કોરોના બાદ હવે પોલિયો ?

સમગ્ર વિશ્વ કોરોના મહામારી ની વસમી આડઅસરો માં થી હજુ પૂર્ણ સ્વરુપે બહાર પણ નથી આવ્યું અને હવે અમેરિકા ના ન્યુયોર્ક માં એક દાયકા બાદ પોલિયો નો કેસ સામે આવ્યા બાદ કટોકટી ની સ્થિતિ જાહેરકરાવી દેવાયા હતા. અમેરિકા Patient developed માં કોરોના મહામારી બાદ બીજુ સંક્રમણ ફેલાવા નો ખતરો વધી ગયો છે. ન્યુયોર્કમાં એક દાયકા બાદ પોલિયો નો કેસ નોંધાયા બાદ આ હાઈ એલર્ટ જારી કરી દેવાયું છે. ન્યુયોર્ક માં તાજેતરમાં જ એક વ્યક્તિ માં પોલિયો ના લક્ષણ જણાયા હતા. પરીક્ષણો બાદ પોલિયો નો કેસ કન્ફર્મ થતા તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું હતું. ત્યાર બાદ શહેર ની ગટરો માં પોલિયો ના વાયરસ નું પરીક્ષણ કરવા માં આવ્યું હતું. જો કે તેના પરિણામો એ સૌ ને ચોંકાવ્યા હતા. આ સેમ્પલો પોઝીટીવ આવતાન્યુયોર્કમાં તાત્કાલિક કટોકટી જાહેર કરાઈ હતી અને તમામ આરોગ્ય અધિકારીઓ ને હાઈ એલર્ટ ઉપર રખાયા હતા. આરોગ્ય વિભાગે પણ એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું હતું કે પોલિયો વાયરસ એ એક દાયકા બાદ ફરી દેખા દીધી છે. તેના વાયરસ ઘાતક પણ સાબિત થઈ શકે છે. જો હજુ પણ બેદરકારી દાખવવા માં આવી તો આવનારા સમય માં લોકોના મોત પણ થઈ શકે છે. ન્યુયોર્ક ના ગવર્નર કેવી હોશુલે ન્યુયોર્ક ની પોલિયા રસીકરણ ઝુંબેશને યુધ્ધ ના ધોરણે ચલાવવા ના આદેશો આપી દીધા છે. પોલિયો વાયરસ | સામાન્ય રીતે બાળકો ને અસર કરે છે તેને માત્ર રસી ની મદદ થી નિયંત્રીત કરી શકાય છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે જો કે હજુ સુધી માત્ર એક જ કેસ નોંધાયો છે પરંતુ તેની તરફ આકસ્મિક વલણ અપનાવવું જોખમ ભરેલું ગણાશે. કારણ કે નવા વર્ષ બાદ ફરી પોલિયો નો એક કેસ નોંધાયો છે. લોકો ને પણ અપીલ કરવા માં આવી છે કે તમે બાળક ને પોલિયો ની રસી નથી અપાવી અથવા તો તમે આ બિમારી થી અપડેટ નથી થયા તો ચોક્કસપણે ખતરો ઘણો મોટો છે. આપણે પોલિયો અંગે કોઈ પણ જોખમ ના લઈ શકીએ. પોલિયો રસીકરણ ઝુંબેશ યુદ્ધ ના ધોરણે ચાલુ કરાવ્યા બાદ એવો અંદાજો રાખવા માં આવી રહ્યો છે કે હાલ માં દાખલ કરાયેલી કટોકટી ૯ મી ઓક્ટોબરે ઉઠાવી લેવા માં આવશે કારણ કે ત્યાં સુધી માં ૯૦ ટકા નું રસીકરણ થઈ ચુક્યુ હેશે.

Leave a Reply

Your email address will not be published.