ક્વિન એલિઝાબેથ-૨ નું નિધન

બ્રિટન ના મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતિય નું ૯૬ વર્ષ ની ઉંમરે બાલમોરલ કેસલ ખાતે દુઃખદ નિધન થયું હતું. તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ તેમની પત્ની કેમિલા પાર્કર અને પ્રથમ પત્ની દિવંગત લેડી ડાયના ના બન્ને સુપુત્રો પૈકી પ્રિન્સ વિલિયમ પોતાની પત્ની સાથે બાલમેરલ કેસલ પહોંચી ગયા છે જયારે પ્રિન્સ હેરી સ્કોટલેન્ડ પહોંચી રહ્યા છે. બ્રિટન ના મહારાણી એલિઝાબેથ દ્વિતિય છેલ્લા થોડા સમય થી બિમાર અને ડૉક્ટરો ની દેખરેખ હેઠળ હતા. આથી જ હાલ માં જ બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પોતાનું રાજીનામુ આપતા અને નવા વડાપ્રધાન લિઝ ટુસ પોતાની નિમણુંક પત્ર લેવા સ્કોટલેન્ડ ના બાલમોરલ કેસલ ગયા હતા. સામાન્ય રીતે આ વિધિ ક્વિન ના સત્તાવાર નિવાસસ્થન બકિંગહામ પેલેસ ખાતે યોજાતી હોય છે. પરંતુ ક્વિન એલિઝાબેથ ની નાદુરસ્ત તબિયત ના કારણે પ્રવાસ કરી શકે તેમન ના હોવાથી આ સમારોહ બાલમોરલ કેસલ ખાતે યોજાયો હતો. આ સમારોહ માં લિઝ ટુસ સાથે સસ્મિત વદને પડાવેલો ફોટો હવે યાદગાર સંભારણું બની ગયો છે. તે દિવસે રાત્રે જ તેમની તબિયત લથડી હતી. આખરે ૯૬ વર્ષ ની આયુ બાદ ૯ મી સપ્ટે. ૨૦૨૨ ના તેમનું દુઃખદ નિધન થયું

હતું. બ્રિટન ની રાજવી પરંપરા અનુસાર હવે તેમના ૭૪ વર્ષીય પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ની કિંગ તરીકે તાજપોશી કરવા માં આવશે. લંડન ના એન્ટ જેમ્સ પેલેસ માં વરિષ્ઠ સાંસદો, વરિષ્ઠ અધિકારીઓ તથા મેયર ની હાજરી માં પ્રિન્સ ચાર્લ્સ તે હવે ઔપચારિક રુપે કિંગ જાહેર કરવા માં આવશે. જ્યાર બાદ પ્રિન્સ ચાર્લ્સ માત્ર બ્રિટન ના જ ( ૧ કિંગ નહીં પરંતુ કેનેડા, – ન્યુઝિલેન્ડ સહિત ૧૪ દશો ના પણ કિંગ બની જશે. ક્વિન એલિઝાબેથ દિતિય ના પિતા કિંગ જ્યોર્જ-૬ ના અવસાન બાદ માત્ર ૨૫ વર્ષ ની ઉંમરે ક્વિન બન્યા હતા. તેમણે ૭૦ વર્ષ શાસન કર્યું હતું. આ દરમ્યિાન બ્રિટન સહિત વિશ્વભર માં ઘણા વડાપ્રધાનો અને સરકારો આવી અને ગઈ. તેમના સાત દાયકા ના શાસન દરમ્યિાન ક્વિન એલિઝાબેથ ૧૯૭૧, ૧૯૮૩ અને ૧૯૯૬ માં ભારત ના પ્રવાસે આવ્યા હતા. તેમની અંદાજીત કુલ સંપત્તિ ૩૩.૩૬ અબજ રૂા.થી પણ અધિક છે. રાણી ની સંપત્તિ માં ભારત ના કોહિનુર હિરા સહિત ઘણી કિંમતી કલાકૃતિઓ, હિરા-ઝવેરtત, કિંમતી લકઝરી કાર કલેક્શન, ઘોડાઓ અને શાહી સ્ટેમ્પ કલેશન નો સમાવેશ થાય છે. રોયલ કલેક્શન માં ૧૦ લાખ થી અધિક કલાક તિઓ છે જેનું અંદાજીત મુલ્ય ૧૦ટ્રિલિયન રૂ. જેટલું થાય છે.

Leave a Reply

Your email address will not be published.