ભારત માં રહેતા તમામ લોકો હિન્દુ
ભારતીય અને હિન્દુ બન્ને સમાનાર્થી શબ્દો છે. હકીકત માં આ એક એવો દેશ છે જેણે સમગ્ર વિશ્વ ને માનવતા નો પાઠ ભણાવ્યો છે. હિન્દુ ધર્મ એ ધર્મ નથી, પરંતુ જીવન જીવવા ની રીત છે. આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવત એ મેઘાલય ખાતે પોતIના સંબોધન માં આમ જણાવ્યું હતું. રવિવાર મેઘાલય ના શિલોગ ખાતે આરએસએસ વડા મોહન ભાગવત એ એક પ્રતિષ્ઠિત નાગરીક સંમેલન ને સંબઑધિત કર્યું હતું. આ અગાઉ તેમનું સ્થાનક ખાસી પરંપરાગત રીતે સ્વાગત કરાયુ હતું. તેમણે પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે હિમાલય ની દક્ષિણે હિન્દુ મહાસાગર ની ઉત્તરે, અને સિંધુ નદી ના કિનારે રહેનારા રહેવાસીઓ ને પરંપરાગત રીતે હિન્દુ કહેવા માં આવે છે. ઈસ્લામ ફેલાવનારા મુગલો અને ખ્રિસ્તિ ધર્મ ફેલાવનારા બ્રિટિશ શાસકો ના આવ્યા પહેલા પણ હિન્દુ ધર્મ અસ્તિત્વ માં હતો. હિન્દુ ધર્મ એ ધર્મ નથી પરંતુ જીવન જીવવા ની રીત છે. હિન્દુ શબ્દ એ તમામ લોકો નો સમાવેશ કરે છે જેઓ ભારત માતા ના પુત્રો છે, ભારતીય પૂર્વજો ના વંશજ છે. અને ભારતીય સંસ્કૃતિ અનુસાર જીવે છે. તે પ્રાચિન સમય થી એક સાંસ્કૃતિક દેશ છે. ભારત ની એકતા તેની તાકાત છે. ભારત જે વિવિધતા નો દાવો કરે છે તે ગૌરવની બાબત છે. આ ભારત ની વિશેષતા છે જે સદીઓ થી ચાલી આવે છે. આપણે હંમેશા એક રહ્યા છીએ, અને જ્યારે આપણે એ ભૂલ્યા છીએ, ત્યારે આપણે આપણી સ્વતંત્રતા ગુમાવી છે. તેથી આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે એક થઈ ને આપણા દેશને વધુ મજબૂત અને આપણા યોગદાન થી વધુ આત્મનિર્ભર બનાવીએ. આ એકતા માટે આપણે સૌ એ કામ કરવું પડશે. આ ભારત આઝાદી કાળ થી પ્રાચીન રાષ્ટ્ર છે. છેલ્લા કેટલાક સમય થી મોહન ભાગવત સતત મુસ્લિમ બૌધ્ધિકો ને પણ મળી રહ્યા છે. હાલ માં જ તેઓ મુસ્લિમ ધર્મગુરુ ના આમંત્રણ ઉપર તેમને મળવા દિલ્હી કસ્તુરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદ અને આઝાદપુર ના મદરેસા તાજવીદુન કુન ની પણ મુલાકાત કરી હતી. તથા ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશન ના પ્રમુખ ઈમામ ઉમર અહેમદ ઈસ્લામી સાથે પણ મુલાકાત કરી હતી.