ઈરાન માં વકર્યો હિજાબ વિવાદ
ઈરાન માં ધાર્મિક કટ્ટરતા ના પગલે ૨૨ વર્ષ નીયુવતિ મહેસા અમીની ની ૧૩ મી સપ્ટે.એ થયેલી ધરપકડ બાદ ૧૬ મી સપ્ટે. એ શંકાસ્પદ સંજોગો માં તેના થયેલા મૃત્યુ સામે ઈરાન ના વિવિધ | * શહેરો માં મહિલાઓ રસ્તા ઉપર ઉતરી છે આવી છે. નો ટુ હિજાબ ના હેશટેગ અંતર્ગત દેશભર માં દેખાવો ના વિડીયોઝ સોશ્યિલ મિડીયા માં ટ્રેડ થઈ રહ્યા છે. ઈરાન માં ઈસ્લામિક ધાર્મિક ક્રાંતિ બાદ ઈરાની મહિલાઓ ની હાલત સવિશેષ બદ થી બદતર થઈ ગઈ હતી. ઈરાન માં મહિલાઓ માટે માથુ ઢાંકવું અને હિજાબ પહેરવો ફરજીયાત છે. ઈરાન માં જો છોકરીઓ માત્ર ૭ વર્ષ ની ઉંમર પછી માથુ નથી ઢાંકતી તો તેઓ સ્કુલ માં પ્રવેશવા ની મનાઈ છે. તદુપરાંત યુવા મહિલાઓ તેમનું માથુ ઢાંકતી કે હિજાબ નથી પહેરતી તો તેમને ક્યાંય નોકરી નથી મળતી. તદુપરાંત હિજાબ વગર ની કે માથુ ઢાંક્યા વગર ની કોઈ યુવતિ જાહેર માં દેખાય તો ખાસ આ કામ માટે જ ઈરાન માં ધાર્મિક પોલિસ તૈયાર છે જે આવી યુવતિઓ ને ઉપાડી જાય છે તેની ધરપકડ કરી ને તેને પારાવાર ટોર્ચર કરાય છે અને તેની પાસે માફીનામુ લખાવ્યા પછી જ ફરી આમ ના કરવા ની શરતે જ તેને મુક્ત કરાય છે. હાલ નો બનાવ ૧૩ મી સપ્ટેમ્બર નો છે. એક ૨૨ વર્ષીય યુવતિ મહિસા અમીની પોત|ાના પરિવાર ને મળવા તેહરાન આવી હતી. તે બજાર માં નીકળી હતી પરંતુ તેણે હિજાબ પહેર્યો ના હતો. અચાનક ત્રાટકેલી ઈરાની ધાર્મિક પોલિસે મહિસા ઈમાની ને બળજબરી થી, ખેંચી, ઢસડી અને ટીંગાટોળી કરી ને અને માનવતા ની તમામ હદો પાર કરતા જંગલિયત ભરી રીતે ‘ધરપકડ કરી હતી. બજાર માં, લોકો ની હાજરી માં ધાર્મિક પોલિસ જે બર્બરતા થી તેની ધરપકડ કરી, જે વિડીયો માં સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યાર બાદ બંધ વેન માં અને પોલિસ થાણા માં તેની ઉપર શું અત્યાતાર ગુજારાયો તે તો માત્ર ઉપરવાળો જ જાણે, પરંતુ ધરપકડ ના ત્રણ કલાક પછી બેભાનાવસ્થા માં તેને હોસ્પિટલ માં દાખલ કરાઈ. હોસ્પિટલ ના રિપોર્ટ પ્રમાણે માથા માં ઈજા ના કારણે તે કોમા માં ચાલી ગઈ હતી. ત્રણ દિવસ ની સારવાર બાદ ૧૬ મી સપ્ટેએ તેનું દુઃખદ નિધન થઈ ગયું. ઈરાની મિડીયા રિપોર્ટ અનુસાર અમીની ની ધરપકડ ના કેટલાક કલાકો બાદ તે કોમા માં જતી રહી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. મહિસા ઈમાની ના પરિવાર ના મતે તે બજાર જવા નીકળી સંપૂર્ણ સ્વસ્થ હતી, પરંતુ તેનું મોત શંકાસ્પદ સંજોગો માં થયું હતું. રિપ માં જણાવ્યા મુજબ અમીની ની ધરપકડ બાદ પોલિસ સ્ટેશન અને લગભગ ત્રણ કલાક બાદ હોસ્પિટલ બેભાનાવસ્થા માં લઈ જવાઈ તે સમયગાળામાં શું બન્યું તે કોઈ ની જાણ માં નથી. ઈરાન ના વકીલ સઈદ દેહગન ના મતે અમીની નું મોત એક હત્યા છે. તેને માથા માં ઈજા પહોંચતા ફ્રેક્ટર થયું હતું જેના કારણે તે કોમા માં ચાલી ગઈ હતી અને અંતે તેનું મોત થયું હતું. વૈશ્વિક સ્તરે માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલ એ કહ્યું હતું કે પોલિસ ઉપર અત્યાચાર ના આરોપો લાગ્યા છે. ૨૨ વર્ષીય મહસા ની પોલિસ કસ્ટડી માં થયેલા શંકાસ્પદ મોત ની ન્યાયિક તપાસ થવી જોઈએ. પોલિસે બળજબરી થી હિજાબ કાયદો લાગુ કરવા માટે તેની ધરપકડ કરી હતી. ૩ દિવસ ની કસ્ટડી બાદ તેનું મોત થયું હતું. જ્યારે 5 ઈરાન માં અમેરિકી રાજદૂત રોબર્ટ મેલ એ કહ્યું હતું કે પોલિસ કસ્ટડી માં મહિસા ઘાયલ થતા તેનું મોત થયું હતું. તેના મોત માટે જવાબદાર અધિકારીઓ ને સજા આપવી જોઈએ. ઈરાન માં મહિલાઓ ઉપર થતા અત્યાચારો રોકવા જોઈએ. જો કે ઈરાનની પોલિસે તમામ આરોપો નકારતા કહ્યું હતું કે પોલિસે અમીની સાથે કોઈ મારઝૂડ કરી નથી. ૧૩ મી સપ્ટે. ધરપકડ કરાયેલી કેટલીક યુવતિઓ પૈકી અમીની પણ હતી. જો કે તેને પોલિસ સ્ટેશન લાવતા જ બેભાન થઈ ગઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલ માં દાખલ કરાઈ હતી. જો કે આ સઘળા ઘટનાક્રમ બાદ ઈરાન માં મહિલાઓ માં રોષ અને ઉગ્ર આક્રોશ ફાટી નિકળ્યો હતો. દેશભર માં હજારો લાખો મહિલાઓ હિજાબ નો ત્યાગ કરી ને ઉગ્ર દેખાવો તેમ જ વિરોધ પ્રદર્શનો કરી રહી છે, હિજાબ ને હવામાં ઉડાડતા અને ઘણા સ્થળો એ તો હિજાબ ને આગ લગાવી સળગાવતા વિડીયો પણ હેશટગ નો ટુ હિજાબ ઉપર વાયરલ થઈ રહ્યા છે. જ્યારે ઘણી મહિલાઓ મહિસા અમીની ના મોત ઉપર શોક પ્રગટ કરતા પોતાના માથા ના વાળ પણ કાપી રહી છે. આમ ઈરાન માં મહિલાઓ ઈરાન ના ઈસ્લામિક રિપબ્લિક ના કડક હિજાબ ના નિયમો તોડતા દેશભર માં તેની સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો કરી રહી છે.