર્થ કોરિયા ના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન એ પોતાના દેશ ને પરમાણુ શક્તિ ધરાવતો દેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત એક નવો કાયદો બનtવી ને જાહેર કર્યું છે કે અમે અમારા દેશ ના રક્ષણ માટે કોઈ ની ઉપર પણ પરમાણુ હુમલો કરવા માટે મુક્ત છીએ. પોતાની આવી હરકતો થી હિમે આખા વિશ્વ ને ચિંતા માં મુકી દીધું છે. આમ પણ કિમ જોંગ ઉન ની છાપ એક માથા ફરેલ શાસક ની છે. પોતાના દેશ ને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર જાહેર કરતી વખતે જ તેણે કહ્યું હતું કે અમારી ઉપર સો વર્ષો સુધી પ્રતિબંધો રહે તો પણ અમને કોઈ વાંધો નથી, પરંતુ અમે અમારા પરમાણુ પ્રયોગો હરગીઝ અટકાવવા ના નથી. નોર્થ કોરિયા નિયમિત સમયાંતરે બેલેસ્ટિક અને અન્ય મિસાઈલો અને બીજા શસ્ત્રો નું પરિક્ષણ કરતું રહે છે જેના થી સાઉથ કોરિયા અને જાપાન ને ખતરો રહે છે. થોડા વર્ષો અગાઉ કિમ જોન ઉન થોડાક નરમ પડ્યા હતા. અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના સમય માં નોર્થ કોરિયા અને કિમ જોંગ ઉન નો પ્રશ્ન ઉકેલાઈ જવા ની આશા જન્મી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે ત્રણ-ત્રણ મિટીંગો પણ થઈ હતી. એક વખત તો અચાનક યોજાયેલી મુલાકાત વખતે સાઉથ કોરિયા ની ધરતી ઉપર થી નોર્થ કોરિયા ની જમીન ઉપર પગ મુક્યો હતો અને કિમ સાથે મુલાકાત કરી હતી. આમ નોર્થ કોરિયા ની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ના એક માત્ર પ્રમુખ બન્યા હતા. | આ બધા જ સમયે કિમ નોર્થ કોરિયા ઉપર લગાવાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવા ની માંગ કરતા હતા. જો કે કિમ નો કોઈ ભરોસો ન હતો. આથી નક્કર સમજૂતિ ઉપર હસ્તાક્ષર ના થાય ત્યાં સુધી ટ્રમ્પ માત્ર ગોળ ગોળ વાતો કરતા રહ્યા પરંતુ ટ્રમ્પ ની વિદાય બાદ બાયડન પ્રશાસન કિમ જોંગ ઉન ને ગણકારતા જ નથી. આથી હવે કિમ જોંગ ઉન એ પ્રતિબંધો હટવા ની આશા છોડી ને 100 વર્ષ પ્રતિબંધો રહે તો પણ આણ્વીક કાર્યક્રમ માં થી પાછા નહીં હટવા ની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત નોર્થ કોરિયા અને તેના સરમુખત્યારી શાસક કિમ જોંગ ઉન ને ડર છે કે અમેરિકા સાઉથ કોરિયા કે અન્ય મિત્ર દેશો ની મદદ થી નોર્થ કોરિયા માં જ કિમ ની હત્યા કરાવી શકે છે, હવે તો ડ્રોન મારફતે પણ કોઈ મોટો હુમલો થઈ શકે છે. આ અગાઉ અમેરિકા એ ઈરાક માં ઈરાન ના મિલિટરી કમાન્ડર કસમ સુલેમાની ની અને અફઘાનિસ્તાન માં રાજધાની કાબુલ માં જ અલ કાયદા ના સુપ્રિમો અયમાન અલ વાહરી ની ડ્રોન હુમલા થી હત્યાઓ કરાવી નાંખી છે. આ સંભાવનાને તેના નોર્થ કોરિયા ની સરકારે જાહેર કર્યું છે કે જો કિમ જોંગ ઉન ની હત્યા થઈ જાય તો નોર્થ કોરિયા પળવાર નો પણ વિલંબ કર્યા વગર અમેરિકા ઉપર પરમાણુ હુમલો કરી દેશે. કિમ જોંગ ઉન એ પોતાના ન્યુક્લિયર ડોકિટુન નો કન્ટ્રોલ પોતાના વિશ્વાસુ ને સોંપી રાખ્યો છે. કિમ ની ખાલી ધમકી ને હળવાશ થી લઈ શકાય નહીં. વળી તેની પાસે અમેરિકા સુધી વાર કરી શકે તેવી મિસાઈલો તેણે અગાઉ થી જ વિક્સવી ને પરિક્ષણો કરેલા છે. જો કે કિમ ઓંગ ઉન અમેરિકા સામે આટલી હદે બાથ ભીડી શકે છે તેનું મુખ્ય કારણ તેને મળતો રહેલો ચીન નો સહકાર છે. ચીન નોર્થ કોરિયાને તમામ પ્રકાર ની સહાય કરે છે. એ વાત તો સ્પષ્ટ છે કે ચીન ના સહકાર વગર કિમ જોંગ ઉન પરમાણુ પ્રયોગો કે અદ્યતન મિસ uઈલો નું પરિક્ષણ કરી શકે તે વાત જ અસંભવ છે. આ અધુરુ હતું ત્યાં હવે રશિયા પણ નોર્થ કોરિયાની પડખે આવીને ઉભુ છે. રશિયા-યુક્રેન યુધ્ધ નો સાતમો મહિનો ચાલી રહ્યો છે. રશિયા એ આ યુદ્ધ માં મોટી ખુંવારી વેઠવી પડી છે, પરંતુ હવે રશિયા માટે આ યુદ્ધ માં થી પીછેહઠ કરવું તે તેની ઈજજત નો સવાલ બની ગયો છે. આ દરમ્યિાન શસ્ત્ર પૂરવઠો પણ ખૂટવા આવ્યો છે. આવા સંજોગો માં નોર્થ કોરિયા એ રશિયા ને હથિયારો ઉપરાંત જરુર પડે તો સૈન્ય પણ પુરુ પાડવા ની ઓફર કરી હતી. અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ જાહેર કરાયું હતું કે રશિયા એ નોર્થ કોરિયા પાસે થી અબજો ડોલર ની કિંમત ના રોકેટો અને અન્ય શસ્ત્ર સરંજામ જંગી માત્રા માં ખરીદ્યો છે. એવી વાત પણ | સામે આવી છે કે નોર્થ કોરિયા એ પોતાના એક લાખ સૈનિકો ને યુક્રેન સામે લડવા રશિયા મોકલવા નું છે. આમ નોર્થ કોરિયા ને હવે અમેરિકા સામે બે મોટા અને મહત્વ ના, તદુપરાંત અમેરિકા વિરોધી પાડોશી દેશો ચીન અને રશિયા નું પીઠબળ મળી ગયું છે. આમ અમેરિકા, નોર્થ કોરિયા, ચીન અને રશિયા ની ધરી બની ચૂકી છે. આ જ કારણે કિમ જોંગ ઉન હવે નોર્થ કોરિયા સ્વબચાવ માં કોઈપણ દેશ ઉપર પરમાણુ હુમલો કરવા ની ધમકી આપી રહ્યા છે.