ગુગલ ને ૩૨,૦૦૦ કરોડ રૂ.નો દંડ
ગુગલ પોતાના એકાધિકાર જાળવી રાખવા નવા અને નાના પ્રતિસ્પર્ધીઓ ને દૂર કરવા પોતાના વર્ચસ્વ નો ઉપયોગ કરવા ઉપરાત જાહેરાતના પૈસા પણ મન ફાવે તેમ વહેંચણી, ગોપનીયતા ઉલ્લંઘન જેવા ઘમા મામલે વિશ્વભર ની ઘણા દેશો ની અદાલતો માં તેની સામે કેસો ચાલી રહ્યા છે. GO યુરોપિયન યુનિયન ની બીજી સૌથી મોટી અદાલત માં ગુગલ ઉપર પોતાના વર્ચસ્વ નાદુરુપયોગ ના કેસ માં કસુરવાર ઠરતા અદાલતે ૪.૧ બિલિયન ડોલર અર્થાત ૩૨ હજાર કરોડ નો દંડ ફટકાર્યો હતો. કોર્ટે ચુકાદો માં જણાવ્યું હતુ કે ગુગલે એન્ટિ ટુ કાયદા નો ભંગ કર્યો હતો. ગુગલે તેની એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન ટેકનોલોજી નો ઉપયોગ કરી ને અને તેના સર્ચ એન્જિન લિડરશીપ ને મજબૂત કરવા માટે તે માર્કેટ માં તેના વર્ચસ્વ નો દુરુપયોગ પોતના પ્રતિસ્પર્ધીને દૂર કરવા માટે કર્યો હતો. આ જ રીતે આ અગાઉ દ. કોરિયા માં ગોપનિયતા ઉલ્લંઘન ના મામલે મેટા અને આલ્ફાબેટ ઉપર પણ ૩૧ મિલિયન ડોલર અર્થાત કે પ૬૫ કરોડ નો સંયુક્ત દંડ લગાવ્યો હતો. આ કેસ ની તપસિ માં જાણવા મળ્યું હતું કે ગુગલ યુઝર ડેટા એકત્રિત કરી રહ્યું હતું અને તેનો અભ્યાસ કરી રહ્યું હતું અને તેમની વેબસાઈટ ના ઉપયોગ ઉપર નજર રાખી રહ્યું હતું. પાછલા થોડાક વર્ષો થી ગુગલ અને અન્ય કેટલાક ટેક જાયન્ટ્સ તેમની એકાધિકાર પ્રથાઓ ને લઈ ને સમગ્ર વિશ્વ માં દબાણ હેઠળ છે. ભારત પણ આવી ટેક કંપનીઓ ના એકાધિકાર અને અવિશ્વાસ ના વર્તન સામે કમર કસી રહ્યું છે. ભારત માં સી આઈ અને એમઈઆઈટીવાય ના નેતૃત્વ હેઠળ ઘણા પગલા લેવા માં આવી રહ્યા છે. જેમાં ભારતીય સમાચાર પ્રકાશકો ની સાથે ગુગલ જેવી કંપનીઓ ના વિશ્વાસ વિરોધી વર્તન નો ગંભીરતા થી પડકારવા માં આવ્યો છે. દેશ ની સંસદીય સમિતિ પણ આ મામલે તપાસ કરી રહી છે. ભારત સરકાર એન્ટિ ટ્રસ્ટ વોચડોગ, સીસીઆઈ અને ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ સાથે આવક ની યોગ્ય વહેંચણી કરતું નથી તેવી મળેલી અરજી ઉપર કાર્યવાહી કરી રહ્યા છે. અરજી માં આવક ની યોગ્ય વહેંચણી નહીં કરવા નો આરોપ લગાવાયો હતો. રેવન્યુ શેરિંગ મોડલ ને પારદર્શક બનાવવા માટે ભારત ની અગ્રણી મિડીયા સંસ્થાઓ એક સાથે આવી ગઈ છે.