નવા સીડીએસ અનિલ ચૌહાણ
ભારત સરકારે બુધવારે ભારતીય સેના ના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ના પદે નિવૃત્ત લેફ્ટ. જનરલ અનિલ ચૌહાઅ ની નિયુક્તિ કરી હતી. દેશ માં પ્રથમ સીડીએસ બિપીન રાવત ના હેલિકોપ્ટર દુર્ઘટના માં નિધન બાદ આ પદ ખાલી હતું. આમ હવે અનિલ ચૌહાણ દેશ ના દ્વિતિય સીડીએસ બન્યા છે. રિટાર્યડ લેફ્ટ. જનરલ અનિલ ચૌહાણ ઈસ્ટર્ન કમાન્ડ ના ઓફસર કમાનિંગ-ઈન- | ચીફ રહી ચુક્યા છે. તેઓ ભારતીય સેના માં ડીજીએસઓ ના પદ ઉપર પણ રહી ચુક્યા છે. તેમના શૌર્ય બદલ તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુધ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ તેમજ વિશિષ્ઠ સેવા મેડલ પ્રદાન કરાયા હતા. તેઓ મૂળભૂત ઉત્તરાખંડ પૌઢી ના રહેવાસી છે. તેમને આતંકવાદ વિરોધી મિશનમાં મહારથ હાંસલ છે. પૂર્વી કમાન્ડના ઓફિસર કમાન્ડ ઈન ચીફ રહ્યા તે દરમ્યિાન માં પૂર્વોત્તર ક્ષેત્ર માં ઉગ્રવાદ ઓછો થયો હતો. આ ઉપરાંત ડીજીએમઓ તરીકે તેઓ ઓપરેશન સનરઈઝ- મ્યાનમાર સીમા ઉપર ના આતંકવાદી કેમ્પો નો સફાયો – ના તેઓ મુખ્ય શિલ્પી હતા. જેના અંતર્ગત ભારતીય સેના એ મ્યાનમાર ની સરહદ માં ઘુસી ને આત’કી કૅમ્પો નો મધ્યરાત્રિ એ સફાયો બોલાવ્યો હતો. આ ઉપરાંત અનિલ ચૌહાણ બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક ના પ્લાન સાથે પણ જોડાયેલા હતા. દેશ ના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એક ચાર સ્ટાર જનરલ છે જે ભારતીય સશસ્ત્ર દળો ના લશ્કરી વડા અને ભારતીય સશસ્ત્ર દળો ના ચીફ ઓફ સ્ટાફ કમિટી ના પણ અધ્યક્ષ હોય છે. સશસ્ત્ર દળો વચ્ચે જરુરી તાલમેલ લાવવા માટે જ નિર્મિત આ પદ સીડીએસ ઉપર નિયુક્તિ કરવા માં આવે છે. તેમનો ઉદેશ્ય સૈન્ય માં જોઈનશિપ વધારવા નો છે જેના થી સંશાધનો નો બગાડ અને નિર્ણય લેવા માં વિલંબ થતો અટકાવી શકાય છે. સીડીએસ નું મુખ્ય કાર્ય સૈન્ય આદેશ જાહેર કરવા ના બદલે લશ્કર ની ત્રણેય સેવા- થલ સેના – જલ સેના અને હવાઈ સેના સંબ‘ધિત બાબતો માં સરકાર ને નિષ્પક્ષ સલાહ આપવાનું હોય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નો પગાર, ભથ્થા અને અન્ય સવલતો પણ ત્રણેય સેના ના વડા જેટલી જ હોય છે. આમ દેશ ના બીજા સીડીએસ પદે અનિલ ચૌહાઅ ની નિયુક્તિ કરાઈ છે.