દાદીમા ના નુસખા
– સરસિયાના તેલમાં બે ટીપા અમૃતધારા મેળવી કાનમાં નાંખો. – કાનનું દરદ તથા ઘા ને મટાડવા માટે માતાઓ અક્સર પોતાનું દૂધ બાળકોના કાનમાં નાંખે છે. – કાનમાં ગૌમૂત્રના બેત્રણ ટીપાં નાખવાથી કાનમાં દુખાવો મટી જાય છે. – સુંદર વૃક્ષના પાંદડાનો રસ કાઢી તેમાં થોડું ઘી મેળવી કાનમાં નાંખો. – શિરીષના પાંદડાને વાટી ગરમ કરી એક પોટલીમાં મૂકો, ત્યાર પછી તેનાથી કાનનો શેક કરો. – ગુલાબના પાનનો રસ કાઢી કાનમાં ના’ખો. – કુંવારપાઠાનો રસ કાઢી ગરમ કરો પછી હુંફાળું કરી કાનમાં નાંખો. -માટીના શકોરાને છાણાની આંચ પર ગરમ કરો. પછી તેમાં ગૌમૂત્ર નાંખો જેથી ગૌમૂત્ર ગરમ થઈ જશે. આને સહન થાય એટલું ગરમ રાખી કાનમાં નાંખો. – લસણના તેલથી કાનનો દુખાવો તરત મટી જાય છે. – ૫૦ ગ્રામ સરસિયાના તેલમાં બે ચમચી મૂળાનો રસ મેળવો, પછી તેને થોડું ગરમ કરો. રસ બળી ગય પછી જ્યારે કેવળ તેલ રહી જાય ત્યારે તેને સહન થાય એટલું ઠંડુ કરી કાનમાં નાંખો. – ચાર લવિંગ, થોડું દાડમનું ફૂલ, ૪ ગ્રામ ટંકણખાર તથા ૨ ગ્રામ કરતૂરી-આ બધાંને બદામના રસમાં ઘોટી, ગરમ કરો, પછી ગાળીને શીશીમાં ભરી લો. એમાંથી બે-બે ટીપાં કાનમાં નાંખો. કાનની દરેક પ્રકારની બિમારી માટે આ રામબાણ નુરૂ ખો છે. – કેરીના પાંદડા પર તેલ ચોપડી ગરમ કરી કાન પર બાંધો. – આદુનો રસ થોડો ગરમ કરી કાનમાં નાંખવાથી દરદ મટી જાય છે. દાદી મા – – કાનમાં ચંદનનું તેલ ના- ૬ “ખવાથી કાનનો દુખાવો મટી જાય છે. – ટંકણખાર ને વાટી તેમાં થોડો લીંબુનો રસ મેળવો. આ રસ દરરોજ બેવાર કાનમાં નાંખો. – સરસિયાના તેલમાં એક ચમચી અજમો નાંખી ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે તેને ગાળી લો. આ તેલને ત્રણવાર કાનમાં ટપકાવો. – સરસિયાના તેલમાં હળદરને પકાવો. જ્યારે તેલ સારી રીતે ઉકળી જાય ત્યારે ગાળીને કાનમાં નાંખો. – આંબલીના પાંદડાને સરસિયાના તેલમાં પકાવો, પછી તેલને ગાળી કાનમાં નાંખો. – જાંબુના ઠળીયાને વાટી સરસિયાના તેલમાં ચઢાવો પછી આ તેલને ગાળી કાનમાં ટીપેટીપે નાથો. – બે કળી લિમડાની, ચાર પાંચ લિંબોળી તથા બે લવિંગ – આ બધાને સરસિયાના તેલમાં ઉકાળો. જ્યારે તેલ સારી રીતે ઉકળી જાય ત્યારે તેને ગાળી કાનમાં નાંખો. – બિલીનું તેલ, લિમડાનું લના તેલલસણનું તેલ તથા સપ્તગુણ તેલ મેળવી કાનમાં નાંખો. – એરંડીયાનું તેલ અને સરસિયાના તેલને ગરમ કરી કાનમાં નાંખો. પથ્થ-અપથ્ય – ભોજન સાદુ, હલકુ અને શીઘ પચે તેવું ખાઓ. દાળોમાં તુવર, અડદ, મસુર વગેરે ખાવી જોઈએ નહીં. તૂરીયા, દૂધી, વાલોર, ટામેટા, પાલક, મૂળા વગેરે શાક લાભદાયક છે. દૂધ તથા ઋતુ પ્રમાણેના ફળ ખાવા જોઈએ. કબજીયાત થવા દેવી જોઈએ નહીં. જો કોઈ કારણે કબજીયાત થયો હોય તો તે માટે પપૈયું, એરંડીયાનું તેલ અથવા નાની હરડેનું ચૂરણ યોગ્ય પ્રમાણમાં લો. પેટ સાફ કરવા માટેની કોઈ તીવ્ર દવા લેવી જોઈએ નહીં. કાન સળી કે પીનથી સાફ કરવો નહીં. કાનને પિચકારીથી ધોઈ દવા નાંખવાથી ઘણો લાભ થાય છે. નાકોરી નાકમાંથી અચાનક લોહી વહે તેને નાકોરી કહેવાય છે. આ બાળકો તથા યુવકોને વધુ થાય છે. કોઈકોઈવાર વૃધ્ધોને પણ આનાથી પીડાતા જોયા છે. ગરમીના વાતાવરણમાં શારીરિક ગરમી વધી જવાથી નાકોરી ફૂટે છે. ગરમીના વાતાવરણમાં શારીરિક અનુસંધાન આવતા અંકે દાદી માં ના નુસખા ગુજરાત એક્સપ્રેસ પોતાના વાચકો માટે સામાન્ય શારીરિક તકલીફો માટે દેશ માં થતા દેશી ઓસડીયા કે જેનો દાદીમા ના નુસખા તરીકે પ્રચલિત છે તે અત્રે રજુ કરે છે, આમ તો આ દેશી ઓસડીયા અને ઘરગથ્થુ ઉપચારો હોવાથી કોઈ આડઅસરો ની શક્યતા નથી.પરંતુ પરંપરાગત ઘરેલુ નુસ્ન માત્ર આપની જાણ માટે પ્રકાશિત કરવા માં આવે છે. આવા અખતરા ના ફાયદા-ગેરફાયદા કે અસરકારકતા માટે ગુજરાત એક્સપ્રેસની કોઈ જવાબદારી નથી. આપની તકલીફ માં જરૂરી દાક્તરી સલાહ સુચનો લેવા નમવિનંતી,