પવાર પરિવાર માં જ ડખો !!!

– ભારત માં મોદી અને ભાજપા વિરોદી તમામ રાજકીય પક્ષો અત્યારે એક જ ગડમથલ માં પડ્યા છે – મોદી હટાવો. ૨૦૨૪ની લોકસભા ની ચૂંટણી પૂર્વે કોઈ પણ એક વિપક્ષ ની ક્ષમતા આમ કરવા ની નહીં હોવાથી સૌ વિપક્ષી એકતા ની કવાયત માં જોડાયા છે. જો કે વિપક્ષી એકતા ની વાત કરનારા વિપક્ષી નેતાઓ પોતા ના જ પરિવારમાં પણ એકતા જાળવી શકતા નથી તે નરી વાસ્તવિકતા છે. હાલ માં જ | વિપક્ષી એકતા ના કર્ણધાર, ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવાર કે જેમને વિપક્ષી એકતા ના ઝંડાવાદી મળતા હોય તે કેસીઆર, નીતિશ, મમતા હોય કે કેજરીવાલ સૌ એ પવાર ના આશીર્વાદ સમર્થન મેળવવું જ પડે તેવા શરદ પવાર ના પક્ષ એનસીપી નું પાટનગરી નવી દિલ્હી માં રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું. આમ તો શરદ પવારે આ વખતે મુંબઈ ના બદલે પાટનગરી નવી દિલ્હી માં રાષ્ટ્રીય કક્ષા એ પોતાની એકતા નો સંદેશો આપવા સ્ટેજ સજાવ્યું હતું, પરંતુ સ્ટેજ ઉપર જે ડ્રામા ભજવાયો તે પ્રસારણ ટીવી ચેનલ ના માધ્યમ થી સમગ્ર દેશ એ નિહાળ્યો. સ્ટેજ ઉપર થી એનસીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે પ્રવચન આપી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ ઉપર થી તેમના ભત્રીજા અને મહાર_ષ્ટ્રિના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ઉભા થઈ ને ચાલતી પકડી. તેમને મનાવવા શરદ પવાર ની પાલક પુત્રી સુનિતા સુલે પાછળ ગઈ પરંતુ અજીત પવાર પાછા ના જ આવ્યા. સ્ટેજ ઉપર શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, અજીત પવાર, સુપિયા સુલે, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ હાજર હતા. રાષ્ટ્રીય અધિવેશન માં શરદ પવાર બાદ અજીત પવાર સંબોધન કરવા ના હતા. પરંતુ તેમની પહેલા જયંત પાટીલ ને બોલવા ની તક આપતા નારાજ અજીત પવાર સ્ટેજ અને અધિવેશન છોડી ને ચાલ્યા ગયા હતા. ૨૦૧૯ માં અજીત પવારે દેવેન્દ્ર ફડનવીસ ને ટેકો આપી ભાજપા સાથે ગઠબંધન માં સરકાર બનાવી ત્યાર થી જ કાકા-ભત્રીજા ના સંબંધો માં ખટાશ આવી હતી. આમ પોતના પરિવાર માં એકતા જાળવવા અસમર્થ શરદ પવાર વિપક્ષી એકતા ની વાતો કરે તે | હાસ્યાસ્પદ લાગે છે. આ જ રીતે કોંગ્રેસ ના રાહુલ ગાંધી પોતાના જ પક્ષ ના ૨૩ વરિષ્ઠ અસંતુષ્ઠ કોંગ્રેસી નેતાઓ સાથે એકતા જાળવી નથી શકતા એ તો ઠીક પાટનગરી નવી દિલહી માં જ પોતાની ૩૫ વર્ષ ની વૃધ્ધ બિમાર માતા ની સાથે સારસંભાળ રાખવા, પ૨ વર્ષીય વાંઢો (અપરણિત) રાહુલ ગાંધી સાથે રહી શકતો નથી, અલગ રહે છે અને વિપક્ષી એકતા ની વાતો કરે છે.

Leave a Reply

Your email address will not be published.