સામાચારો સંક્ષિપ્તમાં

– જમ્મુ-કાશિમરમાંથી પીઢ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદના કોંગ્રેસ છોડ્યાના ઝટકાની હજુ કળ પણ નહોતી વળી ત્યાં પંજાબના મહિલા કોંગ્રેસ અધ્યક્ષ બલવીર રાની સોઢીએ એક વર્ષથી ઓછા સમયમાં મહિલા કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડતા રાજીનામુ આપ્યું હતું. – ભારતીય લોકશાહીમાં કેજરીવાલે શરુ કરેલી મફત રેવડી વેચવાની પ્રથા અપનાવતા તેલંગણાના મુખ્યમંત્રી અને વિપક્ષી એકતા અંગે પ્રચારસત કેસીઆર એ નિઝામાબાદમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે જો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં બિન ભાજપા સરકાર કેન્દ્રમાં સત્તા ઉપર આવશે તો હું વચન આપું છું કે સમગ્ર દેશના ખેડૂતોને મફતમાં વિજળી આપવામાં આવશે. આમ વિપક્ષી એકતા કે ગઠબંધનના હજુ ઠેકાણા નથી પરંતુ ચૂંટણી ઢંઢેરાના વચનોની લહાણી વ્યક્તિગત ધોરણે શરુ થઈ ગઈ છે. – હાલમાં જ દેશના આશાસ્પદ યુવા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું પ૪ વર્ષે કાર અકસ્માતમાં મૃ ત્યુ થયું. કારમાં સવાર ચાર લોકો પૈકી ડ્રાયવર અને આગલી સીટ ઉપર બેસનાર વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયા છે પરંતુ બચી ગયા છે. જ્યારે પાછલી સીટ ઉપર બેઠેલા સાયરસ અને અન્ય વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો ના હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે હવેથી કારની પાછલી સીટ ઉપર પણ સેફટી બેલ્ટ પહેરવો ફરજીયાત છે. કાયદાનો ભંગ કરનારને દંડીત કરવામાં આવશે. – ગુજરાતમાં ૩૬ માં નેશનલ ગેમ્સના આયોજન અગાઉ અમદાવાદ શહેરના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મોટો ચાર દિવસીય સ્વર્ટસ કાર્નિવાલ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર યોજાશે. ૧૫ થી ૧૮ સપ્ટે. સુધી ચાલનારા આ સ્પોર્ટસ કાર્નિવાલમાં વિવિધ પ્રકારની રમતો લાઈવ મ્યુઝીકલ ઈવેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે. – ૭૦ વર્ષોથી ભારતમાં ચિત્તાઓને લુપ્ત કેટેગરીમાં રખાયા હતા. પાછલા ૭૦વર્ષોમાં આખા ભારતવર્ષમાં ક્યાંય ચિત્તો જોવા મળ્યો નથી. જો કે હવે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તtઓને લાવવામાં આવશે. ૧૯૫ર થી ચિત્તાને લુપ્ત બનતી પ્રજાતિમાં સામેલ કરાયા હતા. હવે કુનો નેશનલ પાર્કમાં આ બે ચિત્તાઓને છોડ્યા બાદ નામિબિયાથી સંભવતઃ મળનારા ૮ ચિત્ત ઓ ઉપરાંત બીજા કુલ ૧૨ ચિત્તાઓને ભારત લાવી અહીં વસાવવામાં આવશે. – મથુરામાં શ્રીકૃષ્ણ ભગવાનની જન્મસ્થલી ઉપર બનેલા મંદિરને ક્રૂર અનેપિશાચી બાદશાહ ઔરંગઝેબના ફરમાનથી મંદિર તોડીને તેની જગ્યાએ શાહી ઈદગાહ મસ્જિદનો વિવાદ કોટ’મામ ચાલી જ રહ્યો છે ત્યાં હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ સિવિલ જજ, સિનિયર ડિવિઝન ની કોર્ટમાં દાવો દાખલ કર્યો છે કે ઠાકુર કેશવદેવની ૧૩.૩૭ એકર જમીન ઉપર શાહી ઈદગાહ મસ્જિદ ઉપરાંત અન્ય એક મીના મસ્જિદ પૂર્વ સીમા ઉપર અતિક્રમણ કરીને બનાવાઈ હતી. ઔરંગઝેબ નિર્મિત શાહી ઈદગાહ મસ્જિદ બાદ તેમના વંશજોએ પૂર્વ સીમા ઉપર અતિક્રમણ કરીને આ મીના મસ્જિદ બનાવી હતી. તાજેતરમાં તેની ઉપર નવુ બાધકામ પણ કરવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે જેને તાત્કાલિક તોડી પાડીને જમીનનો કબ્બો મૂળ માલિકને મળવો જોઈએ. – ચીનના અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો ઉપર કરાતા સાયબર એટેકના સમચારો અવારનવાર આવતા રહે છે પરંતુ હવે ચીનએ અમેરિકા ઉપર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે અમેરિકાએ ચીનની હજારો વેબસાઈટ – હેલ્થકેર સંલગ્ન તેમ જ નાણાંકીય સિસ્ટમ સંલગ્ન વેબસાઈટો ઉપર પ્રચંડ સાયબર એટેક કરેલ છે. ચીની સરકારે કરેલા દાવા અનુસાર તેમના હેલ્થકેર, નાણાંકીય સિસ્ટમ ઉપરાંત પાવરગ્રીડ વેબસાઈટો ઉપર એકી સાથે મોટા પ્રમાણમાં સાયબર એટેક અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકા આ બાબતે મૌન છે. – ટિવટરના શેર હોલ્ડર્સની તાજેતરમાં મળેલી મિટીંગમાં શેરહોલ્ડર્સે એલન મસ્કની ૪૪ અબજ ડોલરમાં ટિવટરને ખરીદવાની ડીલને મંજુરી આપી દીધી હતી. ભલે હાલમાં એલન મત હારા આ ડીલમાંથી નિકળી જવાની જાહેરtત અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હોય, પરંતુ શેરહોલ્ડર્સે ડીલને માન્યતા આપી દીધી છે. – દેશભરમાં ચાલતા ગેરકાયદેસર મદરેસાઓ તેમ જ તે પૈકીના ઘણા મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે કટ્ટરવાદ અને આતંકવાદના પ્રશિક્ષણ કેન્દ્રો ચાલતા હોવાની ચોંકાવનારી જાહેરાત બાદ યુ.પી.ની યોગી આદિત્યનાથ સરકારે તમામ સરકારી તેમ જ ખાનગી મદરેસ uઓનો સર્વે શરુ કરાવ્યા બાદ આવી ઘણી ગેરકાયદેસર, અતિક્રમણ કરીને બનાવાયેલી મદરેસાઓ માં ગેરકાયદેસર અને આતંકવાદી – ગતિવિધિઓના પગલે તેની ઉપર બુલડોઝર પણ ફેરવી દેવાયા હતા. યુ.પી.ની યોગી સરકાર બાદ હવે ઉત્તરાખંડની ધામી સરકારે પણ રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરાવવાની જાહેરાત કરી હતી. આ અંગે સતત ફરિયાદો ઉઠી રહી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. – ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે રાત્રે મહુવાથી સૂરત જતી ટ્રેનને ભારે વરસાદના પગલે સાવરકુંડલા રેલ્વે સ્ટેશને રોકી દેવાઈ હતી. આગળ લિલિયા પાસે ભારે વરસાદના પગલે રેલ્વે ટ્રેક ઉપર પાણી ફરી વળતા રેલ યાતાયાતને અટકાવવાની ફરજ પડી હતી. – ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં રિયલ એસ્ટેટ ના ભાવો આસમાનને આંબી રહ્યા છે. અહીં જમીનના ભાવો નીતનવા વિક્રમો સર્જી રહ્યા છે. જે સામાન્ય માણસની પહોંચની બહાર જતા રહ્યા છે. તાજેતરમાં જ વર્લી એરિયામાં બે લકઝુરિયસ ફ્લેટના ૧૫૧ કરોડમાં થયેલા સોદા બાદ હવે જુહુ તારા રોડ ઉપર એક ૧.૭ એકરના પ્લોટના ૩૩૨ કરોડ રૂ. માં થયેલા વેચાણ એ નવો વિક્રમ રચ્યો હતો. – તેલંગણાની રાજધાની હૈદરાબાદ નજીક આવેલા સિકંદરાબાદમાં આવેલા એક ઈલેક્ટ્રીક બાઈકના શોરુમમાં બાઈકને ચાર્જ કરતી વખતે શોર્ટ સરકીટના કારણે શોરુમમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે બે ફાયર ફાઈટર એ આગને કાબુમાં લીધી તે દરમ્યિાન ૮ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઉપરાંત શોરુમ માં ૫ નવા ઈલેક્ટ્રીક સ્કુટર અને સર્વિસીંગ માટે આવેલા ૧૨ જૂના ઈલેક્ટLીક સ્કુટર સહિત શોરૂમ નો ઘણો બધો હિસ્સો આ આગમાં ભસ્મીભૂત થયો હતો.

Leave a Reply

Your email address will not be published.