યુએનજીએ માં મોદી છવાયા

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં જ્યાં આ વખતે ભારત ના વડાપ્રધાન મોદી ગયા પણ નથી અને ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકર દેશ નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના પોતાના સંબોધન માં ફાન્સ રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મેક્રોં ને વડાપ્રધાન મોદી ની પ્રશંસા કરી હતી. જ્યારે બીજી તરફ અમેરિકા ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિમને પણ પીએમ મોદી નાનિવેદન ને અમેરિકા આવકારે છે તેમ જણાવ્યું હતું. હાલ માં જ ઉઝબેકિસ્તાન ના સમરકંદ માં યોજાઈ ગયેલી શાંઘાઈ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયા ના રાષ્ટપતિ પુતિન વચ્ચે ની બેઠક માં મોદી એ પુતિનને ખાદ્યાન્ન, ઈંધણ ની અછત, ખાતરની મુશ્કેલીઓ નો ઉપાય શોધવા ની જરુરિયાત ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે આ સમય યુધ્ધ નો નથી. વડાપ્રધાન ના આ સુસ્પષ્ટ સંદેશાનેવિશ્વભર માં થી આવકાર મળી રહ્યો છે. ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ મેક્રો એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના પોતાના સંબોધન માં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સાચા હતા. આ વાત પૂર્વ વિરુધ્ધ પશ્ચિમ નો વિરોધ રજુ કરવા માટે નથી થઈ રહી. આમ ફ્રાન્સ અને અમેરિકા ના સત્તાવાર આ નિવેદન ને આવકાર આપવા ઉપરાંત વિશ્વવિખ્યાત વોશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સ તેમ જ સીએનએસ એ પણ વડાપ્રધાન ના નિવેદન ની મુક્તમને પ્રસંશા કરી હતી. વડાપ્રધાન મોદી નું આ નિવેદન એવા સમયે આવ્યું હતું કે જ્યારે રશિયા ના રાષ્ટ્રપતિ યુધ્ધ ના સાત મહિના બાદ પણ યુધ્ધ માં સફળતા ના મળવા ઉપરાંત પીછેહઠ કરવી પડી તે બાબત ને લઈને ધુંઆપઆ છે. હજુ સોમવારે જ તેમણે રસિયન સેના ના નવા ત્રણ લાખ સૈનિકો ને રિઝર્વ સૈનિક તરીકે તહેનાત કરવા ની જાહેરાત કરી હતી. તે પ્રસંગે તેમણે કહ્યું હતું કે રશિયા પશ્ચિમી દેશો ની સમસ્ત સૈન્ય મશીનરી સામે ની લડાઈ એકલા હાથે લડી રહ્યું છે. આ અગાઉ ૧૯૯૧ માં પશ્ચિમ સોવિયેટ યુનિયન ના ભાગલા કરાવવા માં સફળ રહ્યું હતું, પરંતુ આ વખતે પણ હવે રશિયા સાથે આવું થઈ રહ્યું છે. પોતની અખંડિતતા માટે રશિયા કોઈ પણ હદે જઈ શકે છે. મારી વાત ને ફક્ત ધમકી સમજવા ની ભૂલ ના કરતા. પુતિનનું આ નિવેદનને પરમાણુ શસ્ત્રો ના ઉપયોગ ના સંદર્ભ માં લેવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.