શિવસેના થી સીધા ભાજપા માં !
शिवसेना આજ ની દુનિયા માં લોકો ઉગતા સૂરજ ને પૂજે છે. તેમાં પણ ભારતીય રાજકારણ માં ઉગતો સૂરજ અને સત્તા બન્ને આકર્ષણ ના કેન્દ્ર છે. જેના કારણે મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની શિવસેનામાંથી મોટાપાયે શરુ થયેલી હિંજરત પહેલા વાયા શિંદે જૂથ ભાજપા માં જતી હતી જે હવે સીધા જ ભાજપા માં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર રાજકારણ માં પાછલા ૨-૩ મહિના થી ચાલતી રાજકીય ખટપટોમાં આખરે શિવસેનાથી અલગ ચોકો ચાતરનાર શિવસેના એકનાથ શિદે જૂથ સાથે શિવસેના ના ધારાસભ્યો, અપક્ષો અને ૧૨ સાંસદો નો સાથે સાંપડતા ભાજપા સાથે ગઠબંધન કરી ને કોંગ્રેસ, એનસીપી, શિવસેના ના અપવિત્ર ગઠબંધન ની મહાવિકાસ અઘાડી સરકાર હટાવી ને શિંદે જૂથ-ભાજપા એ નવી સરકાર બનાવી. આમ સત્તા નું કેન્દ્ર ઉધ્ધવ ઠાકરે ની શિવસેના થી એકનાથ શિદે જૂથ ની શિવસેના તરફ કેન્દ્રીત થતા જ શિવસેના-ઉદ્ધવ જૂથ ના અનેક નેતાઓ અને પદાધિકારીઓ ઉધ્ધવ નો સાથ છોડી ને શિદે જૂથ માં જોડાઈ ગયા હતા. રાજકીય અપરિપકવ પિતા-પુત્ર ની જોડી અર્થાત કે ઉધ્ધવ અને આદિત્ય ઠાકરે આ હિજરત ને રોકવા અસમર્થ છે, જ્યારે તેમના બટકબોલા રાજકીય ગુરુ સંજય રાઉત હાલ માં જેલ માં અનિલ દેશમુખ, નવાબ મલિક અનેઆઈપીએસ અધિકારી (પૂર્વ) સચિન વાઝે ને કંપની આપી રહ્યા છે. આમ તો ઉધ્ધવ જૂથ ની શિવસેના ની આજ ની હાલત માટે સૌથી વધુ જવાબદાર સંજય રાઉત જ છે. આમ ઉધ્ધવ નો સાથ છોડી જનારા શિવસૈનિકા માં હવે થોડો બદલાવ આવ્યો છે. હાલ भाजपा માં જ અમરાવતી જીલ્લા ના ઉધ્ધવ જૂથ ની શિવસેના ના વર્તમાન જીલ્લાધ્યક્ષ રાજેશ વાનખેડે તેમની સાથે જીલ્લા પરિષદ ના સદસ્યો, પંચાયત સમિતિ ના સદસ્યો તેમજ કેટલાક નગરસેવકો એ પણ શિવસેના નો સાથ છોડી ને સીધા જ ભાજપા નો કેસરીયો ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે ના હસ્તે ધારણ કર્યો હતો. આ અગાઉ બાવનકુલે એ અમરાવતી ના વર્તમાન સાંસદ-અપક્ષ નવનીત રાણા અને તેમના પતિ અને અપક્ષ ધારાસભ્ય રવિ રાણા પણ ભાજપ માં જોડાઈ શકે છે તેવા સંકેતો આપ્યા હતા. આના થી શિવસેના શિંદે જૂથ માં જોડાયેલા આનંદરાવ આડેસુલ ખુબ રોષે ભરાયા છે. તેમણે કહ્યું હતું કે જો રાજય માં ગઠબંધન જાળવી રાખવું હોય તો ભાજપા એ સંયમ થી વર્તવું બોલવું જેએ. આમ હવે મહારાષ્ટ્ર માં ઉધ્ધવ જૂથ છોડી ને શિવસેના ના નેતાઓ ભાજપા માં સીધા જ જોડાઈ રહ્યા છે.