કાર્તિક આર્યન : ડાઉન ટુ અર્થ
બોલિવુડ ને ઝાકમઝોળભરી ને માયાવી નગરી પણ કહે છે. બોલિવુડ સ્ટાર્સ પણ અતિ વૈભવી, શાનદાર લકઝુરિયસ લાઈફ જીવતા હોય છે. સામાન્ય રીતે લજ્જુરિયસ ગાડીઓ, આલિશાન બંગલાઓ અને ચાર્ટર ફલાઈટ્સ કે પોતાના પ્રાઈવેટ જેટ માં મુસાફરી કરતા આ સ્ટાર્સ વચ્ચે લોકો નો લાડીલો એક સ્ટાર એવો પણ છે જે ક્યારેક સામાન્ય લોકો સાથે રેગ્યુલર લાઈટ ની ઈ કો નો મી| ક્લાસ માં પણ મુસાફરી કરે છે અને તે છે ન માત્ર રીલ હીરો પરંતુ રિયલ હીરો કાર્તિક આર્યન. હંમેશા સામાન્ય જનતા થી અંતર બનtવી ને એકાકી જીવન જીવતા જ્યારે કોઈ જાહેર સમારોહ માં આવવા નું હોય ત્યારે પણ પોતના બોડીગાર્ડ્સ અને બાઉન્સર્સ થી ઘેરાયેલા રહેતા હોય છે. જયારે હાલ માં જ સુપર ડુપર હિટ થયેલી મુવી ભૂલભૂલૈયા-૨ ના સ્ટાર કાર્તિક આર્યન મુંબઈ માં પણ મિત્રો સાથે મોડી રાત્રે રોડ સાઈડ ઢાબા કે કોઈ સ્પેશ્યિલ વાનગી માટે પ્રખ્યાત લારીઓ ઉપર અત્યારે પણ ખાવા પહોંચી જતો હોવા ના ઘણા વિડીયો સોશ્યિલ મિડીયા માં વાયરલ થતા હોય છે. આ ઉપરાંત હમણાં જ આવેલા સમાચારે તેની લોકપ્રિયતા વધારે બુલંદી ઉપર પહોંચાડી જ્યારે બોલિવુડ ના મોટા સ્ટાર્સે કરોડો રૂપિયા કમાયા બાદ પણ સમાજ પ્રત્યે ની નૈતિકતા દાખવતા ગુટખા કે ઠંડા પીણા કે પછી ઓનલાઈન ગેમ્બલિંગ ની એડ માત્ર બીજા થોડાક પૈસા માટે હિચકિચાટ વગર કરી લેતા હોય છે ત્યારે કાર્તિક આર્યન ને ગુટખા ની એડ માં કામ કરવા નવ કરોડ રૂા.ની ઓફર તેણે નૈતિકતા ના ધોરણે દુક રાવી દીધી હતી. હાલ માં જ તે જોધપુર મુંબઈ ની રેગ્યુલર ફ્લાઈટ માં ઈકોનોમી ક્લાસ માં સામાન્ય. મુસાફર ની જેમ શાંતિ થી બેઠો હતો. અચાનક એક પ્રવાસી ની તેની ઉપર નજર પડી જતા અને તે ઓળખી જતા થોડી જ વાર માં વાત આખા પ્લેન માં ફેલાઈ જતાસૌવળી વળી ને જોતા અને કાર્તિક નો ફોટા લઈ રહ્યા હતા. આ જોતા કાર્તિક એ પણ ઉભા થઈ ને સૌની તરફ હાથ હલાવી ને અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ યાત્રીઓ ની માંગ ઉપર સૌ ની સાથે હાથ મિલાવી અને સેલ્ફી પણ ખેંચાવી હતી. સઘળા લોકો પણ આટલા સરળ અને ડાઉન ટુ અર્થ સ્ટાર ને મળી ને ખૂબ ખુશ થયા હતા.