[ભારતીય કાર માર્કેટ માં જબરદસ્ત તેજી

ભારત માં વિશ્વ માં સર્વાધિક જીડીપી અને દેશમાં મોંઘવારી અને બેરોજગારી અંગે વિપક્ષો ભલે ગમે તેટલા આક્રમક દાવાઓ કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશ નું કાર માર્કેટ નવરાત્રિ અને | દિવાળી ના તહેવારો પૂર્વે જ તહેવારો ની | સિઝન માં રંગાઈ ચુક્યુ છે. ભારત માં હર્ષોલ્લાસ અને ઉત્સાહ અને ઉમંગ થી ઉજવાતા નવરત્રિ, દશેરા અને જ દિવાળી પર્વ ને અન_લક્ષી ને કાર બજાર માં એક માસ પૂર્વે થી જ તેજી અને કાર ની ભારે માંગ નોંધાઈ ચૂકી હતી. કાર ની માંગવિક્રમી સ્તરે પહોંચવા થી સીધી અસર દેશ ની લોકપ્રિય બ્રાન્ડ મારુતિ ના માનેસર-ગુરુગ્રામ પ્લાન્ટ ખાતે સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં માંગ પુરી કરવા માટે પ્લાન્ટ્સ માં ૨૪ કલાક અવિરત કામગિરી ચાલી રહી છે. મારુતિ દ કંપની પાસે હાલ માં ૪.૦૮ લાખ કાર નું વેઈટીંગ છે. હાલ માં આ કંપની પાસે આ તહેવારો ના સમય માં જ ઓર્ડર પુરા કરવા ના લક્ષ્ય સાથે પુરજોશ માં પ્રોડકશન ચાલુ છે. કંપની એ ઓર્ડર પુરા કરવા ગત મહિને જ પ્લાન્ટ માં નવા કામદારો ની ભરતી કરવા ઉપરાંત ઓટો પાર્ટસ સપ્લાયરો ને પણ એડવાન્સ ઓર્ડર આપતા સમયસર ડિલીવરી માટે તાકીદ પણ કરી હતી. જેના પરિપાક રૂપે આજ સિઝન માં નવી સવા લાખ નોકરીઓ નું પણ સર્જન થયું હતું. ગત વર્ષે ઓગષ્ટ માસ માં સેમી કન્ડક્ટર ચિપ ની ઉછત ના કારણે જ્યાં ઉત્પાદન ૪૦ ટકા જ થયુ હતું જે પ્રથમ ત્રિમાસિક ગાળા માં જ વધીને ૯૨ ટકા ૧ થવા સાથે અત્યારે તો ઉત્પાદન ૧૦૦ ટકા ની ક્ષમતા સાથે ચાલુ થઈ ગયું છે. ઓગષ્ટ ૨૦૨૨ માં જ મારુતિ ની ૧,૬૭,૧૭૩ કારો નું વેચાણ થયુ હતું. જે આગામી ઓક્ટોબર, નવેમ્બર માસ માં વેચાણ નવા કિર્તીમાનો સ્થપાવા ની સંભાવનાઓ છે. ગુરુગ્રામ માં જ બાઈક-સ્ક ટિરનું વેચાણ કરનારી હીરો મોટોકોર્પ નો પણ પ્લાન્ટ છે. હીરો એ ઓગષ્ટ માસ L માં દ્વિચક્રી વાહનો ના – વેચાણ માં ૪૬ ૨,000 યુનિટ્સ નું વેચાણ કરી ને વિક્રમ રચ્યો હતો. આ વર્ષે એપ્રિલ થી ઓગષ્ટ સુધી માં જ ૨૨.૯૮ લાખ યુનિટ નું વેચાણ નોંધાયું હતું. આમ દેશ માં ન માત્ર કાર માર્કેટ માં પરંતુ દ્વિચક્રી વાહનો ની માંગ માં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.