માને સમગ્ર દેશ નું કર્યું અપમાન

આંતરરાષ્ટ્રીય સ્તરે ‘આપ’ ના પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ સમગ્ર દેશ નું માથુ શરમ થી ઝુકાવી દીધુ છે. પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ને જર્મની ના ફેંકફર્ટ એરપોર્ટ ઉપર લુફ્તાન્ઝા ની ફ્લાઈટ માં નશા માં ધૂત હોવા ના કારણે પ્લેન માં થી નીચે ઉતારી દેવાયા હતા. ભગવંત માન જ્યારે સાંસદ હતા ત્યારે પણ તેમની સોમરસ ની આદત વિષે દેશ ની સંસદ માં વડાપ્રધાન મોદી એ હળવી ટકોર કરી હતી. જો કે દેશ ની અને ખાસ કરી ને પંજાબ ની જનતા ને મુર્ખ સમજતા કેજરીવાલે પંજાબ વિધાનસભા ની ચૂંટણી વખતે જયારે ભગવંત માન ને મુખ્યમંત્રી પદ ના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પોતાની લાક્ષણીક જુઠુ બોલવા ની સ્ટાઈલ માં “માન સાબ ને દારુ પીના છોડ દીયા હૈ જી”કહ્યું હતું. તેમની બાજુ માં બેઠેલા ભગવંત માન પણ બે હાથ જોડી ને ખોટી હામી ભરી રહ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ અમુક પ્રસંગો એ તેમની લથડતી ચાલ અને જબાન વાસ્તવિકતા છતી કરતા હતા. પરંતુ જે રાજ્ય સરકાર ના મહત્તમ મંત્રીઓ અને વિધાયકો ભ્રષ્ટાચાર અને જેના થી પણ ગંભીર આરનેપો માં જેલ માં છે, જે રાજય સરકાર સામે આબકારી નીતિ માં, દારુનીતિ માં કરોડો ના ભ્રષ્ટાચાર ના આરોપો છે તે સરકાર ના મુખ્યમંત્રી પોતાની જાતે જ પોતાને અને પોતા ની સરકાર ને કટ્ટર ઈમાનદાર પાર્ટી ગણાવી રહ્યા છે. જ્યારે તેમના મુખ્યમંત્રી કે જેઓ જર્મની વ્યાપાર મેળા ડ્રિક ટેક ૨૦૨૨ માં સામેલ થવા ગયા હતા. જે દરમ્યિાન તેમણે બર્લિન, ફેંકફર્ટ અને મ્યુનિખ નો પ્રવાસ કર્યો હતો. ૧૭ મી સપ્ટેમ્બરે જ્યારે તેઓ લુફથસા ની ફ્લાઈટ થી પરત આવવા એરપોર્ટ પહોંચ્યા ત્યારે આ પ્લેન ના સહપ્રવાસીઓ ના જણાવ્યા પ્રમાણે ભગવંત માન એટલા ચિક્કાર નશા માં હતા કે તેઓ સીધા ચાલી પણ નહોતા શકતા. તેમના પત્ની અને સ્ટાફ તેમને સંભાળવા નો પ્રયત્ન કરતા હતા. જો કે ફલાઈટ નો સ્ટાફ કોઈ બાંધછોડ કરવા તૈયાર ના હોવા થી સ્ટાફ અને પત્ની ની લાખ વિનંતીઓ છતા તેમને ફ્લાઈટ માં થી નીચે ઉતારી મુક્યા હતા. આ બાબતે પંજાબ અને દેશભરમાં ભારે હોબાળો મચ્યો હતો. જો કે મુખ્યમંત્રી કાર્યાલય ના મિડીયા પ્રભારી નવનીત વાધવા ના જણાવ્યા પ્રમાણે આ બધી ફાલતુ અફવા છે. મુખ્યમંત્રી એ જર્મની પ્રવાસ માં ૧૮ સપ્ટે. સુધી જર્મની માં જ રહેવા નું હતું અને ‘આપ’ પાર્ટી ના મિડીયા કોમ્યુનિકેશન ડિરેક્ટર ચંદર સુતા ડોગરા ના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રીશ્રી ની તબિયત સારી નહી હોવાથી ૧૭ ના બદલે ૧૮ સપ્ટે. એ પરત ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.