ખામ બાદ હવે બદમ થિયરી

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાત માં સૌ રાજકીય પક્ષો પોતપhતાની રીતે તૈયારીઓ માં જોતરાઈ ગયા છે. ત્યારે મૃતપ્રાય બનેલી કોંગ્રેસે ફરી એકવાર ખેલેલો દાયકાઓ જૂનો જાતિવાદ નો ભોરીંગ બહાર કાઢચો છે. ગુજરાત માં ચાલુ વર્ષે નવેમ્બર માસ માં વિધાન સભા ની ચૂંટણીઓ યોજાવા ની છે ત્યારે રાજય માં ૨૭ વર્ષો થી સત્તાસ્થાને બિરાજેલા ભાજપને હરાવવા કોંગ્રેસ અને આપ પાર્ટીઓ પોતાનું એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. દિલ્હી માં ભ્રષ્ટાચાર ની ખાણ સમી દારુનીતિ, ૨૦૦ સ્કુલો અને કોલેજો ના વાયદા બાદ એક પણ નવી શાળા ના ખોલી શકનાર અને જેમના અડધો ડઝન મંત્રી અને વિધાયકો જેલ માં સબડે છે એ બસ ખરીદી કૌભાંડ અને મહોલ્લા ક્લિનીક ની નિષ્ફળતા અને ૨૦૧૯ સુધી માં દિલ્હી માં દરેક ઘર ના પીવા ના સ્વચ્છ પાણીનો વાયદો પણ પૂરો ના કરી શકનાર કેજરીવાલ પોતે, પોતાની જાત ને જ કટ્ટર ઈમાનદાર ગણાવતા ગુજરાત માં પણ મફત ની રેવડીઓ ખેંચવા નીકળી પડ્યા છે. પરંતુ તેઓ એ ભૂલી ગયા છે કે આ ગુજરાત છે. દિલ્હી કે પંજાબ નહીં. પરંતુ તેઓ આ નરેન્દ્ર મોદી ના ગુજરાત માં પણ અત્યાર સુધી માં મફત માં રેવડી વહેંચવા ની શરુ કરતા આવી નવ જાહેરાનાં કરી ચુક્યા છે. ત્યારે એમના વાદે ચણા ઉપાડતા કોંગ્રેસ એ પણ ૮ રેવડીઓ વહેંચવા ની જાહેરાતો કરી દીધી છે. જો કે આ વખતે કોંગ્રેસ એ ગુજરત માં વિધાનસભા ની ચૂંટણી ની વૈતરણી પાર કરવા જૂની ખામ થિયરી ની જગ્યા એ નવી થિયરી જાહેર કરી છે. આજ સુધી ના ગુજરાત ના ઈતિહાસ માં વિધાનસભા ની ૧૪૯ બેઠકો જીતવા નો ૧૯૯૭ નો તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.માધવસિંહ સોલંકી નો રેકોર્ડ ને તોડવા અને સત્તા કજે કરવા હવે બક્ષીપંચ સમાજ, આદિવાસી, દલિત અને માઈનોરિટી નો સાથ લઈ ને રણનીતિ બનાવી છે. જો કે કોંગ્રેસ એ ભૂલી જાય છે કે ૧૯૮૦ અને ૨૦૨૨ ના આ ૪૨ વર્ષો ના સમયગાળા માં સાબરમતી માં ઘણા પાણી વહીગયા છે. ૧૯૮૦માં માધવસિંહ સોલંકી એ ખામ થિયરી ચલાવી હતી. ખામ થિયરી અર્થાત ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને Gujar મુસ્લિમ. આમ ખામ થિયરી થી ૧૯૮૦ મા જીતેલી ૧૮૨ માં થી ૧૪૯ બેઠકો ઉપર વિક્રમી વિજય ને ગુજરાત માં ત્રણ ત્રણ વાર એકહથ્થુ સત્તા અપાવનાર નરેન્દ્ર મોદી પણ તોડી શક્યા ન હતા. જે વિક્રમ આજે પણ અતૂટ છે. જો કે હવે ૨૦૨૨ માં કોંગ્રેસ એ જ જૂની તર્જ ઉપર બદમ થિયરી લાગુ કરવા માંગે છે. બદમ થિયરી અર્થાત – બી. એ.ડી.એમ. એટલે કે બક્ષીપંચ, આદિવાસી, દલિત અને માઈનોરીટી (મુસ્લિમ). જો કે કોંગ્રેસ એ વાત ભૂલે છે કે ૪૨ વર્ષો અગાઉ મતદાતા આટલો જાગૃત ન હતો. તેમ જ તે વખતે સોશિયલ મિડીયા નું અસ્તિત્વ જ ન હતું. અત્યારે તો રાહુલ ગાંધી કર્ણાટક માં વિદેશી ટી-શર્ટ પહેરે તેમાં એક કલાક માં આ સમાચાર કાશિમર થી કન્યાકુમારી અને કચ્છ થી અરુણાચલ પ્રદેશ તો ઠીક વિશ્વભર માં વસતા ભારતીયો સુધી પહોંચી જાય છે. આમ ખામ થિયરી ની ૧૯૮૦ વખત ની સ્થિતિ કરતા આ વખતે કોંગ્રેસ ના મુસ્લિમ at મતો તોડવા આપ પણ સજ્જડ પેંતરાબાજી કરશે તેમ જ મ્યુ.કોર્પોરેશન ની ચૂંટણી માં આવી ચૂકેલી એઆઈએમઆઈએમ ના ઓવૈસી પણ વિધાનસભા ની ચૂંટણી માં આવી શકે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published.