રાહુલ ગાંધી : ભારત જોડો યાત્રા

કોંગ્રેસ ના નેતા, પૂર્વ અધ્યક્ષ અને હાલ માં પક્ષ નું રિમોટ શાસન ચલાવનાર કોંગી યુવરાજ રાહુલ ગાંધી ૭ મી સપ્ટે. સાંજે પ વાગ્યે કન્યાકુમારી થી કામિર સુધી ની ૩પ૩૦ કિ.મી.ની ભારત જોડો યાત્રા ની શરુઆત કરી દીધી છે. કોંગ્રેસ ની આ ૩૫૩0 કિ.મી. લાંબી ભારતયાત્રા ૧૨ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો માં થી પસાર થશે. લગભગ પાંચ મહિના ચાલનારી આ યાત્રા માં રાહુલ ગાંધી દરરોજ ના સરેરાશ ૨૫ કિ.મી.ની પદયાત્રા કરશે. પોતાના ભારત જોડો અભિયાન ની શરુઆત કરતા પૂર્વે ૭ મી સપ્ટે. એ સવારે તેઓ શ્રી પેરુમ્બદુર પહોંચ્યા હતા. અહીં તેમણે તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ના સ્મારક સ્થળે જઈ ને શ્રધ્ધાંજલી અર્પી પ્રાર્થના સભા માં ભાગ લીધો હતો. કન્યાકુમારી થી શરુ થયેલી ભારત જોડો યાત્રા માં રાહુલ ગાંધી સાથે ૩૦૦ કોંગ્રેસી યાત્રીઓ પણ જોડાશે. આ પૈકી ૧૦૦ ભારત યાત્રીઓ જેઓ શરુઆત થી અંત સુધી સાથે રહેશે. ૧૦૦ પ્રદેશયાત્રી – જે તે પ્રદેશ માં થી યાત્રા પસાર થાય ત્યાં ના ૧૦૦ કોંગ્રેસીઓ જ્યારે ૧૦૦ અતિથી યાત્રીઓ કે જે પ્રદેશો માં થી યાત્રા પસાર નથી થવાની ત્યાં ના લોકો પણ યાત્રા માં જોડાશે. આ યાત્રા દરમ્યિાન રાહુલ કોઈ પંચતારક હોટલ માં રાત્રિ વિશ્રામ નહીં કરે પરંતુ તેમના તથા ૩૦૦ યાત્રીઓ માટે ખાસબનાવાયેલા કન્ટેનર હોમ માં જ રાતવાસો કરશે. આ કન્ટેનર હોમ માં બેડ, વોશરૂમ અને એસી જેવી અન્ય તમામ સુવિધાઓ હશે. જે અગાઉ થી નક્કી રાત્રિ વિશ્રામ ના સ્થળે અગાઉ થી પહોંચી ને નાનકડું ગામ જ ઉભુ કરી દેવાશે. કોંગ્રેસ પક્ષ આમ તો આ પદયાત્રાનું નામ ભારત જોડો યાત્રા જણાવે છે, પરંતુ આ યાત્રા નો મુખ્ય ઉદેશ્ય ૨૦૨૪ ની લોકસ (ભા ની ચૂંટણી અગાઉ દેશભર માં કેન્દ્ર સરકાર વિરુધ્ધ જન સમર્થન મેળવવા અને જનમત જાગૃત કરવા યાત્રા કાઢી રહી છે. આ યાત્રા દરમ્યિાન રાહુલ ગાંધી ઠેર ઠેર પોતના સંબોધનો માં મોંઘવારી, બેરોજગારી અને દેશભર માં ફેલાતા જતા વૈમનસ્ય ના મુદ્દે કેન્દ્ર ની ભાજપા સરકાર ઉપર આકરા પ્રહારો કરશે. યાત્રા ની શરુઆત કન્યાકુમારી ના મહાત્મા ગાંધી મંડપમ માં યોજાયેલા એક કાર્યક્રમ થી થશે જ્યાં તામિલનાડુ ના મુખ્યમંત્રી અને યુ.પી.એ. ના સાથી ડીએમકે ના એસ.કે. સ્ટાલિનહાજર રહેશે અને રાહુલ ગાંધી ને ખાદી નો રાષ્ટ્રધ્વજ સોંપશે. જો કે પૂર્વ કોંગ્રેસી નેતા, કેન્દ્રીય મંત્રી અને વિપક્ષી | નેતા ગુલામ નબી આઝાદે આ અગાઉ પણ કહી ચુક્યા છે કે કોંગ્રેસ એ ભારત જોડો નહીં પરંતુ પક્ષ માં થી એક પછી એક નેતાઓ ના રાજીનામા બાદ કોંગ્રેસ જોડો યાત્રા ની જરુર છે.

Leave a Reply

Your email address will not be published.