નીતિશ – પી.કે. મુલાકાત

– બિહાર નામિ.પટુરામ એ ફરી એક વખત સ્વભાવગત પલ્ટી મારી છે. હજુ ગત સપ્તાહ સુધી જેને તેઓ ભાંડતા હતા તેવા દેશ ના ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે. ને પટણા ના મુખ્યમંત્રી આવાસ ઉપર ખાસ મુલાકાત માટે આમંત્ર્યા હતા. બિહાર ના અતિ મહત્વકાંક્ષી મુખ્યમંત્રી અને છેલ્લી બે વિધાનસભા ની ચૂંટણી દરમ્યિાન સતત ધટતા જતા જનાધાર બાદ આગામી ચૂંટણી માં સમગ્ર રાજકીય કારકિર્દી અને પોતાના જનાધાર ઉપર જ પ્રશ્નાર્થ લાગી જાય તે પૂર્વે નવી રાજકીય જમીન શોધ ની તે તેમની મહત્વકાંક્ષા થી વધારે જરુરિયાત છે – અસ્તિત્વ ની લડાઈ છે. આ માટે જ પોતાની રાજકીય જમીન ચકાસવા તેઓ રાજધાની દિલ્હી ની ત્રિદિવસ ીિય યાત્રા ઉપર જઈ આવ્યા જે દરમ્યિાન ઘણા રાષ્ટ્રીય પક્ષો ના નેતાઓ સાથે સંયુક્ત વિપક્ષી મોરચા ના બેનર હેઠળ મુલાકાતો કરી. જો કે આ મુલાકાત અગાઉ જ તેઓ સ્પષ્ટ કરી ચુક્યા હતા કે તેઓ વડાપ્રધાનપદ ના ઉમેદવાર નથી. જો કે આવા જ વિપક્ષી એકતા ના ઝંડાધારી મમતા બેનરજી, કે.સી. આર., અરવિંદ કેજરીવાલ પહેલે થી જ બેઠા છે. જો કે હાલ માં અરવિંદ કેજરીવાલ મોટા લાડવા ની આશા એ અલગ ચોકો જમાવી ને બેઠા છે. જ્યારે રાજ્ય માં પોતા ની માત્ર ૪૩ હોવા છતા ઝગડતી બે બિલાડીઓ પૈકી ૭૪ બેઠકો ધરાવતા ભાજપા સાથે પહેલા અને હવે ૭૫ બેઠકો ધરાવતા આરજેડી સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી પદ પોતે જ જાળવી રાખ્યું છે. છેલ્લા ૧૭-૧૭ વર્ષો થી પ્રદેશ ઉ : ૨ cle એકધારુ શાસન કે ય ‘ બાદ પણ બિહાર ગણના આજે દેશ ના સૌથી પછાત રાજ્ય ની જ્યારે ગુન્હાખોરી માં અવ્વલ નંબરે થાય છે. હવે આ પલ્લુરામ બે બિલાડી ની રમત ફાવી જતા કેન્દ્રીય લેવલે પાંચ-છબિલાડીઓ વચ્ચે રમત રમવા પહોંચતા જ જોયું કે ત્યાં તો પોતાની રમત નો મોટો બાઘડબિલ્લો પહેલાથી જ બેઠો છે. વિપક્ષી એકતા ની પોતાની અગાઉ પણ વાત કરનારા તમામ નેતાઓ મમતા, કેસીઆર અને કેજરીવાલ બાદખુદપટુરામ ને પણ શરદ પવાર ને મળવા અને આશીર્વાદ લેવા જવું જ પડ્યું હતું. વળી તેઓ વિપક્ષી એકતા માટે કોંગ્રેસ ના રાહુલ-સોનિયા ને મનાવવા ના પ્રયત્નો માં હતા ત્યારે આ જ વિપક્ષી એકતા ના ધ્યેય સાથે તેમને મળવા પટના આવેલા તેલંગણા ના મુખ્યમંત્રી કે આર એ રાજકીય રીતે વિસ્ફોટક જાહેરાત કરતા ટૂંક સમય માં રાષ્ટ્રીય પાર્ટી બનાવવા ની જાહેરાત કરવા ઉપરાંત કોંગ્રેસ સાથે કોઈ પણ ગઠબંધન ની સંભાવનાઓ ને નકારી દીધી હતી. જો કે આ બાબત નીતિશ સાથે વિશ્વાસઘાત ઉપરાંત વિપક્ષી એકતા ના પ્રયત્નો ઉપર વજાઘાત સમાન હતી. બીજી તરફ ચૂંટણી રણનીતિકાર ૨૦૨૪ની લોકસભા ની ચૂંટણી માં ભાજપા ને હરાવવા નો રોડમેપ તૈયાર કરી કોંગ્રેસ સાથે ના ગઠબંધન કે કોંગ્રેસ માં પ્રવેશ નો નિષ્ફળ પ્રયત્ન કર્યા બાદ હવે બિહાર માં જ પ્રાદેશિક પાર્ટી બનાવવા પોતાની રાજકીય ભૂમિ તપાસી રહ્યા હતા. આ કારણે જ નીતિશ અને પી.કે. એકબીજા ઉપર રાજકીય પ્રહારો કરવા ની એક પણ તક ચૂકતા ન હતા. નીતિશકુમારે તો તેને એલફેલ બોલનારો અને ભાજપા માટે કામ કરનારો પણ ગણાવ્યો હતો. પરંતુ દિલ્હી યાત્રા બાદ પલ્લુરામ ને પોતાના મિશન સામે ના અવરોધો સ્પષ્ટ થતા પી.કે. ની જરુરિયાત જણાઈ. કારણ કે પી.કે. એ પોતાના ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાની સેવાઓ મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, જગન મોહન રેડ્ડી, એમ.કે. સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે તથા કોંગ્રેસ ને આપી ચુક્યા છે. આથી આ દરેક ની સાથે તેમના ખાસ સંબંધો અત્યારે નીતિશ ની તાતી જરુરિયાત છે. બિહાર ની જનતા ને લાલુ-રાબડી ના શાસન ને અંધકાર યુગ અને ગુન્હાખોરી અને ભ્રષ્ટાચાર નું શાસન ગણાવી પ્રથમવાર સત્તા મેળવ્યા બાદ ૨૦૧૫ અને ૨૦૨૨ માં બે વાર આ જ લાલુ યાદવ અને તેમના પુત્રો સાથે ગઠબધન રચીને સરકાર બનાવનાર નીતિશ વખત આવ્ય પાછી પલ્ટી મારી ને ભાજપા ના ખોળે પણ બેસી ચુક્યા છે. તેમને નીતિમત્તા નહીં પણ માત્ર સત્તા માટે, શાસન જાળવી રાખવા રાજકીય પક્ષો ને કે રાજ્ય ની જનતા નો દ્રોહ કરવા માં ક્યારેય શરમ નડી નથી. તો પોતના વડાપ્રધાન બનવા ના સપના ને, પોતાના મિશન ને માટે હવે બ્રહ્માસ્ત્ર લાગવા માંડેલા પી.કે. ને આમંત્રણ આપી ને મુખ્યમંત્રી આવાસે બોલાવવા માં પલ્લુરામ ને કોઈ શેહ-શરમ તો નડતી જ નથી. મુખ્યમંત્રી આવાસે આ બન્ને વચ્ચે લગભગ બે કલાક મંત્રણા ચાલી હતી.

Leave a Reply

Your email address will not be published.