સરંગપૂર્તિ
પંઠ કૈરવી મહાકાળીના ફોટા સામે જોઈ બોલી,જય મહાકાળી માં. મને શક્તિ આપજે!” સોફા પર આડી પડી નવા હૌદા વિષે વિચારવા લાગી. વિવેક આવતાં અને મુખ્યમંત્રીની દરખાસ્તની વાત કરી. વિવેક આશ્ચર્યમાં પડી ગયાં. આરતી સાથે અગાઉ ચર્ચે લી ગંદા રાજકારણની વાતો યાદ આવી ગઈ.. ‘આમાં મુખ્યમંત્રીની કૌઈ ચાલ નહિ હોય?” વિવેકે સવાલ કર્યો. | ‘હોઈ શકે… કોઈના મનને પારખવું મુશ્કેલ છે.* “બધી વાત સાચી. પણ તારે શું જોઈએ છે – શાંતિમયું સુખી જીવન કે દોડાદોડભર્યું ખટપટિયું જીવન?’ ‘મને કંઈ સૂરતું નથી. જો કે એ પદ સ્વિકારી સરકારમાં જોડાઉ તો ઘણા બધા લોકોનાં કારસ્તાનો અને ભાર્મ પ્રવૃત્તિઓ વિષે જાણવાની સરળતા રહે.” ‘એ બધું જાણી તારો શો ઈરાદો છે?” મુખ્યમંત્રીનું વેર લેવા એમનું ખૂન નથી કરવું. પણ જંદગીભર જેલના સળિયા પાછળ સબક્યા કરે એવું કંઈક મારે કરવું ‘એ કામ સહેલું નથી. એમની સામે કેસ કરવો એટલે વાઘની બોડમાં માથું નાંખવું અને જિંદગી હોડમાં મૂકવી. સત્તાના જોરે ઘણા સાક્ષીઓને આગળ ન આવવા દે. આજ કાલ ગુંડનુિં રાજ છે એ ન ભૂલતી.” એવી કોઈ ચિંતા છોડી દે. એવું લાગશે તે દિવસે રાજીનામું તિમિરનાં તેજ જય ગજજર આપી દઈશ.” ‘ઓ.કે. બેસ્ટ લક ઈન યોર ન્યુ પ્રોજેકટ. હું હોસ્પિટલ જાઉં છું. આજે હું ઓનકોલ છું. મુખ્યમંત્રીને કંઈ જવાબ આપતાં પહેલાં નારણભાઈ ગાંધી અને કાદરી સાહેબની સલાહ લે તો સારું.’ જે કંઈ બની રહ્યું છે તે બધાથી એ બન્ને ને માહિતગાર રાખું છું અને અવાર નવાર એમની સલાહ લેતી રહું છું. જાડેજાના મોતના સમાચાર છાપામાં વાંચી એણે કરેલા આક્ષેપ વિષે નારણભાઈને બહુ આશ્ચર્ય થયું હતુ. એની વાતમાં એમને વિશ્વાસ નહોતો. પણ કાદરી સાહેબનો રિપ|ોર્ટ વાંચ્યા પછી તેનો આક્ષેપ સાચો લાગ્યો છે. મુખ્યમંત્રીને એની સજા મળે એ જોવા એ પણ આતુર છે.” “એ આપણા સાચા હિતેચ્છુ અને મિત્ર છે. ગુડ લક.” વિવેકના પોઝીટીવ રિસ્પોન્સ થી આરતી ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી મુખ્યમંત્રીએ ફોન કરી આરતીને મળવા બોલાવી. નમસ્તે સર. કેમ યાદ કરી?” “બોલો, શો નિર્ણય લીધો?”