દાદીમા ના નુસખાં

– વડના લીલા પાંદડાના અડધી ચમચી રસને પાણીમાં નાંખી તેના કોગળા કરો. પથ્થ-અપથ્થ: ખાટા, વધુ ઠંડા તથા કડવા પદાર્થો ખાવા જોઈએ નહીં, ગરમ પદાર્થો પણ ખાવા નહીં. ઘઉંની રોટલી, તૂરિયા, દૂધી, ટિંડા, સિમલા મરચા, (પાંદડાવાળું શાક), સળગમ, ગાજર, પાલક તથા કોબીજનું શાક ખાવુ જોઈએ. ધીમે બોલો અને કોઈ એવું કામ ન કરો કે જેનાથી ગળા પર જોર પડે. ગળામાં ફલાનીન નામના ગરમ કપડાને લપેટો. ચિંતા, શોક, દુખ તથા શંકાને ત્યજી દો. હંમેશા ખુશ રહો. ખાવાનું ઓછું ખાવ. પૌષ્ટિક, સુપા અને હળવું ભોજન કરવાથી કબજીયાત રહેતી નથી. જો કોઈ કારણસર કબજીયાત થઈજાય તો રાત્રે સૂતી વખતે એક નાની હરડેના ચૂરણને પાણી સાથે લો. હરડે પેટ સાફ કરે છે તથા ગેસ દૂર કરે છે. કાનનાં દુખાવો અક્સર બાળકો અને વયસ્કોને કાનમાં દુખાવો થાય છે. આ રોગમાં રોગીને ઘણી તકલીફ થાય છે. કાનમાં સોય ભોંકાતી હોય એ રીતે રહી-રહીને વેદના ઉપડે છે. આ સ્થિતિ ત્યારે ઉભી થાય છે કે જ્યારે કાનના પડદા અથવા અંદરના ભાગમાં કોઈ જીવડું જતું રહે, અથવા ઠંડી હવા જાય. આ કારણે કાનના પડદા પર અથવા અંદરના ભાગમાં સોજો આવી જાય છે. આ સોજો જ દરદનું કારણ હોય છે. ઘણીવાર તો બેઠાં બેઠાં અચાનક કાનમાં દુખવો ઉપડે છે. કાનમાં અંદરની બાજુએ લોહીનો અવરોધ અથવા પડદા પર ઈજા થવાની કાન દુખે છે. ઘણા સ્ત્રી-પુરુષોની ટેવ હોય છે કે તેઓ પીન, પેન્સિલ કે સળી વડે અવારનવાર કાન ખોદે છે. આમ કરવાથી કાનની અંદરનો ભાગ છોલાઈ જાય છે જે વાયુના વેગથી પ્રભાવિત થઈ દરદ કરવા લાગે છે. તેથી હરઘડી કાનને ખોદવું જોઈએ નહીં. પીન કે સળી નાંખવી જોઈએ નહીં. કારણોઃ કાનમાં ઠંડી લાગવાથી, કાનને વારંવાર ખોદવાથી, પડદા પર અચાનક પાણી જવાથી, ઈજા થવાથી, કાનમાં મેલ જામવાથી અથવા ફોલ્લી થવાથી, કાનમાં સોજો હોવાથી, ચર્મ રોગ, વગેરે કારણોસર કાનમાં અસહ્ય દરદ થાય છે. કોઈ કોઈવાર કાન વહેવાથતી પણ દરદ થાય છે. ટી.બી. જૂની શરદી, કાનમાં ગંદુ પાણી કે જીવડું જવાથી, ઓરી થવાથી, કાળી ખાંસી વગેરે કારણોથી બળતરા અથવા દરદ થાય છે. લક્ષણો : દરદને કારણે રોગીની બેચેની વધી જાય છે. કાનમાં ભારેપણું, માથામાં દુખાવો, પાંપણો ભારે થવી અથવા સોજો, કાનની બહાર અને અંદર સોજો, શરદી સાથે તાવ, ના નુસખી કાનમાં દૂધૂ અવાજ વગેરે વ્યાધિઓ પેદા થઈ જાય છે. રોગીની સાભળવાની શક્તિ ઓછી થઈ જાય છે. ઘણીવાર કાનમાંથી લોહી પણ વહે છે. કાનમાંથી પરૂ કે પાણી નિકળવા લાગે છે. ઘણીવાર તો કાન વહેવાને કારણે અંદરથી ગણગણવા જેવો અવાજ સંભળાય છે. મગજ નબળું પડી જાય છે. નસખાઃ ૨૫ ગ્રામ સરસિયાના તેલમાં ૫ ગ્રામ ફૂલેલી ફટકડી અને ૫ ગ્રામ વાટેલી હળદર મેળવી આંચ પર સારી રીતે પકાવો. પછી તેને ગાળી કાનમાં ટીપે ટીપે નાંખો, ત્રણચાર દિવસ તમાં જ કાનના બધાં રોગો દૂર ઈ જશે. – દિવસમાં બેવાર કાનમાં ડુંગળીનો રસ ટપકાવો. તે પછી થોડું ફટકડીનું પાણી નાંખો, ત્યારબાદ કાન ઝુકાવીન બંને વસ્તુઓ બહાર કાઢી દો. – કેરી (આંબા) ના લીલા બોરને વાટી રસ કાઢો. આ રસને થોડા સરસિયાના તેલ સાથે મેળવી કાનમાં ટીપે ટીપે ટપકાવો. કેરીનો બોર કાનમાં દુખાવામાં ઉપયોગી છે. – સરસિયાના તેલમાં બે ટીપા અમૃ તધારા મેળવી કાનમાં નાંખો. અનુસંધાન આવતા અંકે દાદી માં ના નુસખા ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુસખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ન માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરૂરી દાક્તરી સલાહ સુચનો લેવા નમ્ર વિનંતી.

Leave a Reply

Your email address will not be published.