ઓસ્ટ્રેલિયા નો ૪ વિકેટ એ વિજય.

પ્રવાસી ઓસ્ટ્રેલિયા અને યજમાન ભારત વચ્ચે યોજાયેલી ૩ મેચ ની ટી-૨૦ સિરીઝ ના મુકાબલા ની પ્રથમ મેચ મંગળવાર ૨૦ સપ્ટેમ્બરે રમાઈ હતી. ટીમ ઈન્ડિયા એ પ્રથમ બેટિંગ કરતા શાનદાર ૨૦૮ રનનો સ્કોર બનાવ્યા છતા કેચિસવિન્સ મેચીસ ને યથાર્થ પૂરવાર કરતા ટીમ ઈન્ડિયા એ ઘણા અગત્ય ના કેચો છોડતા આટલા જ્વલંત સ્કોર કર્યા બાદ પણ છેલ્લા ચાર બોલ બાકી હતા ત્યારે ઓસિ એ આ મેચ ચાર વિકેટ એ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા તરફ થી લોકેશ રાહુલ અને રોહિત શર્મા એ ઓપનિંગ કર્યું હતું. જો કે રોહિત શર્મા માત્ર ૧૧ રન બનtવી ને તથા ત્યાર બાદ આવેલા કોહલી પણ અંગત ૨ રને આઉટ થતા સ્કોર ૩૫ એ ૨ વિકેટ થયો હતો. જો કે રાહુલના શાનદાર અડધી સદી ફટકારી પપ રન તથા સૂયાં ના ૪૬ રન ની. મદદ થી સ્કોર ૧૨૬ રને ચાર વિકેટ થયો હતો. ત્યાર બાદ અક્ષર પટેલ અને દિનેશ કાર્તિક પણ અંગત ૬-૬ રન બનાવી આઉટ થયા હતા. જો કે રનો ની આતશબાજી કરતા માત્ર ૩૦ બોલ માં ૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા ની મદદ થી હાર્દિક પંડ્યા ના અણનમ ૭૧ રન અને હર્ષલ પટેલ ના અણનમ ૭ રન ની મદદ થી ટીમ ઈન્ડિયા એ ૨૦ ઓવરો માં છ વિકેટે ૨૦૮ રન બન વ્યા હતા. ઓસિ તરફ થી નાથન એલિસ-૩, હેઝલવુડ-૨ અને ગ્રીન-૧ વિકેટ ઝડપી હતી. ઓસિ એ જીતવા માટે ૨૯ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા પ્રથમ ઓવર થી જ ૧૦ રન ની એવરેજ જાળવી રાખી હતી. ઓપનર ફિંચ અને ગ્રીન એ સ. દ ૨ શ જે આel કરતા ફિચ અંગત ૨૨ કરને આઉટ થતા ૩૯ રને પ્રથમ વિકેટ પડી હતી. જો કે ગ્રીન એ શાનદાર અર્ધ શતક ફટકારતા ૬૧ રન, સ્ટિવ સ્મિથ-૩૫ જ્યારે મેક્સવેલ એ માત્ર ૧ રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ ઇંગલિસ ૧૭૨ને અને ડેવિડ પણ ૧૮ રન બનવી ને આઉટ થયા હતા. જો કે આ દરમિયાન ટીમ ઈન્ડિયા એ ત્રણ મહત્વ ના અને સરળ કેચ છોડ્યા હતા. અંતે મેયુડ ના અણનમ ૨૧ બોલ માં ૪૫ રન અને પેટ કમિન્સ ના અણનમ ૪ રન ની મદદ થી ઓસિએ ૧૯.૨ ઓવરો માં છ વિકેટ એ ૨૧૧ રન બનાવતા ચાર વિકેટે વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફ થી અક્ષર પટેલ-૩, ઉમેશ યાદવ-૨ અને ચહલે ૧ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા તરફ થી ૨૦૮ રન ના શાનદાર સ્કોર છતા ટીમ ઈન્ડિયા ની હાર માં કેચો છોડવા ઉપરાંત રોહિત શર્મા ની કંગાળ કપ્તાની એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એશિયા કપ ની છેલ્લી બે મેચો માં ૧૭ મી અને ૧૯ મી મહત્વ ની બે ઓવરો મૂવી ને આપતા ભૂવી ની બોલિંગ માં જીતેલી બાજી હાર માં પલ્ટાવા અને તેના કારણે શરમ જનક રીતે વર્લ્ડકપ જીતવા ના સપના જોતી ટીમ ઈન્ડિયા એશિયા કપ ની ફાયનલ માં પણ પહોચી શકી ન હતી. આવી વાસ્તવિકતા છતા કપ્તાની માં નાદારી નોંધાવતા રોહિત શર્મા એ ફરી એ જ ભૂલ નું પુનરાવર્તન કરતા ઓસિ સાથે ની મેચ માં પણ ઉમેશ યાદવે માત્ર ૨ ઓવરો માં બે વિકેટ ઝડપી તેની બે ઓવરો બાકી હોવા, તેમ જ હાર્દિક ની પણ બે ઓવરો બાકી હોવા છતા પણ આ મેચ માં પણ અત્યંત મહત્વની એવી ૧૭ મી અને ૧૯ મી ઓવરો મૂવી ને જ આપી હતી. ભૂવી એ ચાર ઓવરો માં પર રન આપી શૂન્ય વિકેટ ઝડપી ઓસિ નો જીતવા નો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આમ હાર્દિક પંડ્યા ના ૩૦ બોલ માં શાનદાર બેટીંગ પ્રદર્શન કરતા બનાવેલા ૭૧ રન તેમ જ અંતિમ ઓવર્સ માં પણ સતત ત્રણ છગ્ગા ફટકારી અંગત ૭૧ રન બનાવ્યા હતા તે શાનદાર રમત એળે ગઈ હતી. આ અગાઉ એશિયા કપ માં પણ પાકિસ્તન અને શ્રીલંકા સામે ડેથ ઓવર્સ પૈકી ની ૧૯ મી ઓવર માં ભૂવી એ અનુક્રમે ૧૯ અને ૧૪ રન આપ્યા હતા અને પરિણામે ભારત એશિયા કપ થી બહાર થઈ ગયું હતું. જયારે આમ છતા ઓસિ સામે પણ કંગાળ કપ્તાની કરતા રોહિત શર્મા એ ફરી ૧૯ મી ઓવર ભૂવી ને આપતા તેણે ૧૫ રન આપ્યા હતા. આઈસીસી રેંકીંગ માં પણ ભૂવી ખરાબ પ્રદર્શન ના પગલે બે સ્થાન નીચે આવી ગયો છે. આ ઉપરાંત હાર ના કારણો માં કેમરુન ગ્રીન ના ૪૧ ના સ્કોરે હાર્દિક પંડ્યા ની બોલિંગ માં અક્ષર પટેલે મિડ વિકેટ ઉપર છોડેલો આસનિ કેચ, સ્મિથ નો ૧૯ રન ના સ્કોરે અક્ષર પટેલ ની બોલિંગ માં લોંગ ઓફ ઉપર કે.એલ.રાહુલ એ છોડેલો કેચ તેમ જ ચહલે પોતાની જ બોલિંગ માં ફોલો શ્રુ પર છોડેલો કેચ પણ ભારત ની હાર માટે કારણભૂત બન્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published.