હવે નવા તારક મહેતા

ટીવી સિરિયલ્સ માં અતિ લોકપ્રિય અને કદાચ સૌથી લાંબી ચાલેલી અને હજુ પણ લોકપ્રિયતા માં ટોચ ઉપર રહેનદરી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટાઈટલ રોલ કરનારા તારક મહેતા નું પાત્ર ભજવતા શૈલેષ લોઢા એ સિરિયલ છોડી દેતા હવે તેમની જગ્યા એ સચિન શ્રોફ તારક મહેતા ના રોલ માં જોવા મળશે. ૪૨ વર્ષીય સચિન શ્રોફ નો જન્મ ૧૯૭૯ માં મુંબઈ માં જ થયો હતો. સચિન એક્ટર, ડાન્સર હોવા ઉપરાંત એ કે બિઝનેશમેન પણ છે. ૨૦૦૨ માં કમ્માલ થી ટીવી ક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ સિંદુર તેરે નામ કા, બાલિકા વધુ, સંતોષી માં, ભારતવર્ષ અને હાલ માં ગુમ હૈ કિસી કે પ્યારમેં જેવી ઘણી સિરિયલ્સ માં કામ કર્યું છે. આ ઉપરાંત તે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ૨૦૨૦ માં બોબી દેઓલ સાથે આશ્રમ સિરીઝ માં પણ જોવા મળ્યો હતો. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ સાથે જોડાવા અંગે તેણે જણાવ્યુ હતું કે તે પોતાના પાત્ર ને ન્યાય આપવા નો પૂરતો પ્રયાસ કરશે. આ માટે શો ના પ્રોડયુસર અસિત મોદી, ડિરેક્ટર માલવ-હર્ષદ તથા કો એક્સેસ સુનૈના ફોજદાર તેને ઈનપુટ્સ આપે છે. તે પોતાના પાત્ર માં ઓતપ્રોત થવા પૂરતો પ્રયાસ કરી રહ્યો છે. ખાસ કરી ને તે દિલીપ જોષી – જેઠાલાલ સાથે કામ કરવા બાબતે ખૂબ | ઉત્સુક છે. હાલ માં તેઓ શહેર માં નથી. થોડા દિવસો બાદ તેઓ સેટ ઉપર આવશે ત્યારે તેમને મળવા નું શક્ય બનશે. તેઓ એક પીઢ અને અનુભવી કલાકાર છે. તેમની પાસે થી મને આશા છે કે ઘણું શિખવા નું મળશે. સેટ ઉપર પ્રથમ | દિવસે બધા એ સારું સ્વાગત કર્યું હતું. આ શો ના પ્રોડ્યુસર અસિત મોદી એ પોતાના એક ઈન્ટવ્યું માં જણાવ્યું હતું કે આ સિરિયલ છેલ્લા ૧૫ વર્ષો થી ચાલે છે. અન્ય કામો ની જેમ આમાં પણ ઉતાર ચડાવ તો આવ્યા કરે. શૈલેષ એ શો છોડી દેતા શો તો આગળ ચલાવવા નો જ હતો. વ્યુઅર્સ રોકાઈ શકે તેમ ન હતા. દર્શકો હંમેશા પ્રાથમિકતા રહેશે અને દર્શકો ને નારાજ કરી ના શકાય. આથી તારક મહેતા તરીકે કોઈક ને તો શો માં લાવવા ના જ હતા. આશા છે કે સચિન ને તારક મહેતા ના પાત્ર માં લોકો સ્વિકારશે. તેમની પાસે ડિરેકટર્સ તથા રાઈટર્સ ઉપરાંત કલાકારો ની સારી ટીમ છે અને આશા રાખી એ છીએ કે પ્રેક્ષકો નું મનોરંજન કરતા રહીશું.

Leave a Reply

Your email address will not be published.