કોણાર્ક સૂર્યમંદિર માં થી રેતી કઢાશે
ભારત ના સુપ્રસિધ્ધ અને લગભગ ૮ સૈકા પુરાણા કોણાર્ક ના સૂર્યમંદિર માં ૧૦૦ વર્ષો પૂર્વે અંગ્રેજો એ ભરેલી રેતી બહાર કાઢવા ની કામગિરી ગત મંગળવાર થી શરુ કરી દેવા માં આવી છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એ મંગળવારે કોણાર્ક સૂર્યમંદિર ના જગમોન ઓડિટોરિયમ માં થી રેતી કાઢવા ની શરુઆત કરી દીધી હતી. એએસઆઈ ના જણાવ્યા પ્રમાણે મંદિર ની દિવાલો ઉપર રેતી દબાણ સર્જી રહી હતી, જેના કારણે દિવાલો માં તિરાડો પડતી હતી. ભૂવનેશ્વર વર્તુળ ના એએસઆઈ સુપ્રિટડેન્ટ અરુણ મલિક ના જણાવ્યા પ્રમાણે રેતી કાઢવા નુ શરુ કરતા અગાઉ અહી ભૂમિપૂજન કરાયું હતું. રેતી કાઢવા ના કાર્ય માં ત્રણ વર્ષ નો સમય લાગી શકે છે. મંદિર ના હયાત માળખા ને નુકશાન ન થાય અને દિવાલો માં પડેલી તિરાડો થી મંદિર ને કોઈ નુક્શાન ના થાય તે માટે છેલ્લા બે વર્ષો થી નિષ્ણાંતો ની સલાહ લેવા માં આવતી હતી. હવે ચાર દરવાજાઓ માં થી રેતી કાઢચા બાદ ગર્ભગૃહ માં થી રેતી ખાલી કરાશે જેથી પછી લોકો દર્શનાર્થે આવી શકે. ટેકનિકલ સહાય અને બીડીઆર નિર્માણ પ્રાઈવેટ લિમિટેડ ને કોન્ટ્રાક્ટ અપાયો છે. જો કે રેતી કાઢવા નું કામ તો એએસઆઈ કર્મચારીઓ જ કરશે. ૧૩ મી સદી માં અર્થાત ૮૦૦ વર્ષ અગાઉઆ મંદિર ગંગા વંશ ના નરસિંહ દેવ એ સૂર્ય ભગવાન ની પૂજા માટે બનાવ્યું હતું. મંદિર બનાવવા ૧૨૦૦ કારીગરો એ ૧૬ વર્ષ સુધી કામ કર્યું હતું. જો કે મંદિર નો મુખ્ય પ્રમુખ નાટ્ય મંડપ તો અગાઉ જ નાશ પામ્યો હતો. હવે જગમોહન ઓડીટોરિયમ બાકી છે. ગુલામી કાળમાં બ્રિટીશ સરકારે ૧૯૦૦-૧૯૦૩ ના સમય માં આ મંદિર ને બચાવવા ની જવાબદારી લીદી અને મંદિર માળખા ને ટેકો આપવા ઓડિટોરીયમ ને રેતી થી પુરી દીધું. જો કે હવે આ રેતી ના કારણે દિવાલો માં તિરાડો પડવા નું ધ્યાન માં આવતા ૨૦૨૦ માં ભારત સરકારે રેતી કાઢવા નો નિર્ણય લીધો હતો. રેતી ભરવા -નો નિર્ણય એવું વિચારી ને લેવા માં આવ્યો હતો કે તેના થી છત ના વજન ને સંભાળવા માં ટેકો મળી રહેશે. પરંતુ એના થી વિપરીત બનતા રેતી નીચે બેસી ગઈ અને દિવાલ માં તિરાડ પડવા લાગી. હવે રેતી બહાર કાઢતી વખતે ઈમારત ને સુરક્ષિત કેમ રાખવી તે યક્ષ પ્રશ્ન છે. ઓડિટોરીયમ ની અંદર ૧૪ ફૂટ ઉંચાઈ એ રેતી છે. આ રેતી ને કાઢતા સમયે છત ને કામચલાઉ ટેકો પણ આપવો પડશે. આથી નિષ્ણાંતો ની સલાહ અને માર્ગદર્શન હેઠળ આ ૮૦૦ વર્ષો પુરાણા મંદિર માં ૧૦૦ વર્ષો પૂર્વે ભરેલી રેતી બહાર કાઢવા નું કામ શરુ થઈ ગયું છે.