ગૌરીખાન અને કરણ જોહર
કોફી વિથ કરણ માં ત્રણ સ્ટાર્સ પત્નીઓ – શાહરુખ ખાન ની પત્ની ગૌરી | ખાન, ચંકી પાંડે ની પત્ની ભાવના પાંડે અને સંજય કપૂર ની પત્ની મહિપ કપૂર આવ્યા | હતા. કરન એ હાલ માં જ આ એપિસોડ નો પ્રોમો રિલીઝ કર્યો હતો. ગૌરી ખાન અને કરણ જોહર વચ્ચે | ખૂબ સારા સંબંધો છે. આ એપિસ | દોડ માં કરન ગૌરી ને પ્રશ્ન કર્યો હતો કે તે પોતાની પુત્રી સુહાના ખાન ને કઈ ડેટીંગ ટીપ્સ આપવા માંગે છે ? તેના જવાબ માં સભ્યતા અને સંસ્કૃતિની બાબતમાં જેટલો છીછોરો” આ શો છે તેવો જ જવાબ આપતા ગૌરી ખાને કહ્યું હતું કે સુહાના ક્યારેય એક સાથે બે છોકરાઓ ને ડેટ ના કરે. આ વાત સાંભળી ને સેટ ઉપર ઉપસ્થિત અન્ય સૌ પણ હસવા લાગ્યા હતા. ત્યાર બાદ કરને પોતાના જીગરી દોસ્ત શાહરુખ ખાન ની યજમાની ની પ્રશંસા કરતા કહ્યું હતું કે શાહરુખ જ્યારે પોતાના ઘરે પાર્ટી કરતો હોય છે ત્યારે તે શ્રેષ્ઠ યજમાન બનતો હોય છે. તે પાર્ટી માં આવેલા તમામ મહેમાનો ને તેઓ વિદાય લેતા હોય ત્યારે તેમની સાથે છેક તેમની કાર સુધી 2.કી મુકવા જતો હોય છે. આતિથ્ય ના આદરસન્માન ને તે હંમેશા બખૂબી નિભાવતો હોય છે. તેના જવાબ માં ગૌરી ખાને કહ્યું હતું કે લોકો ભલે શાહરુખ ની આ આદત ના વખાણ કરતા હોય પરંતુ તે શાહરુખ ની આ આદત થી પારાવાર મુશ્કેલી માં મુકાતી હોય છે, તેને ઘણીવાર એમ લાગે છે કે શાહરૂખ ઘર માં પાટી કરવા ના બદલે, તે સમયે બહાર જ વધારે સમય પસાર કરે છે. વિદાય લઈ રહેલા મહેમાનો શાહરુખ સાથે તે સમયે અંગત વાત કરવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે બહાર જ સમય વધારે લાગતો હોય છે. જ્યારે તે જ સમયે પાર્ટી માં હાજર મહેમાનો યજમાન અર્થાત શાહરુખ ખાન ને શોધતા હોય છે. તેને પોતાને ઘણી વાર એમ લાગે છે કે પાર્ટી ઘર ના બદલે બહાર કમ્પાઉન્ડ માં જ થઈ રહી છે. આ ઉપરાંત ગૌરી ખાને એમ પણ કહ્યું હતું કે તેની અને શાહરુખ ની વાસ્તવિક જીવન ની લવ સ્ટોરી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે નામ આપવું જોઈએ કારણ કે તેમની લવસ્ટોરી પણ એવી જ છે.