ટી-૨૦ વર્લ્ડ કપ ટીમ

બીસીસીઆઈ એ ૨૦૨૨ ની ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા ના ખેલાડીઓ ના નામ ની જાહેરાત કરી દીધી છે. ટી-૨૦ વર્લ્ડ કપ નો પ્રારંભ ઓસ્ટ્રેલિયા માં ૧૬ મી ઓક્ટોબરે થશે જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ ૨૩ મી ઓક્ટ 89 ‘બરે પાકિસ્તાન સામે રમશે. જો કે વર્ડકપ અગાઉ ના એક મહિના માં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ પણ રમનારી છે. ટીમ ઈન્ડિયા માં કપ્તાન રોહિત શર્મા ની આગેવાની હેઠળ ની ટીમ માં બેટ્સમેન માં ખુદ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ નો સમાવેશ કરાયો છે. જ્યારે વિકેટ કિપર તરીકે દિનેશ કાર્તિક અને રિષભ પંત નો સમાવેશ થયેલ છે. આ ઉપરાંત સ્પિન ઓલરાઉન્ડર ની શ્રેણી માં અક્ષર પટેલ, દિપક હુડ્ડા અને રવિચંદ્રન અશ્વિન સ્થાન મેળવેલ છે. જ્યારે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માં ઘર્દિક પંડયા એ જગ્યા બનાવી છે. આ ઉપરાંત સ્પેશ્યિાલિસ્ટ ફાસ્ટ બોલર્સ માં જશપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, ભૂવનેશ્વરકુમાર તેમજ અર્શદિપ સિંગ સામેલ છે. જ્યારે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે યજુવેન્દ્ર ચહલ ને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત રિઝર્વ – સ્ટેન્ડ બાય ખેલાડીઓ માં મોહમ્મદ સામી, શ્રેયસ ઐય્યર, રવિ બિસ્નોઈ અને દિપક ચહર ને પણ સમાવાયા છે. આ યાદી માં સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે ટી-૨૦ વર્લ્ડકપ માં ગુજરાત ના ચાર-ચાર ખેલાડીઓ રમશે. જે પૈકી હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ પસંદગી પામ્યા હતા. આ કદાચ કોઈ પણ વિશ્વ કપ ની મેચ માં મહત્તમ ગુજર તી ખેલાડીઓ નો વિક્રમ પણ છે. જો કે આ વિશ્વ કપ ની ટીમ માં અન્ય એક ગુજરાતી ક્રિકેટર ની ખોટ સૌ ને ખૂબ સાલશે જે છે સર જાડેજા, રવિન્દ્ર જાડેજા તેના ઘૂંટણ ની ઈજા ના કારણે ટીમ માં થી બહાર છે. તેની જગ્યા એ અક્ષર પટેલ ને ચાન્સ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.