‘આપ’ ની માન્યતા રદ કરો
ગુજરાત વિધાનસભા ની આવી રહેલી ચુંટણી માં દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત માં પણ સત્તા નું શમણું જોતા આપ ના સંયોજક કેજર”વાલ જ્યારે તેમના કુખ્યાત રેવડી કલ્ચર ની ગુજરાત ના મતદારો ઉપર નહીવત અસર દેખાતા રઘવાયા થયેલા કેજરીવાલ રાજકોટ ખાતે ની પત્રકાર પરિષદ્ધ માં અહીં સરકારી અધિકારીઓ ને ‘આપ’ માટે કામ કરવા અથવા ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા ની ધમકી આપી હતી. તાજેતર ના ‘આપ’ ના સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ ગુજરાત ના પ્રવાસ દરમ્યિાન આપેલા નિવેદને મોટો વિવાદ સર્યો હતો. આ નિવેદન ની સામે પ૬ જેટલા પૂર્વ સનદી અધિકારીઓ એ ચૂંટણી પંચ ને પત્ર લખી ને ફરિયાદ કરતા આ નિવેદન સનદી સેવાઓ ના નિયમો ના ભંગ સમાન અને લોકતા’ત્રિક માળખા ઉપર કહુરાઘાત સમાન હોવા નું જણાવી ને ચૂંટણી પંચ પોતા ની સત્તા નો ઉપયોગ કરી ને આની સામે કડક કાર્યવાહી કરે અને ‘આપ’ ની માન્યતા રદ કરે તેવી માંગ કરી હતી. ૩ જી સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે રાજકોટ ખાતે ની પોતાની પત્રકાર પરિષદ માં સનદી અધિકારીઓ ને આપ માટે કામ કરવા ની કડક રીતે ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ આમ નહીં કરે તો જ્યારે કેટલાક મહિનાઓ બાદ અમે સત્તા ઉપર આવીશું ત્યારે જે લોકો અમારું કહ્યું નહીં માન્યું હોય તેમની સામે કડક પગલા લઈશું આની સામે પ૬ પૂર્વ સનદી અધિકારીઓ એ કેન્દ્રીય ચૂંટણી પંચ ના મુખ્ય ચૂંટણી કમિશનર ને પત્ર લખી ને આને ભારત ના લોકતાંત્રિક માળખા કે જેની અંતર્ગત ચૂંટણીઓ યોજાય છે તેની ઉપર ના કહુરાઘાત ગણાવી હતી. કેજરીવાલ ની ટિપ્પણીઓ લોકો ના પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની જોગાવાઈ નું ઉલ્લંઘન કરે છે. આ પૂર્વે પણ આપ ના સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કરાયેલી અસંતુલિત અને અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીઓ નો પણ નિર્દેશ કરતા ‘આપ’ ની માન્યતા રદ કરવા ની માંગ કરી હતી. પૂર્વ સનદી અધિકારીઓ એ મુખ્ય ચૂંટણી કમિશનર ને ચૂંટણી લોકત’ત્ર ને નષ્ટ કરવા બદલ ગુજરાત માં ફરજ બજાવતા સનદી અધિકારીઓ ને ખુલ્લેઆમ, પ્રેસ કોન્ફરન્સ માં લાલચ આપવા નો કથિત પ્રયાસ કે જેથી થોડા માસ માં આવી રહેલી વિધાનસભા ની ચૂંટણી માં આપ ને ફાયદો થાય તેની ગંભીર નોંધ લેવા કડક કાર્યવાહી કરતા આપ ની માન્યતા રદ કરવા ની માંગ કરી હતી.