પેનિયિન સેલ્વન એ ૧૨૫ કરોડ ડિજિટલ
અત્યારે એક તરફ બોલિવુડ ની મોટા સ્ટાર્સ અને બિગ બજેટ ફિલ્મો પણ જ્યાં ફલોપ થઈ રહી છે ત્યાં પુષ્પા, આરઆરઆર, કેજીએફ ચેપ્ટર-૨ જેવી સાઉથની ફિલ્મો બોક્સ ઓક્રિસ ઉપર ટંકશાળ પાડે છે. આ જ શ્રેણી માં આગળ વધતા હવે સુવિખ્યાત ડિરેક્ટર મણિરત્નમ ની આગામી ફિલ્મ ‘પેન્નિધિન સેલ્વન’ નો ફર્સ્ટ લુક હાલ માં જ સોશ્યિલ મિડીયા ઉપર રિલીઝ કરાયો હતો. તમિલ સિનેમા નું આ પ્રોજેક્ટ ટ્રેલર રિલીઝ થયા બાદ જ સોશ્યિલ મિડીયા માં આ ફિલ્મ ની ચર્ચા ની આંધી ઉઠી હતી. સુવિખ્યાત ડિરેક્ટર મણિરત્નમ ની આ ફિલ્મ નું મ્યુઝીક ઓસ્કર એવોર્ડ વિનર એ.આર.રહેમાન નું છે. બે ભાગ માં રજૂ થનારી આ ઐતિહાસિક ફિલ્મ માં વિક્રમ, ઐશ્વર્યા રાય, જયતિ રવિ, કાધિ શિવકુમાર, પ્રકાશ રાજ અને બીજા પણ ઘણા તામિલ નામી ફિલ્મી કલાકારો છે. કલિકે ક્રિષ્ણમુર્તિ ની ૧૯૫૫ ની નોવેલ પેન્સિચિન સેલ્વન અર્થાત કે પોની ના બેટા ઉપર થી આ ફિલ્મ બનાવવા આ અગાઉ સાઉથ ના સુપરસ્ટાર અને પૂર્વ મુખ્યમંત્રી એમ.જી.આર. ઉર્ફે એમ.જી. રામચંદ્રને તેમ જ ૧૯૯૦ માં ખુદ મણિરત્નમે પણ પ્રયત્ન કર્યો હતો. જો કે આ નોવેલ ના વિશાળ ઐતિહાસિક કથનિક, અનેક કલાકારો અને મોટા બજેટ ને કારણે વાત આગળ વધતી ન હતી. જો કે આ વખતે આખરે મણિરત્નમ ને લાયકા પ્રોડક્શન, અલીરાજા સુબાસ્કરન નો સહયોગ મળતા ભારતીય સિનેજગત ની સૌથી મોંઘી પ00 કરોડ ના બજેટ સાથે આખરે ફિલ્મ બની રહી છે. જો કે મણિરત્નમ ના છેક ૧૯૯૦ થી અર્થાત કે ૩૨ વર્ષ ના લાંબા સમય બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ ફિલ્મ નું ફર્સ્ટ લુક જાહેર થતા જ સોશ્યિલ મિડીયા માં તહેલકો મચી ગયો હતો અને પ00 કરોડ ના બજેટ ની આ ફિલ્મ રિલીઝ અગાઉ જ ૧૨૫ કરોડ નો બિઝનેશ કરી ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કદાચ ભારતીય સિનેજગત માં વિક્રમી એવા ૧૨૫ કરોડ માં આ ફિલ્મ ના ડિજિટલ રાઈટ્સ વેચાયા છે. જે આ ફિલ્મ ના ઓટીટી રાઈટ્સ એમેઝોન પ્રાઈમ વિડીયો એ આટલી જંગી રકમ માં ખરીદ્યા છે. આ ફિલ્મ થિયેટરો માં | રિલીઝ થયા ના એક મહિના બાદ તેને ઓટ”ીટી ઉપર રિલીઝ કરવા માં આવશે.