ટ્રમ્પ ના ઘરે દરોડા
માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વભરમાં હાલ ના રાજકીય શાસકો પોતાના પૂર્વ શાસકો સામે પોતાની ગુપ્તચર એજન્સી લગાવી દરોડા પડાવે છે. પછી તે મોદી સરકાર ની ઈડી દ્વારા રાહુલ-સોનિયા ની પૂછપરછ હોય કે શાહબાઝ શરીફ ની ઈમરાન ખાન સામે શરુ થયેલી ભ્રષ્ટાચાર ની તપાસ હોય કે પછી બાયડન શાસન માં ટ્રમ્પ ના ફ્લોરિડાના માર એ લાગો નિવાસસ્થાને એફબીઆઈ ની રેડ હોય. અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડિ ટ્રમ્પ આવનારા પ્રમુખપદ ની ચૂંટણી માં ફરી ઝંપલાવવા ની તૈયારીઓ કરી રહ્યા હોવા નું તો સૌ જાણે છે. ઓગસ્ટ માસ માં અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈ એ પૂર્વ રાષ્ટ્રપતિ ના ફલોરિડા સ્થિત માર એ લાગો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં કોર્ટ ના રેકર્ડ મુજબ ૧૧ હજાર થી વધુ સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યાં ના મિડીયા રિપોટfસ પ્રમાણે જપ્ત કરાયેલા ઘણા દસ્તાવેજો ટોપ સિક્રેટ યુ.એસ. ઓપરેશન્સ સંબંધિત છે જેને ટોપ સિક્રેટ ક્લિયરન્સ ઉપરાંત ક્લિયરન્સ ની જરુરત હોય છે. અમેરિકન ગુપ્તચર એજન્સી આ દસ્તાવેજો ના વર્ગીકરણ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા માટે સંભવિત જોખમ નું મુલ્યાંકન કરી રહી છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ માં પ્રકાશિત થયેલા એક અહેવાલ માં જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન એફબીઆઈ ને વિદેશી સરકાર ની પરમાણુ ક્ષમતાઓ સહિત સૈન્ય સુરક્ષા ની માહિતી ધરાવતો દસ્તાવેજ મળ્યો છે. મિડીયા રિપોર્ટ માં મામલા સાથે જોડાયેલા લોકો ને ટાંકી ને કહેવા માં આવ્યું છે કે દસ્તાવેજો કઈ સરકાર ના છે તેની ઓળખ જાહેર કરાઈ નથી. અન્ય એક રિપોર્ટ પ્રમાણે એફબીઆઈ ટ્રમ્પ ‘ના ઘરે થી દરોડા દરમ્પિાન જે દસ્તાવેજો લઈ ગઈ તેમાં ફ્રાન્સ ના રાષ્ટ_પતિ ઈમેન્યુઅલ મેક્રોંન ના અંગત જીવન સાથે જોડાયેલી તસ્વીરો અને જાણકારી પણ સામેલ છે. આ દસ્તાવેજો ની ફાઈલ ઉપર ઈન્ફો રીઃ પ્રેસિડેન્ટ ઓફ ફાન્સ લખેલું છે જેમાં મેકોન ના અંગત જીવન ની એકાંત પળો ની જોડાયેલી માહિતી છે. ટ્રમ્પ શાસનકાળ માં શરુઆત માં તો ટુમ્મ-મેક્રોન વચ્ચે સુમેળભર્યા સંબંધો હતા પરંતુ ૨૦૧૮ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં મેકોને કરેલી અમેરિકન નીતિઓ ની ટીકા બાદ સંબંધો વણસ્યા હતા. એક પ્રસંગે ટુપે નાટો એલાયન્સ ને મેકોન એ બ્રેનડેડ કહેતા ટ્રમ્પ તેમને ખૂબ જ ખરાબ વ્યક્તિ ગણાવ્યા હતા. મેક્રોન ની ફાઈલ નો રિપોર્ટ જાહેર થતા જ ફ્રાન્સ ની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ચુકી છે અને ગમે તે ભોગે આ જાણકારી પરત મેળવવા માટે સક્રિય થઈ ચુકી છે.