દુબાઈ નો મુન રિસોર્ટ

દુબાઈ તેની ગગનચુંબી, વૈવિધ્યતાસભર અને સ્થાપત્ય કળા ના બેનમુન નમુના સ્વરુપ ઈમારતો માટે જગવિખ્યાત છે. દરિયા માં કુત્રિમ ટાપુ ઉપર બનાવેલી આલિશાન વિલાઓ ઉપરાંત આ શહેર ની સુંદરતા માં ચાર ચાંદ લગાવવા હવે ચંદ્ર ને જ ધરતી ઉપર ઉતારવાનો દુબાઈ માં એક અત્યંત આકર્ષક મુન રિસોર્ટ બનાવવા ની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આ માટે આબેહૂબ ચંદ્ર ના આકાર ની જ ઈમારત નો રિસોર્ટ બનાવાઈ રહ્યો છે. તેના આ અદ્ભૂત રિસોર્ટ વિકસાવવા પાછળ કેનેડિયન આર્કિટેક્ટર કંપની નું મહત્વ નું યોગદાન છે. અરેબિયન બિઝનેસ ના અહેવાલ અનુસાર કેનેડિયન આર્કિટેક્ટર કંપનીમૂનવર્લ્ડરિસોર્ટ (એમડબલ્યુઆર) અનુસાર આ પ્રોજેક્ટ પાછળ પબિલિયન ડોલર અર્થાત કે ૪૦ હજાર કરોડ રૂા.નો ખર્ચ થવા ની સંભાવના છે. ૭૩પ ફૂટ ઉંચારિસોર્ટ ને ૪૮ મહિના માં કાર્યાન્વિત કરવા નું આયોજન છે. જેમાં સ્કાય વિલા નામક રહેણાંક વિસ્તાર પણ બનાવવા માં આવશે. જે વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે. એમડબલ્યુઆર ના જણાવ્યા પ્રમાણે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા હોત્ર નો સૌથી મોટો અને સૌથી સફળ અત્યાધુનિક પ્રવાસન પ્રોજેક્ટ સાબિત થશે. મૂન રિસોર્ટ કાર્યાન્વિત થયા પછી દુબાઈ ની મુલાકાત લેનારા સહેલાણીઓ ની માત્રા બમણી થઈ જવા ની સંભાવનાઓ છે. ચંદ્રાકાર આ અત્યાધુનિક રિસોર્ટ માં કસીનો, નાઈટક્લબ અને વેલનેસ સેન્ટર પણ હશે. ચંદ્ર જેવા ગોળા નો પરિઘ ૬૨૨ મીટર હશે. વળી અંતરીક્ષ માં ગયા વગર અંતરીક્ષ અને ચંદ્ર સફર નો અનુભવ કરાવતા આ રિસોર્ટ માં આગંતુક મહેમાનો મૂન શટલ માં બેસી ને તેની સુંદરતા નો નજારો પણ માણી શકશે. આમૂન શટલ લોકો ને રિસોટ ની આસપસિ ટ્રેક ઉપર લઈ જશે. ટ્રેક ને રિસોર્ટ ના સ્ટ્રક્યર ની મધ્ય માં ગોળાકાર આકાર માં બનાવવા માં આવશે. આ રિસોર્ટ ના ટોચ ના માળ નો ૨૩ ટકા હિસ્સો કસિનો માટે, નાઈટક્લબ માટે નવ ટકા અને રેસ્ટોરેન્ટ માટે ચાર ટકા ફાળવાશે. આમ દુબાઈ માં દુનિયા ની અજાયબી સમો મુન રિસોર્ટ તૈયાર થઈ રહ્યો છે. જેના થકી તે વર્ષે ૧.૫ અબજ યુરો અર્થાત કે ૧૩ હજાર કરોડ થી વધારે નો ધંધો મેળવશે.

Leave a Reply

Your email address will not be published.