૦૪ વર્ષ બાદ ભારત માં ચિત્તા નું આગમનાં
એક સમયે ભારત માં પણ ચિત્તાઓ ની બહોળી વસ્તી હતી પરંતુ અંગ્રેજો ના શાસન દરમ્યિાન અંગ્રેજ અધિકારીઓ અને રાજા મહારાજાઓ ના શિકાર ના શોખ ના કારણે નામશેષ થઈ ગયા હતા. ૭૪ વર્ષો બાદ વડાપ્રધાન મોદી એ મધ્યપ્રદેશ ના કૂનો ના જંગલ માં ચિત્તાઓ ને છૂટા મુકીને ઉણપ પુરી કરી હતી. વડાપ્રધાન મોદી શાંઘાઈ સમિટ માં ભાગ લઈ પરત ફરતા પોતાના ૭૨ મા જન્મદિને સીધા જ મધ્યપ્રદેશ ના કૂનો અભયારણ્ય પહોંચી ને ખાસ નામિબિયા થી 2000કિ.મી.ની મુસાફરી કરીને લવાયેલા ચિત્તાઓ ને ચિત્તા પરિયોજના નો. પ્રયોગ કરતા જંગલ માં મુક્ત કર્યા હતા. નામિબિયા થી ૮ ચિત્તાઓ ને વિશેષ વિમાન દ્વારા મધ્યપ્રદેશ ના ગ્વાલિયર ના વાયુસેના ના એરપોર્ટ ઉપર ઉતારાયા હતા. ત્યાંથી તેમને કાર્ગો હેલિકોપ્ટર દ્વારા કૂનો ખાતે લવાયા હતા. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન મોદી એ પોતા ના ૭ર મા જન્મદિવસે કૂતો નેશનલ પાર્ક ના એક ચિત્તા પરિયોજના માં ચિત્તાઓ ના પાંજરા ઉપર બનાવેલા મંચ ઉપર થી પાંજરુ ખોલવા નું લિવર ફેરવી ને ચિત્તાઓ ને મુક્ત કર્યા હતા. માથે હેટ અને ગોગધારી વડાપ્રધાન મોદી એ ત્યાર બાદ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી નો આનંદ માણતા ચિત્તાઓ ની તસ્વીરો ખેંચી હતી. ત્યાર બાદ પોતાના સંશોધન માં વડાપ્રધાને જણાવ્યું હતું કેદાયકાઓ પહેલા જૈવવિવિધતા ની જે વર્ષો જૂની જે કડી તૂટી અને લુપ્ત થઈ ગઈ હતી, | આજે અમને તે ફરી જોડવા નો અવસર મળ્યો છે. આજે ચિત્તા ભારતીય ધરતી ઉપર પરત ફર્યા છે અને તેની સાથે ભારત ની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાત થી જાગૃત થઈ ગઈ છે. હું આપણા મિત્રદેશ નામિબિયા અને ત્યાંની સરકાર નો આભાર માનું જેમના સહયોગી આમ સાત દાયકાઓ બાદ ચિત્તાઓ ભારત ની ધરતી ઉપર પરત આવ્યા છે. આજે આઝાદી ના અમૃત મહોત્સવ Lપર્વ માં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓ ના પુનર્વસન કરવા માંડ્યું છે. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ અને પક્ષીઓ ભારત માટે માત્ર ટકાઉપણું અને સલામતી વિષે નથી આપણા માટે તેઓ આપણી સંવેદનશીલતા અને આદ્યાત્મિકતIઓ નો આધાર પણ છે.