હિન્દુ સમુદાય માં પ્રચંડ આક્રોશ

સમગ્ર કેનેડા માં અને ખાસ કરી ને જીટીએ વિસ્તાર માં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓ ની હરકતો દિન પ્રતિદિન વધતી જાય છે. જીટીએ ના પ્રસિધ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રિ ના અંધકાર માં મંદિર ના દરવાજા અને દિવાલો ઉપર ખાલિસ્તાન તરફી અને ભારત વિરhધી સૂત્રો લખવા અને તોડફોડ કરવા નું શરમજનક કૃત્ય કરાયું હતું. એ સમાચાર સ્થિર આવતા અને સોશ્યિલ મિડીયા માં આ ઘટના ક્રમ ના વિડીયો વાયરલ થતા જ હિન્દુસમુદાયમાં પ્રચંડ રોષ ફાટીનિકળ્યો હતો. આ બાબતે મંદિર સત્તાવાળાઓ દ્વારા સંબંધિત એજન્સીઓ ને જાણ કરવા ઉપરાંત ભારત સરકારે પણ આ ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઓટાવા ખાતે ના ભારતીય હાઈ કમિશને પણ પોતાના ટિવટ માં લખ્યું હતું કે ટોરોન્ટો માં સ્વામિનારાયણ મંદિર ને જે નુકશાન પહોંચાડવા ની અને ભારત વિરોધી વસ્તુઓ લખવા ની ઘટના ની અમે સખ્ત નિંદા કરીએ છીએ. કેનેડિયન સત્તાવાળાઓ ને આ બાબતે વાકેફ કરાયા છે. તેમ જ આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા તાકીદ કરવા માં આવે છે. કેનેડા ના સાંસદ સોનિયા સિધુ, ચંદ્રા આર્યા, બ્રામ્યટન ના મેયર પેટ્રિક બ્રાઉન, કાઉન્સિ લિર ગુરપ્રિત ઢિલ્લોન તેમજ અન્ય નેતાઓ એ પણ આ ઘટના ને વખોડી કાઢતા આ પ્રકાર ની નફરત ને અહીં કોઈ સ્થાન નથી , જવાબદારો સામે સખ્ત પગલા ભરવા ની માંગ કરી હતી. આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ રેડિયો પત્રકાર ઉપર હુમલો હાલ માં જ હિન્દુ કાઉન્સિલ ઉમેદવાર રમન વાસુદેવ ઉપર નો હુમલો અને હવે બેપ્સ ની ઘટના કેનેડિયન હિન્દુઓ માં ભારે ચિંતા અને આક્રોશ જગવિનારી છે. જેની સંબંધિત સત્તાવાળાઓ એ આવી ઘટના બનતી અટકાવવા અને ગુન્હેગારો ને ન્યાય વ્યવસ્થા હેઠળ લાવવા જોઈએ તેવી માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published.