ગડકરી ને કોંગ્રેસ નું આમંત્રણ

હાલ ની કેન્દ્ર સરકાર માં મોદી સરકાર ૧ અને ૨ બન્ને માં પોતાનું મંત્રાલય જાળવી રાખનાર નીતિન ગડકરી ના માર્ગ અને મકાન કાર્યાલય ની કાર્યક્ષમતા ના વિરોધીઓ પણ વખાણ કરે છે. જો કે હાલ માં જ ગડકરી ના નારાજ હોય તેવા નિવેદનો અને ભાજપાની રાષ્ટ્રીય સમિતિ માં થી ગડકરી ની રુખસદ થી પાં ૨સાયે લા મહારાષ્ટ્ર કોંગ્રેસ ના નેતાઓ ગડકરી ને કોંગ્રેસ માં જોડાવા આમંત્રણ આપ્યું કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી એ અગાઉ એવું નિવેદન કરી ને હલચલ મચાવી હતી કે અગાઉ જનસેવા કરવા માટે સત્તા મેળવવા હરિફાઈ થતી હતી. હવે તો માત્ર પૈસા ખાતર જ સત્તાની સાઠમારી થાય છે. આ સાથે જ પોતે રાજકારણ માં થી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા નું પણ જણાવ્યું હતું. થોડા સમય બાદ ભાજપા એ પોતાના પાર્લામેન્ટરી બોર્ડ માં થી નીતિન ગડકરી ને પડતા મુક્યા હતા. આવી પરિસ્થિતિ નો લાભ ઉઠાવવા મહારાષ્ટ્ર કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે એ ચકચારી નિવેદન આપતા કહ્યું હતું કે નીતિન ગડકરી ભાજપા માં નારાજ જોવા મળી રહ્યા છે. ત્યાં જે સ્થિતિ ચાલી રહી છે તેમના માટે સારી નથી. અમે તેમને ભાજપા છોડી ને કોંગ્રેસ માં જોડાવા આમંત્રણ પાઠવી એ છીએ. તેઓ અમારી સાથે જોડાય તો અમે ખુલ્લા દિલે તેમને આવકારીશું અને તેમને પૂર્ણ સમર્થન આપીશું. અકોલા માં પત્રકારો સાથે વાતચીત કરતા પટોલે એ કહ્યું હતું કે કોંગ્રેસ લોકતા’ત્રિક પાર્ટી છે !!! અમારા કોઈ પણ પદાધિકારી નેતા ને બોલવા નો પુરો અધિકાર છે. પંરતુ ભાજપા માં આમ નથી. નીતિન ગડકરી ની જે હાલત પાર્ટી માં જણાઈ રહી છે તેને યોગ્ય કહી ના શકાય. આથી તેઓ ટૂંક સમય માં નીતિન ગડકરી સાથે અંગત મુલાકાત કરવા ના છે અને તેમને કોંગ્રેસ માં જોડાવા નું આમંત્રણ આપવા ના છે. કોંગ્રેસ માં અધ્યક્ષપદ અંગે સવાલ ઉઠાવનારા વરિષ્ઠ નેતાઓ ના સમુહ ને જી-૨ ના સભ્યો ગણાવી હાંસિયા માં ધકેલી દેવાયા બાદ પીઢ નેતાઓ પૈકી કપિલ સિબ્બલ અને હાલ માં જ ગુલામ નબી આઝાદ કોંગ્રેસ છોડી ચુક્યા છે જે સર્વવિદિત

Leave a Reply

Your email address will not be published.