સમાચારો સંટ્ષિપ્તમાં

– ૬૦ થી અધિક વર્ષો સુધી દેશ ઉપર શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી હવે દેશમાં માત્ર બે રાજયોમાં સરકાર ધરાવે છે. જો કે આટલી અધોગતિ બાદ પણ પક્ષમાં જૂથબંધી ઘટવાને બદલે વધતી જાય છે. તાજેતરમાં રાજસ્થાનમાં કોંગ્રેસ આપસમાં ઝગડતા મુખ્યમંત્રી અશોક ગેહલોતના જૂથ અને વિરોધી સચીન પાયલટ જૂય ની વચ્ચે જૂથવાદ સામે આવ્યો હતો. ગેહલોત ના નજીકના મનાતા રાજ્ય સરકારના યુવા બાબતો પ્રધાન અશોક ચાંદના ઉપર એક પ્રસંગે તેમના જ પક્ષના અમુક કાર્યકરો દ્વારા જૂતા મારવાની ઘટના બની હતી. આ ઘટના બાદ મંત્રીશ્રી અશોક ચાંદનાએ કરેલ ટિવટ અત્યંત આઘાતજનક છે. તેમણે કરેલા ટિવટમાં “મારા ઉપર જૂતા ફેંકાવીને સચીન પાયલટ મુખ્યમંત્રી બની શકતા હોય તો જલ્દી બની જાય કારણ કે મારો લડવાનો મૂડ નથી. જે વિસે હું લડવા ઉપર આવી ગયો તો પછી તે દિવસે અમારા બે માંથી એક જ બચશે. હું એવું નથી ઈચ્છતો.” આવું ધમકીભર્યું ટિવટ કોઈ ગેંગસ્ટરનું નહીં પરંતુ રાજસ્થાનના સત્તા સ્થાને બેઠેલા એક મંત્રીનું છે જે અત્યંત ખેદજનક છે. – ભારતીય સેના ના કોર ઓફ એન્જિનિયર્સે ફરી એકવાર પોતાના પ્રભાવશાળી ઈજનેરી કૌશલ્યતાનો પુરાવો આપતા તેમણે તતાજેતરમાં બનાવેલા સિંધુ નદી ઉપરના એક પુલનો વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોની શઆતમાં ઈજનેરો સિંધુ નદી ઉપરના પુલના નિર્માણ કરતા નજરે પડે છે. ત્યારબાદ લદ્દાખ ક્ષેત્રમાં સિંધુ નદી ઉપરના આ પુલ ઉપરથી સેનાના ભારેખમ ટ્રકો અને ઉપકરણો લઈને પસાર થતા વાહનો ટૂંકો દર્શાવાય છે. આ પુલ નિર્માણ થી સરહદે ચીની સેના દ્વારા અવારનવાર કરાતી ગેરકાયદેસર ઘુસણખોરીનો જડબાતોડ જવાબ આપવામાં સેનાને સરળતા રહેશે. – વિપક્ષો અવારનવાર કેન્દ્ર સરકાર ઉપર સરકારી એજન્સીઓ જેવી કે સીબીઆઈ, ઈડી અને એનઆઈએ ના દુરુપયોગનો આરોપ લગાવતી હોય છે. આ બાબતે થોડું વિશ્લેષણ કરતા જણાયું હતું કે આ પ્રથા યુપીએ શાસનથી શરુ થઈ હતી. યુપીએ શાસનમાં ૬૦ ટકા તો એનડીએ શાસનમાં ૫ ટકા વિપક્ષી નેતાઓ સીબીઆઈના સકંજામાં જકડાયા છે. એનજીએ ના ૮ વર્ષના શાસનકાળમાં ઓછામાં ઓછા ૧૨૪ મોટા નેતાઓને સીબીઆઈ તપા નો સામનો કરવો પડ્યો છે જે પૈકી ૧૧૮ વિપક્ષના નેતાઓ છે. – કેન્દ્રીય ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને રાજકીય દાનની હાલની ૨૦,000 ની સીમા ઘટાડીને ૨000 કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. આ ઉપરાંત દરેક નોંધાયેલા સત્તાવાર રાજકીય પક્ષો ઉપર પણ ૨૦ કરોડથી વધુ દાન મેળવી નહીં શકે તેવી જોગવાઈ પણ આ પ્રસ્તાવમાં સામેલ છે. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીઓ દરયિાન થતી કાળા નાણાંની રેલમ થેલ ઉપર સિકંજો કસવા ચૂંટણીપંચે આવો પ્રસ્તાવ મોકલ્યો છે. હવે એ જોવાનું રહે છે કે આવા પ્રસ્તાવ ઉપર કેન્દ્ર સરકાર તથા દેશના અગ્રણી રાજકીય પક્ષો કેવો પ્રતિભાવ આપે છે. – ભારતીયો મોટાભાગે ધાર્મિક સંસ્થાનોને છૂટા હાથે દાન આપે છે. એક અહેવાલ મુજબ ૨૦૨૦-*૨૧ દરમ્યિાન દેશના ૩૦,૦૦૦ લોકોએ દાનમાં અધધ કહી શકાય તેવા

Leave a Reply

Your email address will not be published.