૨૦૨૩ માં વૈશ્વિક મંદી ?

ધ વર્લ્ડ બેંક અથ[ત કે વિશ્વ બેંક એ પોતાના તાજા અહેવાલ માં આશંકા વ્યક્ત કરી છે કે હાલ ની પરિસ્થિતિ જોતા આવતા વર્ષે વિશ્વ માં મંદી આવી શકે છે. વૈશ્વિક મંદી ના કેટલાક સંકેતો મળી રહ્યા છે. ધવલ બેંક ના આ અહેવાલ A RECESSION માં જણાવાયું છે કે વિશ્વભર ની કેન્દ્રીય બેંકો દ્વારા કડક નાણાંકીય નીતિ વચ્ચે ફુગાવા ને કાબુ માં લેવા માટે વ્યાજદરો માં વધારા સાથે ઉત્પાદન વધારવા અને પુરવઠા ના મોટા અવરોધો ને દુર કરવા ની સવિશેષ જરુર છે. આજે વૈશ્વિક અર્થ વ્યવસ્થા ૧૯૩૦ માં આવેલી મંદી પછી ના સૌથી મોટા ઘટાડા ઉપર પહોંચી છે. મોટાભાગ ના દેશો ની કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરો માં વધારો ૪ ટકા સુધી પહોંચી શકે છે. જે પાછલા જ વર્ષ માં, ૨૦૨૧ ની સરખામણી માં બમણો છે. તેના થી મોંઘવારી નિયંત્રણ માં રહેવા ની આશા છે. વિશ્વ બેંક એ વધુ માં જણાવ્યું હતું કે ખાદ્યાન્ન અને તેલ નો ફુગાવો ૫ ટકા થી વધી સિમીત રાખવા નું લક્ષ્યાંક છે. સસ્તા નાંણા ના પુરવઠા ને નિયંત્રિત કરી ને ફુગાવા ને ઘટાડવા માટે અમેરિકા થી માંડી ને યુરોપ સુધી ના વિકસીત દેશો થી માંડી ને ભારત જેવા વિકાસશીલ દેશો એ આક્રમક રીતે વ્યાજદરો માં વધારો કર્યો નવી છે. પંરતુ આવા કડકે નાણાંકીય પગલાઓ ની વિપરીત આડઅસરો પણ હોય છે. આના થી રોકાણો ઉપર અસર થશે. જેના થી નોકરીઓ ગુમાવવા નો પણ ભય છે. તદુપરાંત વૃધ્ધિ દર પણ નીચે આવે છે. ભારત સિવાય ના વિશ્વ ના મોટાભાગ ના નાનાI IS COMING મોટા દેશો અત્યારે આ મુશ્કેલી માં થી પસાર થઈ રહ્યા છે. વિશ્વબેંક ના પ્રમુખ ડેવિડ માલપાસે અહેવાલ જારી કર્યા બાદ પોત ના નિવેદન માં જણાવ્યું હતું કે વૈશ્વિક વિકાસ ઝડપ થી ધીમો પડી રહ્યો છે. હજુ વધુ દેશો મંદી માં જતા હોવા થી તેમાં હજુ વધારે ઘટાડો થવાની સંભાવનઓ છે. તેમની સૌથી ઊંડી ચિંતા એ છે કે જો આ વલણ ચાલુ રહેશે તો તેના લાંબા ગાળા ના પરિણામો ભોગવવા પડશે. જે ઉભરતા બજારો માટે તેમજ વિકાસશીલ દેશો માટે ખૂબ જ નુક્સ પાનકારક સાબિત થશે. આમ વિવિધ દેશો એ ફુગાવા ને કાબુ માં લેવા માટે જે આક્રમકતા સાથે સતત વ્યાજદરો માં વધારો કરી રહ્યા છે તેના થી હાલ તુરંત ફુગાવો તો કાબુ માં આવશે પરંતુ તેની વિપરીત અસરો રોકાણો ઉપર પડતા જે તે દેશો ના વૃદ્ધિદર ઉપર તેની અસરો પડી રહી છે જેના પરિણામો નોકરીઓ ગુમાવવા થી માંડી ને મંદી સુધી ની વ્યાપક અસરો અર્થતંત્રો ઉપર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published.