ઈરાન ભડકે બળ્યું, ૦૫ મોત

ઈરાન માં ૧૬ મી સપ્ટેએ પોલિસ કસ્ટડી માં ૨૨ વર્ષીય યુવતિ મહેસા | અમીની ના મોત બાદ હિજાબ ના વિરોધ માં દેશ ના ૩૧ પ્રાંતો માં મહિલાઓ અને તેમના ટેકા માં પુરુષો પણ રસ્તા ઉપર ઉતરી આવતા જનતા અને પોલિસ આમને-સામને આવી ગયા છે. લોકો ના ઘરો ઉપર ન | આડેધડ ફાયરીંગ કરતા ૧૫ લોકો ના મોત થયા હતા જ્યારે ૭૫૦ ઘાયલ થયા હતા. ઈરાન માં મહિલાઓ નવ દિવસ થી હિજાબ અને ધાર્મિક કાનુનો નો વિરોધ કરતા રસ્તા ઉપર ઉતરી આવી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કરી રહી છે. તેઓ હિજાબ ઉતારી રસ્તા ઉપર લહેરાવવા ઉપરાંત જાહેર માં વાળ ખુલ્લા કરી ને વિરોધ દર્શાવવા વાળ પણ | કાપી રહી છે. તહેરાન થી દૂર કરજ શહેર માં મહિલાઓ ના વિરોધ પ્રદર્શનો ની આઝાદી ૨૦ વર્ષીય યુવતિ હરીસ નજફી કરી રહી હતી. નજફી આથી જ ઈબ્રાહીમ રાયસી સરકાર ને નજફી આંખ માં કણા ની જેમ ખૂંચતી હતી. આખરે રાયસી સરકારે નજફી ના શરીર ઉપર ૬ ગોળીઓ મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી. ઈરાન ની સરકારે સાચી માહિતી બહાર ન જાય તેટલા માટે ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે. કે નાગરિ ઈરાન નું ઈન્ટરનેટ બંધ કરવું તે એક ખતરનાક સંકેત છે. છેલ્લી વખત ઈરાને જ્યારે ઈન્ટરનેટ બંધ કર્યું ત્યારે ૧૫૫૦ માણસો માર્યા ગયા હતા. ૨૦૧૯ માં ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન માં આંદોલનો થયા હતા. ત્યારે પણ નાગરિકો ઉપર પારવાર અત્યાચારો અને ગોળીબાર કરાયા હતા. ત્યારે પણ ઈન્ટરનેટ બંધ કરાયું હતું. હવે ત્રણ વર્ષ બાદ ફરી એવું જ થઈ રહ્યું છે. સમાચારો બહાર પ્રસરે નહીં તેના માટે ઈન્ટરનેટ બંધ કરાયું છે. હિજાબ કાયદો ૧૯૮૧ ની ઈસ્લામિક ક્રાંતિ પછી બનાવવા માં આવ્યો હતો. ત્યાર થી અવારનવાર તેનો વિરોધ થઈ રહ્યો છે. હાલ માં પણ સરકાર આંદોલનને કચડી નાંખવા પૂરી તાકાત લગાવી રહી છે. આંદોલન માં વિરોધ નો ચહેરો બનેલી હદીસ, નજફી, મદસા મોગર્વ, હનાના કિયા, ગઝલા ચેલવી તમામ ને ગોળીઓ મારવા માં આવી હતી. આવી મહિલાઓ ની શોધ માં પોલિસ ઘરો ઉપર પણ અંધાધૂંધ ગોળીઓ ચલાવી રહી છે. પ્રદર્શન ના માત્ર ૯ દિવસ માં ૭૫ ના મોત અને ૭૫૦ ઘાયલ થયા છે. વળી ઈન્ટરનેટ બંધ હોવાથી ત્યાં નો સંપર્ક કરવો સરળ નથી.

Leave a Reply

Your email address will not be published.