વિક્રમ વેળા ૩૦ મી સપ્ટેમ્બરે
બોલિવુડ માં બ્રહ્માસ્ત્ર બાદ હવે સપ્ટેમ્બર માસ ના આખરી શુક્રવારે એટલે કે ૩૦મી સપ્ટેમ્બરે અન્ય એક બિગ બજેટ અને મોસ્ટ અવેઈટેડ ફિલ્મ વિક્રમ વેધા રજુ થનારી છે. આ ફિલ્મ માં પ્રથમવાર રિત્વિક રોશન સામે સૈફ અલી ખાન ની ટક્કર થશે. આમ તો આ ફિલમ ૨૦૧૭ માં રિલીઝ થયેલી તમિલ સુપરડુપર હિટ ફિલ્મ વિક્સ-વેધા ની જ રિમેક છે. આ ફિલ્મમાં વિક્રમ એક શિસ્તના આગ્રહી કડક પોલિસ ઈન્સપેક્ટર છે જ્યારે વેધા એક કુખ્યાત અને હિંસા ના પર્યાય સમાન ગેંગસ્ટર હોય છે. ઓરિજિનલ તમિલ ફિલ્મ માં વેધા નો રોલ સાઉથ ના સુપરસ્ટાર વિજય સેતુપતિ એ ભજવ્યો હતો જે હવે હિન્દી વર્ઝન માં રિત્વિક કરી રહ્યો છે જ્યારે વિક્રમ નું પાત્ર તમિલ ફિલ્મ માં વિક્રમ નો રોલ જાણિતા એક્ટર આર.માધવન એ કર્યો હતો જે હિન્દી વર્ઝન માં સૈફ અલી ખાન ભજવી રહ્યો છે. આ ફિલ્મનું શુટિંગ લખનૌ તેમ જ આબુધાબીમાં કરાયુ હતું. ફિલ્મમાં ગેંગસ્ટર વેધાનું પાત્ર કાનપુરનું છે આથી ફિલ્મના મેકર્સે રિત્વિક રોશન ના સંવાદો અવધિ હિન્દી ભાષા માં રાખવા ઉપરાંત આ માટે રિત્વિક ને ખાસ પ્રશિક્ષણ પણ આપ્યું હતું. વળી ફિલ્મ મેકર્સે અબુધાબી જઈ ને સુડિયો માં કાનપુર નો સેટ લગાવ્યો હતો અને ત્યાં શુટિંગ કરાયું હતું. આ ફિલ્મ ના શૂટિંગ દરમ્યિાન સાઉથ અને બોલિવુડ ફિલ્મ સ્ટાર આર.માધવન પણ અબ_ધાબી માં જ હાલ પુરતો સ્થાયી થયો હોવા થી અવાર નવાર સેટ ઉપર આવતો હતો. તેણે મૂળ તમિલ ફિલ્મ માં વિક્રમ નું પાત્ર ભજવ્યું હોવા થી રિત્વિક રોશન આર.માધવન પાસે થી ફિલ્મ અને પાત્ર સંબંધિત ઝીણવટભરી બાબતો અંગે ચર્ચા કરતો અને જાણકારી મેળવતો હતો. ૩૦ મી સપ્ટેમ્બરે ફિલ્મ વિક્રમ વેધા કે જેનું ટીઝર | હાલ માં જ રિલીઝ કરાયું છે તે ભારતભર માં અને વિદેશો માં રિલીઝ થનાર છે.