વારાણસી કોર્ટે હિન્દુપક્ષ ની દલીલો સ્વિકારી
વારાણસી ના જ્ઞાનવાપી‘ગાર ગૌરી વિવાદ ઉપર આગળ સુનાવણી ચાલુ રાખવા અદાલતે હુકમ કર્યો હતો. વારાણસી જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા કેસ ની સુનાવણી ના કરવા માટે ઉઠાવવા માં આવેલા વાંધાઓ ને ફગાવતા જણાવ્યું હતું કે કેસ સાંભળવા લાયક છે. વારાણસી જિલ્લા કોર્ટે કેસ ની સુનાવણી ચાલુ રાખવા નો ચુકાદો આપવા ઉપરાંત કોર્ટે એમ પણ માન્યું હતું કે આ કેસ ૧૯૯૧ ના વશિપ એક્ટ હેઠળ આવતો નથી. વારાણસી કોર્ટે હવે આ કેસ ની આગળ ની સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરે હાથ ધરશે. કોર્ટ માં આ બાબતે હિન્દુ-મુસ્લિમ પક્ષો ની દલીલો ૨૪ મી ઓગસ્ટે પુરી થઈ ગઈ હતી. આ પછી વારાણસી જિલ્લા ન્યાયાધીશ એ.કે. વિશ્વેશે ૧૨ મી સપ્ટે. ઉપર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આવા અત્યંત સંવેદનશીલ ચૂકાદા ના પગલે સ્થાનિક વહીવટી તંત્ર એ આસપાસ ના વિસ્તાર માં આજ સવાર થી ૧૪૪ ની કલમ લાગુ કરી દીધી હતી. આ ઉપરાંત શહેર ના હિન્દુ-મુસ્લિમ મિશ્રિત વસ્તી ધરાવતા વિસ્તારો માં સુરક્ષા બંદોબ
સ્ત માટે ભારે માત્રા માં પોલિસ દળ તૈનાત કરી દેવાયું હતું. કોર્ટ ના આદેશ બાદ કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગત રાત્રિ થી જ સંવેદનશીલ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. આજે | કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે અદાલત માં હિન્દુ પક્ષ ના વકીલ હરીશંકર જૈન અને તેમના સુપુત્ર વિષ્ણુ શંકર જૈન હાજર હતા. જો કે મુખ્ય અરજદાર રાખી સિહ હાજર ન હતા. મામલો સંવેદનશીલ હોવા થી જજે કોર્ટ રુમ માં ફક્ત ૬૨ લોકો ને જ હાજર રહેવા ની અનુમતિ આપી હતી. જો કે નિર્ણય આવી ગયા બાદ કોર્ટરૂમ માં થી બહાર આવી ગયા બાદ હિન્દુ પક્ષના વકીલ હરીશંકર જૈન એ પત્રકારો સાથે વાત કરતા અદાલત ના નિર્ણય ને હિન્દુ મંદિર બનાવવા નો રસ્તો ખુલી ગયાનું જણાવ્યું હતું. અદાલત ના નિર્ણય બાદ પૂજા કરવા ની અનુમતિ માંગનારી ચાર મહિલાઓ સહિત ઘણી હિન્દુત્વવાદી સંગઠનો એ અદાલત ના નિર્ણય નું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. જો કે ઓવૈસી એ નિર્ણય સામે હાઈ કોર્ટ માં આ ચુકાદા ને પડકારવો જોઈએ તેમ જણાવ્યું હતું.