કેનેડા, યુકે હિન્દુઓ પર હુમલા
હાલ માં જ કેનેડા માં થયેલા હિન્દુ મંદિર ઉપર ના હુમલા તેમજ યુ.કે. માં હિન્દુઓ ઉપર તેમ જ હિન્દુ મંદિરો ઉપર ના હુમલાઓ એ સમસ્ત વિશ્વ માં વસતા હિન્દુ સમુદાય માં ચિંતા પ્રસરાવી છે. ભારત સરકારે પણ આ બનાવો ને ગંભીરતા થી લેતા આ બન્ને દેશો ની સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુ.કે. અને કેનેડા બન્ને નાં બનાવો માં સામ્યતા હિન્દુ મંદિરો ઉપર ના હુમલા ની છે. જો કે બન્ને પાછળ ના કારણ અલગ અલગ છે. યુ.કે.માં હિન્દુઓ અને હિન્દુ મંદિરો ઉપર થયેલા હુમલા પાછળ હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય જવાબદાર છે. એશિયા કપ માં ભારત પાક મેચ પછી યુ.કે.ના મુસ્લિમો એ હિન્દુઓ ને તેમ જ હિન્દુ મંદિરો ને નિશાના ઉપર લીધા હતા. જ્યારે કેનેડા માં થયેલા હિન્દુ મંદિર ઉપર ના હુમલા પાછલ ખાલિસ્તાની અરાજક પરિબળો નો હાથ હતો. આ અગાઉ જુલાઈ માસ માં પણ રિચમંડ હિલ્સ માં આવેલા વિષ્ણુ મંદિર ખાતે ની ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની પ્રતિમા ને પણ દુષિત કરાતા ખાલિસ્તાની તરફી સુત્રો લખાયા હતા. હાલ માં કેનેડા ની એનડીપી ના ટેકા થી ચાલતી લિબરલ ની લઘુમતિ સરકાર ના લઘુમતિ તુષ્ટિકરણ ના પ્રતાપે કેનેડા માં ખાલિસ્તાન તરફી અને ઉગ્રવાદી પરિબળો માં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તદુપરાંત ભારત સરકાર દ્વારા ૨૦૧૯ માં જ શિખ ફોર જસ્ટિસ માં ગેરકાયદેસર સંગઠન જાહેર કરી પ્રતિબંધિત કરવા માં આવ્યું હતું. જો કે શીખ સમુદાય ના આ પૂર્વે ખાલિસ્તાન મુદ્દે રેફરેન્ડમ – ૨૦૨૦ નામક અભિયાન ની કરુણાંતિકા બાદ ગત શુક્રવારે અથોત કે ૧૬ મી સપ્ટે. એ બ્રામ્યટન ખાતે ખાલિસ્તાની તત્વો એ રેફરન્ડમ યોજ્યું હતું. તેમાં તથા કથિત ૧,00,000 લોકો એ ભાગ લીધા નો દાવો કરાઈ રહ્યો છે. જો કે આ રેફરેન્ડમ મામલે વડાપ્રધાન જસ્ટિન ટુડો ના બેવડા વલણો સૌ ની સામે આવ્યા હતા. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ માં રશિયા દ્વારા યુક્રેન ના જીતેલા પ્રદેશો માં રશિયા તેમને રશિયા સાથે જોડાવા અંગે લોકમત રેફરેન્ડમ કરાવી રહ્યું છે જેનો જસ્ટિન ટ્રુડો ટિવટ કરી ને વિરોધ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ કેનેડા માં વધી રહેલા શીખ સમુદાય ના અમુક કટ્ટરવાદી શીખ ખાલિસ્તાન તરફી તત્વો દ્વારા પંજાબ ને ભારત થી અલગ કરી ખાલિસ્તાન ની રચના અંગે યોજાયેલા રેફરેન્ડમ – જનમત સામે જયારે ભારત સરકાર વિરોધ નોંધાવે છે ત્યારે અભિવ્યક્તિ ની આઝાદી ના બહાના હેઠા અને આમ કરતા રોકી ના શકીએ ની બહાનાબાજી કરે છે. વાસ્તવ માં કેનેડા માં ૩.૫ કરોડ ની વસ્તી માં અંદાજે પાંચ લાખ શીખો ની વસ્તી કે જે ઓન્ટારિયો અને વાનકુંવર ની લગભગ ૧૪ પાર્લામેન્ટરી સીટ – ફેડલલ ઈલેક્શન ઉપર પ્રભાવ ધરાવે છે તેના કારણે તેઓ તુષ્ટિકરણ ની રાજનીતિ કરતા રેફરેન્ડમ મામલે બેવડા ધોરણો દર્શાવી રહ્યા છે. જો કે આમ કરનાર તેઓ એકમાત્ર રાજનેતા નથી તેમના ઉપરાંત અન્ય નેતાઓ (તેમના જ પક્ષ ના), અન્ય પક્ષો ના રાજનેત ઓ તેમ જ અમુક મેયરો પણ આ જ યાદી માં સામેલ છે. પરંતુ તેઓ સિક્કા ની બીજી બાજુ તરફ લક્ષ્ય નથી આપી રહ્યા. કેનેડા માં ૪૯૭,૯૬૫ હિન્દુઓ પણ વસવાટ કરી રહ્યા છે. તે છતા તેમના તરફ દુર્લક્ષ્ય એટલા માટે સેવવા માં આવે છે, કારણ કે તેઓ વિભાજીત છે, સંગઠીત નથી. કમનસીબે કેનેડા માં અને ખાસ કરી ને ઓન્ટારિયો માં ઘણા બધા હિન્દુ મંદિરો, હિન્દુ સંગઠનો તેમ જ હિન્દુત્વવાદી ભારત ના રાજકીય પક્ષો ની સંસ્થાઓ પણ છે, પરંતુ કાં તો તે નિષ્ક્રિય છે અથવા તો તેઓ હિન્દુત્વ ની એકતા, સુરક્ષા અને હિન્દુત્વ સામે ઉભા થઈ રહેલા મોટા ભાવિ સંભવિત ખતરા પ્રત્યે સજાગ કે ગભીર નથી. જ્યાં સુધી હિન્દુ સંગઠીત થઈ ને હિન્દુ મંદિરો કે ભારત ની અખંડિતતા સાથે સંયુક્ત વિરોધ પ્રદર્શનો નહીં કરે ત્યાં સુધી બે, પાંચ, દસ હજાર નાનાના હિન્દુ સમુદાય તરીકે રાજકીય પક્ષો દ્વારા તેમની તરફ દુર્લક્ષ્ય સેવવા નું વલણ યથાવત રહેશે. પરંતુ આ તમામ સંસ્થા ના ભારત દેશ ની મુગલો અંગ્રેજો ની ગુલામી અગાઉ ના દેશી રજવાડાઓ ની માફક જ વિભાજીત, અંદરોઅંદર ની ઈર્ષ્યા અને અધાં અને માત્ર પોતાના સમુદાય નીચિતા કરવા માત્ર સિમિત છે. આપણે ૮૦૦ વર્ષો થી ગુલામી ના ભૂતકાળ બાદ પણ ઈતિહાસ માં થી કોઈ બોધપાઠ શીખવા તૈયાર નથી. આમ કરવા ના બદલે સોશ્યિલ મિડીયા ના અલગ અલગ પ્લેટફોર્મ્સ, ફેસબુક, ટિવટર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ના નાના-નાના જૂથો માં નિરર્થક વાતો, વિચારો, ટિપ્પણીઓ અને વિતંડાવાદ માં યથાશક્તિ યોગદાન આપી ને પોતાની જાત ને દેશભક્ત અને રાષ્ટ્રપ્રેમી ગણવા ની આત્મશ્લાઘા માં લાગી જઈશું. જયારે રેફરન્ડમ ના નામે ૧.૧૦ લાખ શિખો એકઠા થઈ ગયા હતા. જે જીટીએ માં તેમની વસ્તીના પ્રમાણ માં ૫૦ ટકા લોકો હતા. ભારત સરકારે યુ.કે. અને કેનેડા માં હિન્દુ મંદિરો ઉપર ના હુમલા અને હિન્દુત્વ પ્રત્યે દર્શાવાતી નફરત સામે બન્ને દેશો ની સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયએ કેનેડા માં વધેલા નફરત ના અપરાધો, વંશીય હિંસા અને ભારત | વિરોધી ગતિવિધિઓ માં થયેલા ઝડપી વધારા સામે આવી સ્થિતિ માં ત્યાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓ ને સતર્ક અને સચેત રહેવા ની સૂચના- એડવાઈઝરી પણ જાહેર કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલય ના પ્રવક્તા અરિદમ બાગચી એ રેફરેન્ડમ ને અત્યંત વાંધાજનક અને નકલી કવાયત ગણાવી હતી. અને તે વાસ્તવિકતા પણ છે. જેના માટે પંજાબ ની પૃષ્ઠભૂમિ સમજવી જરુરી છે. બ્રામ્પટન માં યોજાયેલા રેફરેન્ડમ માં માત્ર શિખો ને જ મતદાન કરવા બોલાવાયા હતા. જ્યારે ભારત ના પંજાબ માં પણ શીખો સિવાય અન્ય ધાર્મિક સંપ્રદાય ના લોકો પણ વસે છે. પંજાબ માં શીખો ની વસ્તી ૫૭.૬૯ ટકા છે અર્થાત કે ૪૨.૪૧ ટકા લોકો ને આ કહેવાતા લોકમત રેફરન્ડમ થી બાકાત રખાયા